For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Magh Month 2022: 17 જાન્યુઆરીથી શરુ થશે માઘ સ્નાન, જાણો તેનુ મહત્વ

પોષ સુદ પૂનમ 17 જાન્યુઆરી, 2022થી માઘ સ્નાન પ્રારંભ થઈ રહ્યો છે. જાણો તેનુ મહત્વ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પોષ સુદ પૂનમ 17 જાન્યુઆરી, 2022થી માઘ સ્નાન પ્રારંભ થઈ રહ્યો છે. માઘ સ્નાન સુદ પૂનમ 16 ફેબ્રુઆરીના રોજ દાંડારોપિણી પૂનમ સાથે પૂર્ણ થશે. માઘ એટલે કે મહા મહિનો પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, પુણ્ય માટે શુભ હોય છે. મહા મહિનામાં સમસ્ત તીર્થ નગરીઓમાં પવિત્ર નદીઓના તટ પર મેળાનુ આયોજન થાય છે. લોકો દૂર-દૂરથી પુણ્ય અર્જિત કરવા પહોંચે છે. જો કે આ વખતે કોરોનાનુ રૌદ્ર રુપ સામે હોવાના કારણે ઘણી જગ્યાએ મેળાનુ આયોજન નહિ પણ થાય. મુખ્ય મેળો પ્રયાગરાજમાં સંગમ તટ પર થાય છે.

માઘ સ્નાનનુ ખૂબ મહત્વ

માઘ સ્નાનનુ ખૂબ મહત્વ

ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શાસ્ત્રોમાં માઘ સ્નાનનુ ખૂબ મહત્વ છે. આને મોક્ષ પ્રદાતા કહેવામાં આવે છે. માન્યતા છે કે માઘ મહિનામાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરવાથી દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબર ફળ પ્રાપ્ત થાય છે. માઘ મહિનામાં બ્રહ્મ મૂહૂર્તમાં જાગીને ગંગા, નર્મદા, યમુના, ક્ષિપ્રા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. આ મહિનામાં દાન-પુણ્ય, રોગીઓ, નિશક્તિની સેવા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસોમાં હરિદ્વારમાં મહાકુંભમાં ચાલી રહ્યુ છે જેમાંથી એક વાર ડૂબકી લગાવવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને વ્યક્તિની આધ્યાત્મિક ચેતના જાગૃત થાય છે.

નદીના પટ પર થાય છે કલ્પવાસ

નદીના પટ પર થાય છે કલ્પવાસ

માઘ મહિનાના સુદની પ્રતિપદા 2 ફેબ્રુઆરી, 2022તી ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થશે જે 10 ફેબ્રુઆરી સુધી ચાલશે માટે આ મહિનાનુ પુણ્ય અનેક ગણુ છે. આ મહિના દરમિયાન હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, અલાહાબાદ વગેરેમાં સ્નાન કરવાથી પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં સ્નાન કર્યા બાદ દાન-પ્રાપ્તિ થાય છે. અહીં સુધી કે આ મહિનામાં પવિત્ર નદીઓના તટ પર નિવાસ કરવાનુ પણ ખૂબ મહત્વ છે. આને કલ્પવાસ કહેવામાં આવે છે. પુરાણોમાં કલ્પવાસનુ વર્ણન મળે છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ એછે કે માઘ મહિનામાં પવિત્ર નદીઓના તટે કલ્પવાસ કરવો જોઈએ. આ દરમિયાન સંયમ, ધીરજ અને મૌન રહીને સાત્વિક જીવન જીવવુ જોઈએ.

ઘરમાં જ પવિત્ર નદીઓનુ જળ નાખીને કરો સ્નાન

ઘરમાં જ પવિત્ર નદીઓનુ જળ નાખીને કરો સ્નાન

બધા મનુષ્યો માટે પવિત્ર નદીઓના તટ પર જઈને સ્નાન કરવાનુ સંભવ નથી માટે પોતાના ઘરમાં જ પવિત્ર નદીઓના સ્નાનનુ પુણ્ય પ્રાપ્ત કકરી શકાય છે. આના માટે પૂર્ણ શ્રદ્ધા હોવી જરુરી છે. જો તમારી આસપાસ કોઈ પવિત્ર નદી ના હોય કે પવિત્ર નદીઓમાં સ્નાન માટે જવાની તમારી ક્ષમતા ના હોય તો ઘરમાં પણ માઘ સ્નાન સમાન પુણ્ય મેળવી શકાય છે. આના માટે તમારે મનમાં પવિત્રતા, શુદ્ધતા અને શ્રદ્ધા હોવી જરુરી છે. તમે પ્રાતઃ કાળ બ્રહ્મ મૂહુર્તમાં જાગીને પવિત્ર નદીઓનુ જળ(ગંગાજળ લગભગ બધા ઘરોમાં હોય છે) નાખીને તેનાથી સ્નાન કરો. શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરના દેવી-દેવતાઓની પૂજા કરો અને યથાશક્તિ ગરીબોને ભોજન કરાવો. ગાયોને લીલો ચારે નાખો. પક્ષીઓને દાણા ખવડાવો. આનાથી તમને પુણ્ય ફળોની પ્રાપ્તિ થશે. આ દિવસે શિવાર્ચન અને વિષ્ણુપૂજા કરવી પુણ્યદાયી હોય છે.

દાનનુ ખૂબ મહત્વ

દાનનુ ખૂબ મહત્વ

માઘ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનુ મહત્વ તો છે જ સાથે દાનનુ પણ મોટુ મહત્વ બતાવવામાં આવ્યુ છે. આ મહિનામાં ગરીબો, અશક્તો, અનાથો, દિવ્યાંગો, દ્રષ્ટિહીનનો જરુરિયાતની વસ્તુઓ દાન કરવી જોઈએ. અનાજ, ફળ, કપડા, જૂતા-ચંપલ, ગરમ કપડા, ધાબળા, ભોજન, દવાઓ વગેરેનુ દાન કરવાથી કુંડળીના ખરાબ ગ્રહોના ફળને નિષ્ફળ કરે છે.

English summary
Magha month 2022 starts on January 17. read all details here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X