આયુષ્યના દુર્લભ યોગથી જાણો કેટલું જીવશો તમે?

Posted By:
Subscribe to Oneindia News

ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને પોતાના આયુષ્ય વિશે જાણવામાં રસ ન હોય. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે તે કેટલા વર્ષ જીવશે. દરેક વ્યક્તિને મૃત્યુનો ડર સતાવે છે, આ કારણે જ લોકો હંમેશા ભગવાનની સામે હાથ જોડે છે અને પોતાની રક્ષા માટે પ્રાથના કરે છે, લાંબુ આયુષ્ય માંગે છે. વ્યક્તિનું આયુષ્ય કેટલુ છે એ પ્રશ્નનો જવાબ કોઈ ડોક્ટર કે વિજ્ઞાન પાસે નથી. પણ જ્યોતિષ શાસ્ત્રમાં તેનો જવાબ છુપાયેલો છો. યોગ્ય ગણનાને આધારે વ્યક્તિના મૃત્યુનું કારણ અને દિવસ વિશે જાણકારી મેળવી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર પાસે મૃત્યુનો ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર પાસે મૃત્યુનો ઉપાય

વ્યક્તિએ તેના મૃત્યુથી ગભરાવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્રની સૌથી સારી વાત એ છે કે તે માત્ર મૃત્યુની જાણકારી જ નથી આપતું પણ તે તેનું સમાધાન પણ જણાવે છે. ગ્રહો અને યોગોને આધારે મૃત્યુ વિશેની જાણકારી મેળવી શકાય છે. તેની સાથે જ તેને ટાળવાનો ઉપાય પણ જાણી શકાય છે.

વ્યક્તિનું આયુષ્ય જાણવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ગ્રંથોની રચના થયેલી છે. ઘણા વિદ્વાનોએ આ અંગે અભ્યાસ કરી વ્યક્તિના આયુષ્ય અંગે પોતાનો મત જણાવેલ છે. સાત પ્રકારની મૃત્યુ સંસારમાં જાણીતા છે. મૃત્યુ વિશેનું જ્ઞાન એ અત્યંત દુર્લભ છે. તેમ છતાં બાલારિષ્ટ, અલ્પ, મધ્ય, દિર્ઘ, દિવ્ય અને અમિત આ સાત પ્રકારના મૃત્યુ સંસારમાં જાણીતા છે.

બાલારિષ્ટ

બાલારિષ્ટ

જન્મથી આઠ વર્ષ સુધીમાં થનારી મૃત્યુને બાલારિષ્ટ કહેવાય છે. આ મૃત્યુ શા માટે થાય છે તે અંગે પણ જાણી લેવું જોઈએ. જન્મ કુંડળીમાં લગ્નથી 6, 8, 12માં સ્થાનમાં પાપગ્રહોથી યુક્ત
ચંદ્ર હોય તો વ્યક્તિનું બાલ્યાવસ્થામાં મૃત્યુ થાય છે. આ ઉપરાંત સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણનો સમય હોય, સૂર્ય, ચંદ્ર, રાહુ એક જ રાશિમાં હોય અને લગ્ન પર ક્રૂર ગ્રહો શનિ-મંગળની છાયા
હોય તો બાળકની સાથે માતાના મૃત્યુનો પણ યોગ બને છે. લગ્નથી છઠ્ઠા ભાવમાં ચંદ્ર, લગ્નમાં શનિ અને સપ્તમમાં મંગળ હોય તો બાળકના પિતાનું મૃત્યુ થાય છે.

બચવાનો ઉપાય :ગ્રંથમાં બાલારિષ્ટ યોગથી બચવા માટે બાળકના ગળામાં ચાંદીનો ચંદ્ર અને મોતી નાખી પહેરવામાં આવે છે. તેનાથી બાળક પરથી મૃત્યુનો ભય ટળી જાય છે, તેવું વિદ્વાનોનું માનવું છે.

યોગારિષ્ટ

યોગારિષ્ટ

8 વર્ષ બાદ અને 20 વર્ષ પહેલા થનાર મૃત્યુને યોગારિષ્ટ કહેવાય છે. જ્યારે અષ્ટમ ભાવ શનિ, મંગળ જેવા ક્રૂર ગ્રહોથી દૂષિત હોય અને લગ્નમાં બેસેલા વિપરિત ગ્રહો વક્રી છે. અનેક અનિષ્ટ ગ્રહોને કારણે જાતકનું મૃત્યુ થાય છે, પરિણામે તેને યોગારિષ્ટ કહે છે. અમાસ પહેલાની તુર્દશી, અમાસ અને આઠમે આ યોગ પૂર્ણ પ્રભાવમાં રહે છે.

બચવાના ઉપાય: શાસ્ત્રો જણાવે છે કે તેમાંથી બચવા માતા-પિતાએ સતકર્મ કરવા જોઈએ. જો તેમણે પૈસા કે સોનાની ચોરી કરી હોય કે કોઈની હત્યા કરી હોય તો તેમના બાળકનું મૃત્યુ 20 વર્ષની
ઉંમરમાં થાય છે. શંકર ભગવાનની ઉપાસના તેનો એકમાત્ર ઉપાય છે.

અલ્પાયુ યોગ

અલ્પાયુ યોગ

20 થી 32 વર્ષની ઉંમરમાં થયેલ મૃત્યુ અલ્પાયુ યોગ ગણાય છે. વિદ્વાનોનો મત છે કે વૃષભ, તુલા, મકર અને કુંભ લગ્નના જાતકો અલ્પાયુ હોય છે. પણ આ જાતકોની કુંડળીમાં કોઈ શુભ ગ્રહ હોય અને સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો આ યોગનો પ્રભાવ ખતમ થઈ જાય છે. જો લગ્નેશ ચર મેષ, કર્ક, તુલા, મકર રાશિમાં હોય અને અષ્ટમેશ દ્રિસ્વભાવ-મિથુન, કન્યા, ધન, મીન રાશિમાં હોય તો અલ્પાયુ યોગ થાય છે. જો જન્મ લગ્નેશ સૂર્યનો શત્રુ હોય તો જાતક અલ્પાયુ હોય છે. તેજ રીતે શનિ અને ચંદ્ર બંને સ્થિર રાશિમાં હોય અથવા એક ચર અને બીજો દ્વિસ્વભાવમાં હોય તો વ્યક્તિનું મૃત્યુ 20 થી 32 વર્ષની મધ્યમાં થાય છે.

બચવાના ઉપાય:અલ્પાયુ યોગ ટાળવા માટે સૌ પહેલા જીવન પ્રદાન કરનારા શિવની આરાધના, દરેક દિવસે મહામૃત્યુંજય મંત્રની 21 માળા કરવી. દરેક માસની આઠમના દિવસે શિવને દહીંથી અભિષેક

કરવો. અનિષ્ટ ગ્રહોનો પ્રભાવ ટાળવા માટે નવગ્રહ યુક્ત પેંડન્ટ ગળામાં ધારણ કરવું.

મધ્યાયુ યોગ

મધ્યાયુ યોગ

32 વર્ષ બાદ અને 64 વર્ષ પહેલા થયેલ મૃત્યુ મધ્યાયુ યોગ ગણાય છે. જો લગ્નેશ સૂર્યનો સમ ગ્રહ બુધ હોય એટલે કે મિથુન અને કન્યા લગ્ન વાળાનું મૃત્યુ મધ્યાયુમાં થાય છે. જો લગ્નેશ અને અષ્ટમેશમાંથી એક ચર-મેષ, કર્ક, તુલા, મકર તથા બીજા સ્થિર-વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ રાશિમાં હોય તો જાતકનું મૃત્યુ મધ્યાયુ હોય છે. જો શનિ અને ચંદ્ર બંને દ્વિસ્વભાવ રાશિમાં હોય કે એક ચર અને બીજા સ્થિર રાશિમાં હોય તો જાતક મધ્યાયુ હોય છે. જો લગ્નેશ અને અષ્ટમેશ સામાન્ય સ્થાનોમાં હોય તો જાતક મધ્યાયુ હોય છે. વિદ્વાનોનું માનવું છે કે મધ્યાયુ યોગના જાતકોનું મૃત્યુ જન્મ સ્થળથી ઘણું દૂર થાય છે.

બચવાના ઉપાય :આ વ્યક્તિને અચાનક કોઈ આઘાત આવી શકે છે. પરિણામે તેમાંથી બચવા માટે ચંદ્ર અને શનિના ઉપાય કરાય છે. જાતકોએ ચાંદીનો સ્વસ્તિક ગળામાં ધારણ કરવો. દરેક શનિવારે ત્રણ ગરીબોને કાળા ધાબળા અને ચંપલ દાનમાં આપવા.

દિર્ઘાયુ યોગ

દિર્ઘાયુ યોગ

64 થી વધુ અને 120 વર્ષ સુધી થનારી મૃત્યુ દિર્ઘાયુ કહેવાય છે. જો જન્મ લગ્નેશ સૂર્યનો મિત્ર હોય તો વ્યક્તિને પૂર્ણ આયુ મળે છે. લગ્નેશ અને અષ્ટમેશ બંને ચર રાશિમાં હોય તો જાતક દિર્ઘાયુ હોય છે. જો લગ્નેશ અને અષ્ટમેશમાંથી એક સ્થિર અને બીજો દ્રિસ્વભાવ હોય તો જાતક દિર્ઘાયુ હોય છે. જો શુભ ગ્રહ અને લગ્નેશ કેન્દ્રમાં હોય તો દિર્ઘાયુ હોય છે. લગ્નેશ કેંદ્રમાં ગુરુ, શુક્રની સાથે હોય કે તેની દ્રષ્ટિ હોય તો જાતક પૂર્ણ આયુ ભોગવે છે. લગ્નેશ પૂર્ણ હોય અને કોઈ પણ ત્રણ ગ્રહ ઉચ્ચ, સ્વગ્રહી કે મિત્ર રાશિસ્થ થઈ આઠમાં ભાવમાં હોય તો જાતકની પૂર્ણ આયુ હોય છે. આવા જાતકોનું જીવન સુખભર્યુ હોય છે પણ વચ્ચે તેમને મુશ્કેલી આવતી રહે છે, જેનાથી બચવા તેમણે શિવ અને વિષ્ણુની આરાધના કરવી જોઈએ.

 દિવ્યાયુ યોગ

દિવ્યાયુ યોગ

ઉપરના પાંચ યોગ બાદ વારો આવે છે દિવ્યાયું યોગનો. આ યોગ ઉંમર સાથે જોડાયેલ નથી પણ તે વ્યક્તિનું જીવન કેવું રહેશે તે દર્શાવે છે. જો શુભ ગ્રહ બુધ, ગુરુ, શુક્ર, ચંદ્ર કેન્દ્ર અને ત્રિકોણમાં હોય અને બધા પાપ ગ્રહ 3, 6, 11માં સ્થાનમાં હોય તથા અષ્ટમ ભાવમાં શુભ ગ્રહ કે શુભ રાશિ હોય તો વ્યક્તિના જીવનમાં દિવ્ય આયુનો યોગ બને છે. આવા જાતકો જપ, તપ અને યજ્ઞ વડે હજારો વર્ષો સુધી જીવી શકે છે.

અમિત આયુ

અમિત આયુ

અમિત આયુ પામનારા દુર્લભ હોય છે. દેવતાઓ, વસુઓ, ગંધર્વોને આવું આયુષ્ય પ્રાપ્ત થાય છે. જો ગુરુ ગોપુરાંશ એટલે કે ચતુવર્ગમાં થઈ કેન્દ્રમાં હોય, શુક્ર પારાવતાંશ પોતાના ષડવર્ગમાં હોય અને કર્ક લગ્નમાં હોય તો વ્યક્તિ દેવ ગણાય છે. તેના આયુષ્યની કોઈ સીમા નથી. તે ઈચ્છા મુત્યુ મેળવવામાં સક્ષમ હોય છે. વિદ્વાનોનું માનવું છે કે ભિષ્મને આ યોગ પ્રાપ્ત હતો.

English summary
The determination of longevity is a difficult question and dependent upon a large number of factors here is exaplanation of Longevity as per Vedic astrology.
Please Wait while comments are loading...