Chandra Grahan 2020: વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ વિશે જાણો 10 મોટી વાતો

લોકોના મનમાં સવાલ છે કે આ ચંદ્રગ્રહણની તેમની રાશિ, તેમના જીવન પર કેવી અસર રહેશે? આ બધાનો જવાબ અમે તમને આપી રહ્યા છે.

નવી દિલ્લીઃ Lunar Eclipse 2020, Chandra Grahan 2020: 30 નવેમ્બરે વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ છે. સોમવારે કારતક પૂનમા દિવસે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં આ ચંદ્રગ્રહણ પડી રહ્યુ છે. કોરોના સંકટ કાળમાં થઈ રહેલ આ ચંદ્રગ્રહણ વિશે લોકોના મનમાં ઘણા સવાલ છે. લોકો જાણવા માંગે છે કે આ ચંદ્રગ્રહણ(Chandra Grahan 2020)ની અસર કેવી રહેશે? લોકોના મનમાં સવાલ છે કે આ ચંદ્રગ્રહણની તેમની રાશિ, તેમના જીવન પર કેવી અસર રહેશે? આ બધાનો જવાબ અમે તમને આપી રહ્યા છે. આવો જાણીએ આજે થનાર આ ખગોળીય ઘટના વિશે 10 મોટી વાતો -

ચંદ્રગ્રહણ 2020(Chandra Grahan 2020) વિશે 10 મોટી વાતો...

ચંદ્રગ્રહણ 2020(Chandra Grahan 2020) વિશે 10 મોટી વાતો...

  • 30 નવેમ્બરે કારતક શુક્લની પૂર્ણિમા તિથિ પર આ ચંદ્રગ્રહણ લાગવાનુ છે. ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે 1 વાગીને 4 મિનિટે શરૂ થશે અને બપોરે 3 વાગીને 13 મિનિટે તે પોતાના મધ્યકાળમાં હશે, જ્યારે આની અસર સૌથી વધુ હશે. વળી, 5 વાગીને 22 મિનિટે ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ જશે.
  • આ ચંદ્રગ્રહણમાં નહિ પડે સૂતકઃ તમને જણાવી દઈએ કે આ વખતના ચંદ્રગ્રહણ એક ઉપછાયા ગ્રહણ છે અને ભારતમાં દેખાશે નહિ જેના કારણે આ ચંદ્રગ્રહણ દરમિયાન આનો સૂતક કાળ માન્ય નહિ ગણાય. એટલે કે આ વખતે ચંદ્રગ્રહણથી પહેલા સૂતક કાળ માન્ય નથી.
  • ઉપછાયા ચંદ્રગ્રહણઃ વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. ઉપછાયા ચંદ્રગ્રહણનો અર્થ છે કે તે પૂર્ણ ચંદ્રગ્રહણ નથી. ઉપછાયા ચંદ્રગ્રહણના કારણે જ આમાં સૂતક કાળ નહિ લાગે. જ્યોતિષના જણાવ્યા મુજબ ઉપછાયા ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની વાસ્તવિક છાયામાં નહિ આવીને ઉપછાયાથી જ પાછો જતો રહે છે. જ્યોતિષ મુજબ ઉપછાયા ગ્રહણની કોઈ પણ ધાર્મિક અસર માન્ય ગણાતી નથી.
ભારતમાં નહિ દેખાય ચંદ્રગ્રહણ

ભારતમાં નહિ દેખાય ચંદ્રગ્રહણ

  • આ ગ્રહણની ભારતમાં કોઈ અસર નહિ દેખાય. ઉપછાયા ચંદ્રગ્રહણના કારણે લોકોને ગ્રહણ દરમિયાન થતા લોકાચારને કરવાની પણ જરૂર નથી પરંતુ આ ચંદ્ર ગ્રહણની ગ્રહો-નક્ષત્રો અને રાશિઓ પર અસર થવાની છે.
  • આ રાશિમાં છે ચંદ્રગ્રહણઃ આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં છે જેના કારણે આ રાશિના જાતકો પર અસર થવાની છે. વૃષભ રાશિવાળાને અમુક માનસિક તણાવ થઈ શકે છે.
  • ભારતમાં નહિ દેખાય ચંદ્રગ્રહણઃ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહિ દેખાય પરંતુ આની અસર દેખાશે કે જે ગ્રહો-નક્ષત્રો સાથે જોડેયેલી છે.
રાશિઓ પર દેખાશે અસર

રાશિઓ પર દેખાશે અસર

  • ગ્રહોની બદલાશે ચાલઃ ચંદ્રગ્રહણ દરમિયાન બૃહસ્પતિ અને શનિ ગ્રહની ચાલ બદલાશે. આ બંને ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. વળી, બુધ-સૂર્ય એક સાથે વૃશ્ચિક રાશિમાં રહેશે જેના કારણે આ રાશિના જાતકો પર અસર થશે. વળી, જૂની માન્યતાઓ મુજબ ચંદ્રગ્રહણ દરમિયાન રાહુ-કેતુ ચંદ્રમાને જકડી લે છે અને ખૂબ જ શક્તિશાળી થઈ જાય છે જેની અસર રાશિઓ પર દેખાય છે.
  • 4 કલાક 18 મિનિટનુ ગ્રહણઃ આ ગ્રહણ 4 કલાક 18 મિનિટ અને 11 સેકન્ડનુ હશે. ભારતીય સમયાનુસાર 1 વાગીને 4 મિનિટે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. 3 વાગીને 13 મિનિટે ચંદ્રગ્રહણ સૌથી ચરમ પર હશે. વળી, 5 વાગીને 22 મિનિટે તે ખતમ થઈ જશે.
  • ક્યાં દેખાશે આ ચંદ્રગ્રહણઃ આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, નૉર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને એશિયાના ઘણા વિસ્તારોમાં જોઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X