આ અંકોને વિશ્વભરમાં માનવામાં આવે છે સૌથી અશુભ, જાણો કારણ

અંકશાસ્ત્ર અનુસાર કેટલાક એવા અંકો છે જેને અશુભ માનવામાં આવ્યા છે. ફક્ત ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં આ અંકોને સારા માનવામાં આવતા નથી.

અંકશાસ્ત્ર અનુસાર કેટલાક એવા અંકો છે જેને અશુભ માનવામાં આવ્યા છે. ફક્ત ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં આ અંકોને સારા માનવામાં આવતા નથી. 13 થી 43 સુધી ઘણા એવા અંકો છે જે આ સૂચીમાં શામેલ છે અને આજે અમે તમારા માટે તે અંકોની સૂચિ લઈને આવ્યા છે. જુઓ તે અંકો કયા છે અને શા માટે સમગ્ર વિશ્વમાં તેને સારા માનવામાં આવતાં નથી.

આ પણ વાંચો: તમારા પાર્ટનરની રાશિ પ્રમાણે જાણો કે તે તમને પ્રેમ કરે છે કે ટાઈમપાસ?

અશુભ અંક 4

અશુભ અંક 4

પૂર્વ એશિયામાં મોટાભાગના દેશોમાં 4 ને ખૂબ અશુભ અંક માનવામાં આવે છે. ચીનમાં તો લોકોની ધાર્મિક આસ્થા એટલી છે કે તે અનુસાર તેઓ 4 ને સૌથી ખરાબ અંક માને છે. તેઓ આ અંકથી ડરે છે, જેની પાછળ એક કારણ છે. વાસ્તવમાં નંબર 4 એ ચીની ભાષામાં મૃત્યુના શબ્દની સમાન સાંભળવામાં આવે છે. આ અંકને લઈને તેમનો મત એટલો મજબૂત છે કે ચીનની બિલ્ડીંગોમાં તમને 4, 13, 14 અને 24 નંબરોના ફ્લોર જ મળશે નહીં.

અશુભ અંક 9

અશુભ અંક 9

ચીની સંસ્કૃતિ મુજબ સંખ્યા 9 ને પણ અશુભ માનવામાં આવે છે. તેની પાછળ તેઓ દલીલ કરે છે કે આ સંખ્યાનો અવાજ તેમને સતામણી અને દુઃખના સમાન સંભળાય છે.

અશુભ અંક 13

અશુભ અંક 13

તમને કોઈ લિફ્ટ અથવા રૂમ દેખાશે નહીં જેના પર નંબર 13 લખેલું હોય. આ અંક સમગ્ર વિશ્વમાં અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જૂડસ ઇસ્કારીયતએ જિજસને દગો કર્યો હતો અને તે છેલ્લા ભોજન વખતે 13 માં મહેમાનના રૂપમાં આવ્યો હતો. ખ્રિસ્તી ધર્મ ઉપરાંત, પારસી સમુદાય અને સમગ્ર વિશ્વમાં લોકો તેને અશુભ માને છે.

અશુભ અંક 24

અશુભ અંક 24

જાપાનમાં 24 અંકને માત્ર અશુભ નહિ પરંતુ ખતરનાક પણ માનવામાં આવે છે. તેઓ માને છે કે 24 અંકનો અવાજ સ્ટિલબર્થ અને ગર્ભમાંથી મૃત બાળકના જન્મ સમાન છે. આ કારણે તેઓ આ અંકથી દૂર રહેવાનું પસંદ કરે છે.

અશુભ અંક 39

અશુભ અંક 39

અફઘાનિસ્તાનમાં 39 અંકને બિલકુલ પણ સારો માનવામાં આવતો નથી. જ્યારે અફઘાની જીભમાં 39 અંક બોલાય છે ત્યારે તે મોરદા-ગો સમાન લાગે છે. જેનો અર્થ છે મૃત ગાય, જેનો તેઓ ગાળો તરીકે ઉપયોગ કરે છે ખાસ કરીને પ્રોસ્ટીટૂટ્સના દલાલો માટે.

અશુભ અંક 43

અશુભ અંક 43

સંખ્યા 43 એ 24 ની સમાન જ સાંભળવામાં આવે છે અને તેનો અર્થ પણ તે લોકો એવો જ સમજે છે. આ એક સૌથી મોટું કારણ છે કે જેના લીધે જાપાનની હોસ્પિટલોમાં તમને 43 અંકના રૂમ મળશે નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X