For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન ગણેશ નહોતા કરવા માંગતા લગ્ન, પછી કેવી રીતે થયા તેમના લગ્ન?

કયા કારણથી ભગવાન ગણેશને લગ્ન કરવા પડ્યા અને તે પણ બે-બે સ્ત્રીઓ સાથે. આવો, આ પૌરાણિક કથાના માધ્યમથી જાણીએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શું તમે જાણો છો કે ગણેશજી લગ્ન કરવા માટે બિલકુલ ઈચ્છુક નહોતા. તેમને પોતાની સાધના-તપસ્યા કરવી અને સ્વચ્છંદ વિચરણ કરવુ અત્યાધિક પ્રિય હતુ. તે સદૈવ એકલા રહેવા માંગતા હતા અને લગ્નથી સદૈવ દૂર ભાગતા હતા. પછી છેવટે કોણે તેમને શ્રાપ આપ્યો જેના કારણે તેમને લગ્ન કરવા પડ્યા અને તે પણ બે-બે સ્ત્રીઓ સાથે. આવો, આ પૌરાણિક કથાના માધ્યમથી જાણીએ.

એક સમયની વાત છે

એક સમયની વાત છે

નવયૌવનથી સંપન્ન તુલસીદેવી તપસ્યા કરવા માટે તીર્થોમાં ભ્રમણ કરીને ગંગાના તટે જઈ પહોંચ્યા. ત્યાં તેમણે ગણેશજીને ધ્યાન કરતા જોયા. ગણેશજી કિશોરવય, નવયૌવનથી સંપન્ન, અત્યંત સુંદર પીતાંબર ધારણ કરેલ હતા. તેમના આખા શરીર પર ચંદનનો લેપ લગાવેલો હતો. તે સુંદર રત્નોથી સુશોભિત હતા. મંદ-મંદ સ્મિત કરીને તેઓ નારાયણનુ ધ્યાન કરી રહ્યા હતા. તેમને જોઈને તુલસીદેવી તેમના તરફ આકર્ષિત થઈ ગયા પરંતુ તેમને ગણેશજીનુ ગજમુખ અને લંબોદર હોવાનુ કારણ નહોતુ સમજાતુ. ગણેશજીને જોઈને તેઓ આકર્ષિત તો હતા પરંતુ તેમને હસવુ આવી ગયુ. આનાથી ગણેશજીનુ ધ્યાન ભંગ થયુ. ગણેશજીએ પૂછ્યુ વત્સે તમે કોણ છો? કોની કન્યા છો? તમારા અહીં આવવાનુ કારણ શું છે? મને જણાવો. શું તમે નથી જાણતા કે તપસ્વીઓનુ ધ્યાન ભંગ કરવુ સદા પાપજનક અને અમંગળકારી હોય છે.

તમે મારી સાથે વિવાહ કરી લો

તમે મારી સાથે વિવાહ કરી લો

આના પર તુલસીએ કહ્યુ - પ્રભુ! હું ધર્માત્મજની નવયુવતી કન્યા છુ. હું પતિની પ્રાપ્તિ માટે તપસ્યામાં સંલગ્ન છુ. માટે તમે મારી સાથે વિવાહ કરી લો. આ સાંભળીને અગાધ બુદ્ધિસંપન્ન ગણેશજીએ નારાયણનુ સ્મરણ કરીને કહ્યુ - હે માતા! વિવાહના વિષયમાં મારી બિલકુલ રુચિ નથી. હું સદૈવ પોતાની તપસ્યામાં લીન રહેવા માંગુ છુ. વિવાહ દુઃખનુ કારણ હોય છે. આ હરિ ભક્તિમાં અડચણો નાખે છે. તપસ્યાનો નાશ કરે છે, ભવ બંધનની રસ્સી છે, ગર્ભવાસકારક છે. માટે તમે મારા તરફથી પોતાનુ ધ્યાન હટાવી લો અને પોતાના માટે અન્ય કોઈ યોગ્ય વરની શોધ કરી લો.

'વિવાહથી ભાગી રહ્યા છો તો તમારા વિવાહ જરૂર થશે'

'વિવાહથી ભાગી રહ્યા છો તો તમારા વિવાહ જરૂર થશે'

ગણેશજીના આવા વચન સાંભળીને તુલસીને ગુસ્સો આવી ગયો. તેઓ ગણેશજીને શ્રાપ આપીને બોલ્યા - તમે મારો અનાદર કર્યો છે. વિવાહથી ભાગી રહ્યા છો તમારા લગ્ન જરૂર થશે અને બે-બે વાર થશે. આ સાંભળીને ગણેશીએ પણ તુલસીને શ્રાપ આપ્યો કે - દેવી! તમે નિઃ સંદેહ અસુરો દ્વારા ગ્રસ્ત થઈ જશો. તે પછી મહાપુરુષોના શ્રાપથી તમે વૃક્ષ બની જશો. ગણેશજીના શ્રાપથી તુલસી ચિરકાળ સુધી દૈત્યરાજ શંખચૂડની પત્ની બની રહ્યા. ત્યારબાદ શંખચૂડ શિવજીના ત્રિશૂલથી મૃત્યુ પામ્યો ત્યારે તુલસી વૃક્ષ બની ગયા.

Vastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ બાબતોનુ ધ્યાન રાખોVastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ બાબતોનુ ધ્યાન રાખો

English summary
Lord Ganesha marriage is one of the interesting stories in Hindu Puranas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X