રાશિને આધારે જાણો તમે જુઠ્ઠુ બોલવામાં કેટલા નિષ્ણાત છો?

Posted By:
Subscribe to Oneindia News

દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેની રાશિને આધારે જાણી શકાય છે. દરેક રાશિનો પોતાનો અલગ સ્વભાવ છે અને તે જ રીતે તેઓ પોતાના જીવનમાં સાચા અને જુઠ્ઠાણાંને જગ્યા આપે છે. રાશિફળને આધારે પોતાનું ભવિષ્ય, પ્રેમ, વેપાર, શિક્ષણ, ડેટ વગેરે વિશે તમે અગાઉ ઘણું વાંચ્યુ હશે જ. પણ શું રાશિ પ્રમાણે જુઠ્ઠુ બોલવા વિશે તમે કંઈ વાચ્યુ છે? જો તેનો જવાબ ના હોય તોઆજે અમે તેમને જણાવિશું કે રાશિ પ્રમાણે કઈ વ્યક્તિ જુઠ્ઠુ બોલવામાં એક્સપર્ટ હોય છે.

મેષ

મેષ

આ રાશિના લોકો નીડર રહેવા વિશે જુઠ્ઠુ બોલે છે. જો કે આ લોકોને સ્કાઈડાઈવ, જે સ્કાઈ અને બંગી જમ્પ વગેરેથી ખૂબ બીક લાગે છે. આ લોકો કરોળિયા અને લિફ્ટમાં હરવા-ફરવામાં પણ ડરે છે, પણ તેનો સ્વીકાર કરવામાં ખચકાય છે.

વૃષભ

વૃષભ

તેઓ એ વાતનું જુઠ્ઠુ બોલે છે કે તેમને કોઈની પરવાહ નથી. તેવો એવુ જતાવે છે કે તેમની એક્સ તેમના માટે કોઈ મહત્વ ધરાવતુ નથી કે તેઓ તેને ભૂલી ગયા છે, પણ હકીકત તો એ છે કે હાલ પણ તેમના મનમાં તેની માટે લાગણીઓ બચી છે. તેઓ દેખાડે છે કે તેમની અંદરની લાગણીઓ ખતમ થઈ ગઈ છે, પણ તે સાચુ નથી. આ મુદ્દાને લઈ તેઓ અત્યંત જૂઠ્ઠાણું ચલાવે છે.

મિથુન

મિથુન

તેઓ પોતાની બિમારી અને થાક વિશે જુઠ્ઠુ બોલે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેમને તેમની તબિયત વિશે પૂંછે તો તેઓ એલર્જી કે બીજું કોઈ બહાનું બનાવી વાતને ટાળી દે છે.

કર્ક

કર્ક

તેઓ પોતાના સંબંધોને લઈ અત્યંત જુઠ્ઠુ બોલે છે, પોતાના સંબંધોને લઈ તેઓ આખી દુનિયામાં દેખાડો કરવાનું પસંદ કરે છે. પોતાના જીવનમાં ચાલતા ઝગડાને તેઓ દુનિયાથી છૂપાવે છે. સંબંધોને લઈ સાચી હકિકત શું છે તે કોઈને જણાવતા નથી.

સિંહ

સિંહ

પૈસા કમાવવાના મુદ્દે તેઓ જુઠ્ઠુ બોલતા જોવા મળ્યા છે. મિત્રો માટે ખરીદી કરવાથી તેઓ પાછા નથી પડતા પછી ભલે તેમની પાસે પોતાના ઘરનું ભાડુ ભરવાના પણ પૈસા કેમ ન હોય.

કન્યા

કન્યા

બીજાને મદદ કરવા વિશે તેઓ હંમેશા જુઠ્ઠુ બોલે છે. જ્યારે લોકોને તેમની જરૂર હોય છે ત્યારે તેઓ સહજતાથી જણાવી દે છે તેમની પાસે સમય નથી. આમ કરી તેઓ તેમાંથી છટકી જાય છે. પોતાના જીવનને તેઓ જાણી જોઈ અઘરું બનાવી લે છે અને પરિસ્થિતિ પર દોષનો ટોપલો નાખી દે છે.

તુલા

તુલા

તેઓ જુઠ્ઠુ બોલે છે કે તેમની સાથે ખરાબ કરનારને તેમણે માફ કરી દીધા છે. વાસ્તવમાં તેઓ માત્ર તેનો દેખાડો કરે છે અને લાંબા સમય સુધી તેઓ જતાવ્યા કરે છે કે તેમને કંઈ ફરક
પડતો નથી.

વૃશ્ચિક

વૃશ્ચિક

પોતાની શરાબ પીવાની આદત વિશે તેઓ જુઠ્ઠુ બોલે છે. તેમને પેગના નંબર વધારીને જણાવવામાં મજા આવે છે. સાથે જ તેઓ કેટલા લોકોને કીસ કરી ચૂક્યા છે, આ અંગે પણ તેમને જુઠ્ઠુ બોલવામાં મજા આવે છે. પોતાના મિત્રોને ખુશ કરવા માટે તેઓ ઘણી વાર ખોટા રસ્તા અપનાવી લે છે.

ધન

ધન

તેઓ પોતાની સિંગલ લાઈફને લઈ જુઠ્ઠુ બોલે છે. તેઓ જતાવે છે કે તેઓ સંબંધોમાં નથી પડવા માંગતા, વાસ્તવમાં ઘણી વાર તેમને એકલું લાગે છે. પણ લોકોથી તેઓ આ વાતને છુપાવી રાખે છે. અને જાણાવે છે કે તેઓ પોતાની સિંગલ લાઈફમાં ખુશ છે.

મકર

મકર

તેઓ એકસાથે હોવા અંગે જુઠ્ઠુ બોલે છે. તેઓ અંદરથી સ્ટ્રોગ હોવાની એક્ટીંગ કરે છે. વાસ્તવમાં તેઓ પોતાના જીવનમાં કન્ફ્યુઝ હોય છે કે તેમને શું કરવું છે કે તેઓ શું કરી રહ્યા છે.

કુભ

કુભ

રાશિના લોકો નાની નાની વાતે જઠ્ઠુ બોલે છે. તેઓ એવું જતાવે છે કે કોઈને કંઈ ખબર પડતી નથી. તેઓ કામમાં વ્યસ્ત રેહવાની એક્ટીંગ કરે છે, પણ તેઓ હોતા નથી. બહાર ન જવું પડે તે માટે બહાના શોધે છે.

મીન

મીન

તેઓ સફેદ જુઠ્ઠુ બોલવામાં નિષ્ણાત હોય છે. પરિણામે જલ્દી તેમને કોઈ પકડી શકતુ નથી. સંગીત તેમને પસંદ હોય છે, પછી ભલે સંગીતનો કક્કો પણ તેમને ન આવડતો હોય.

English summary
These are the lies that people tell according to their zodiac signs. Check them out, as it would help you understand each person in a better way.
Please Wait while comments are loading...