Makar Sankranti 2023 : મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું ન કરો સેવન, મળશે બેડ લક

મકરસંક્રાંતિના દિવસે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Makar Sankranti 2023 : ભગવાન સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ સાથે સૂર્ય ઉત્તર દિશા તરફ ગતી કરે છે, જેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આ પર્વ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ સાથે પોંગલ અને સંક્રાંતિ પણ 14 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આવા સમયે લોકોને ઉત્તરાયણની તારીખ વિશે અસમંજસમાં છે.

Makar Sankranti 2023

હિંદુ કેલેન્ડર મુજબ 14 જાન્યુઆરીના રોજ સૂર્ય ભગવાન રાત્રે 8.14 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ઉદિયા તિથિના કારણે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે આપણે એવા કેટલાક કામો વિશે જાણી લેવું જોઇએ કે, આ કામ તમારે ન કરવા જોઈએ.

દારૂનું સેવન ન કરવું જોઈએ

દારૂનું સેવન ન કરવું જોઈએ

મકરસંક્રાંતિના દિવસે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તામસિક ભોજનથી દૂર રહેવું

તામસિક ભોજનથી દૂર રહેવું

મકરસંક્રાંતિના દિવસે વ્યક્તિએ તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. મહા મહિનામાં કોઈપણ રીતે તામસિક, માંસાહારી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આવા પ્રકારના સેવન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી.

શુદ્ધ ભોજન કરવું

શુદ્ધ ભોજન કરવું

મકરસંક્રાંતિના દિવસે શુદ્ધ ભોજન કરવું શ્રેષ્ઠ છે. સવારથી સાંજ સુધી સાત્વિક ભોજન જ ખાવું. આટલું જ નહીં, લસણ અને ડુંગળીનો પણ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ. લસણ અને ડુંગળી તામસિક આહારમાં સમાવેશ થાય છે.

યથા શક્તિ અનુસાર દાન આપો

યથા શક્તિ અનુસાર દાન આપો

આ શુભ દિવસે જો કોઈ જરૂરિયાતમંદ અથવા ભિખારી ઘરમાં આવે તો તેને ખાલી હાથે પરત ન કરો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે. તેમને તેમની યથા શક્તિ અનુસાર દાન આપીને ઘરેથી વિદાય આપો.

ગરીબ અને અસહાય લોકોને ન કરો પરેશાન

ગરીબ અને અસહાય લોકોને ન કરો પરેશાન

મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને અસહાય વ્યક્તિને ભૂલથી પણ પરેશાન ન કરવા જોઈએ. જો શક્ય હોય તો આવા લોકોને મદદ કરો. ગરીબોને મુશ્કેલી આપીને તમે તમારી જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X