Makar Sankranti 2020: 15 તારીખે છે મકર સંક્રાંતિ, શુભ મુહૂર્ત, અને જાણો કઈ રાશિ પર કેવી અસર
દાન-પુણ્યનો મહાપર્વ મકર સંક્રાંતિ 15મી જાન્યુઆરીએ ઉજવવમાં આવશે. સૂર્ય દેવ 15 જાન્યુઆરીએ રાત્રે 2 કલાકને 8 મિનિટ પર ઉત્તરાયણ થશે એટલે કે સૂર્ય ચાલ બદલીને ધનથી નિકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે જ સૂર્યના દક્ષિણાયનથી ઉત્તરાયણ થવાના પર્વ સંક્રાંતિનું પુણ્ય કાલે 15 જાન્યુઆરીએ સર્વાથ સિદ્ધિ અને રવિ, કુમાર યોગનો સંયોગ પણ રહેશે.
જ્યોતિષાચાર્ય શોનૂ મલ્હોત્રાએ જણાવ્યું કે આ વખતે સંક્રાંતિનું વાહન ગર્દભ (ગધેડો) હશે. સંક્રાંતિનો પુણ્યકાળ 15 જાન્યુઆરી બુધવારના દિવસભર દાન-પુણ્ય અને સન્ાન કરવામાં આવે છે. મકર રાશિમાં પ્રવેશ કરતા જ સૂર્યદેવ ઉત્તરાયણ થઈ જશે. દિવસ પણ મોટો થવા લાગશે. આની સાથે જ માંગલિક કાર્યો પણ શરુ થઈ જશે. અહીં ટૂંકમાં જાણો કઈ રાશિ પર શું અસર પડશે.

કઈ રાશિ પર કેવી અસર પડશે
- સૂર્યદેવ મકરમાં પ્રવેશ કરતાં મેષ રાશિના જાતકોને ધન લાભ થશે.
- વૃષભ રાશિના જતકોને યશ કીર્તિમાં વૃદ્ધઇના યોગ છે.
- મિથુન રાશિના જાતકોના વિજય કારક ખર્ચાઓ વધશે.
- સિંહ રાશિના જાતકોના ભાગ્યનો ઉદય થશે.
- કન્યા રાશિના જાતકો માટે પ્રોપર્ટી લાભના યોગ છે.
- તુલા રાશિના જાતકોને ધન પ્રાપ્તિના યોગ છે.
- વૃશ્ચિક રાશિના જાતકો કોઈ વિવાદમાં ફસાઈ શકે છે.
- ધન રાશિના જાતકોને નોકરી ધંધામાં પ્રમોશન મળી શકે છે.
- મકર રાશિના લોકોના યશ કીર્તિમાં વધારો થશે.
- કુંભ રાશિના જાતકોના માન-સન્માનમાં વધારો થશે.
- મીન રાશિના જાતકોને કોઈ રોગ પરેશાન કરી શકે છે, સાવચેત રહેવું.

મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત
પુણ્યકાળ સવારે 7:19થી 12:31 વાગ્યા સુધી, મહા પુણ્યકાળ સવારે 07:19થી 09:03 વાગ્યા સુધી. મકર સંક્રાંતિની સાથે જ માંગલિક કાર્યોનો શુભારંભ થઈ જશે. વર્ષનું પહેલું વિવાહ મુહૂર્ત 15 જાન્યુઆરીએ પડશે. જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રએ જણાવ્યું કે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વિવાહ, નૂતન ગૃહ પ્રવેશ, નવું વાહન, ભવન ક્રય-વિક્રય, મુંડન જેવાં શુભ કાર્ય શરૂ થઈ જશે.

દાનથી મળશે પૂણ્ય
મકર સક્રાંતિના દિવસે દાન-દક્ષિણાનું વિશેષ મહત્વ હોય ચે. જ્યોતિષ વિદ્વાનોનું કહેવું છે કે આ દિવસે કરવામાં આવેલ દાન પુણ્ય અને અનુષ્ઠાન જબરદસ્ત ફળ આપનાર હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ સૂર્ય દેવ જ્યારે મકર રાશિમાં આવે છે તો શનિની પ્રિય વસ્તુઓના દાનથી સૂર્યની કૃપા વરસે છે. આ કારણે જ મકર સંક્રાંતિના દિવસે તલ નિર્મિત વસ્તુઓનું દાન શનિદેવની વિશેષ કૃપાને ઘર પરિવારમાં લાવે છે.
Makar Sankranti 2020: મકર સંક્રાંતિના દિવસે કેમ બનાવાય છે ખિચડી, જાણો તમારા ગ્રહ સાથેનું કનેક્શન