For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્ય

Makar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્ય

|
Google Oneindia Gujarati News

સૂર્ય દેવ મકરમાં પ્રવેશતા આ વિશેષ સંક્રાંતિને દેશભરમાં મકર સંક્રાંતિના રૂપમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધન રાશઇથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને સૂર્ય સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ કહેવાય છે. આ પુણ્ય અવસર પર સ્નાન, દાન અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે. મકર સંક્રાતિ પર સ્નાન માટે આમ તો દેશભરમાં કેટલાય પ્રમુખ તીર્થ સ્થળ પ્રખ્યાત છે, પરંતુ આ બધામાં સૌથી વધુ મહત્વ ગંગાસાગરનું માનવામાં આવે છે.

ગંગસાગરમાં કરો સ્નાન

ગંગસાગરમાં કરો સ્નાન

બરફથી ઢંકાયેલ હિમાલયથી આરંભ થઈ ગંગા નદી ધરતી પર નીચે ઉતરે છે અને હરિદ્વારથી થઈ મેદાની સ્થળો પર પહોંચે છે. જે ક્રમશઃ આગળ વધતા ઉત્તર પ્રદેશના વારણસી, પ્રયાગથી પ્રવાહિત થતી બંગાળની ખાડીને મળે છે. અહીં પવિત્ર પાવની ગંગા નદી સાગરને મળી જાય ચે આ જગ્યાને ગંગાસાગર એટલે કે સાગર દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. આ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. મકર સંક્રાંતિના દિવસે લાખો હિન્દુ તીર્થયાત્રી અહીં ડુબકી લગાવવા માટે એકઠા થાય છે અને કપિલ મુનિ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.

ગંગાસાગરનું પૌરાણિક મહત્વ

ગંગાસાગરનું પૌરાણિક મહત્વ

પુરાણોમાં ગંગા સાગરની ઉત્પત્તિ પાછળ એક કથા વિશે જણાવવામાં આવ્યું છે. જે મુજબ કપિલ મુનિના શ્રાપના કારણે જ રાજા સગરના 60 હજાર પુત્રોનું આ સ્થળે તત્કાળ મૃત્યુ થયું હતું. તેમના મોક્ષ માટે રાજા સગરના વંશ કે રાજા ભગીરથ ગંગાને પૃથ્વી પર લાવ્યા અને ગંગા અહીં દરિયાને મળી હતી. માન્યતા મુજબ ગંગાસાગરની પવિત્ર તીર્થયાત્રા હજારો તીર્થ યાત્રાઓની સમાન છે.

પુણ્ય મળે છે

પુણ્ય મળે છે

મકર સંક્રાંતિના અવસર પર અહીં સ્નાન કરવા દેશ વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે એકવાર ગંગાસાગરમાં ડુબકી લગાવવા પર 10 અશ્વમેઘ યજ્ઞ અને એક હજાર ગાય દાન કરવા બરાબર ફળ મળે છે. સ્નાન બાદ શ્રદ્ધાળુ અહીં આવેલ ભગવાન વિષ્ણુના અવતાર મનાતા કપિલમુનિના મંદિરમાં દર્શન કરે છે.

Makar Sankranti 2020: મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ ખાસ વાત નહિ જાણતા હોવ તમેMakar Sankranti 2020: મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ ખાસ વાત નહિ જાણતા હોવ તમે

English summary
Makar Sankranti 2020: significance of bath in gangasagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X