Mahashivratri 2024: ભગવાન શિવ શા માટે માથે ચંદ્ર અને ગળામાં સાપ ધારણ કરે છે? જાણો મહત્વ

Mahashivratri 2024: મહાશિવરાત્રીનો પર્વ સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના તહેવાર અંગે ઘણી ધાર્મિક માન્યતાઓ અને કથાઓ સાંભળવા મળે છે. જે અનુસાર મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા.

મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ છે શિવની મહાન રાત્રિ. મહાશિવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભગવાન શિવના કેટલાક પ્રતીકો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અહેવાલમાં આપણે ભગવાન શિવના ચિહ્નો અને તેના કારણો જાણીશું.

Mahashivratri 2024

ગળામાં સાપનો હાર - ભગવાન શિવ તેમના ગળામાં ફૂલોની માળા કે કોઈ ધાતુ નથી પહેરતા. તેમણે પોતાના ગળામાં વાસુકી નાગ પહેર્યો છે. એવું કહેવાય છે કે તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું સૂચક છે. આ ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે, તમામ તમોગુણી વસ્તુઓ તેમની નીચે છે.

ત્રીજી આંખ - એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલે છે, જ્યારે તેમનો ક્રોધ ચરમસીમા પર હોય છે. તેમની ત્રીજી આંખ જ્ઞાન અને ઊર્જાનું પ્રતીક છે, જ્યારે તે ખુલે છે, ત્યારે વિનાશ થાય છે. જોકે, ક્રોધ અને વાસના મહાદેવની નીચે છે.

માથા પર ચંદ્ર - ભગવાન શંકરના મસ્તક પર ચંદ્ર મુગટની જેમ શોભે છે, જેના કારણે તેમને સોમ અને ચંદ્રશેખર પણ કહેવામાં આવે છે. વળી, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, અને ભોલેનાથનું મન તેમના નિયંત્રણમાં છે.

જટામાંથી વહેતી ગંગા - ભગવાન શંકરની જટામાં માતા ગંગા બિરાજમાન છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવની જટાઓમાંથી જ દેવી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી હતી. ઉલ્લેખનીય છે કે, માતા ગંગા પવિત્રતા અને કલ્યાણનું પ્રતિક છે, જેના માત્ર દર્શનથી જ બધા પાપોનો નાશ થાય છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X