Mahakumbh 2025 : મૌની અમાવસ્યા પર કુંભમાં જઈ રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે, જાણી લો નિયમો
Mahakumbh 2025 Mauni Amavasya : પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો મહાકુંભ પહોંચી રહ્યાં છે.
મહા કુંભમાં મૌની અમાસે 8 થી 10 કરોડ લોકો પહોંચી શકે છે. લોકોનો જમાવડો જોતા તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવાઈ છે.

સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ-નો VIP ઝોન જાહેર કરાયો છે. અહીં કોઈપણ પ્રકારના વાહનને નિયુક્ત પાર્કિંગ વિસ્તાર બહાર જવાની મંજૂરી નહીં અપાય. આ ખાસ દિવસે કોઈ VIP પ્રોટોકોલ પણ માન્ય નહીં રહે.
આ ઉપરાંત પવિત્ર સંગમ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા માટે કડક દેખરેખ રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓની અવરજવર એક તરફી રહે તે માટે પોન્ટૂન પુલ પર કેટલાક ખાસ નિયમો લાગુ કરાયા છે.
મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાએ 13 મુખ્ય અખાડાઓના સાધુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શાહી સ્નાન અને અમૃત સ્નાન દરમિયાન અખાડાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ વિસ્તારોમાં પ્રવેશવા ભક્તોએ અગાઉથી સ્લોટ બુક કરાવવા પડશે, છેલ્લી ઘડીએ કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને યુપી સરકારે રેલ્વે સાથે મળીને એક ખાસ યોજના તૈયાર કરી છે. પ્રયાગરાજના 9 રેલ્વે સ્ટેશનો પર 150 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. દર 4 મિનિટે એક ટ્રેન ઉપલબ્ધ રહેશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ સિવાય નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા સરકારે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. સંગમ અને આસપાસના વિસ્તારો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે અને પોલીસ, બચાવ ટીમો અને તબીબી સ્ટાફ ખડેપગે રહેશે.












Click it and Unblock the Notifications
