Makar Sankranti 2024: મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું ન કરો સેવન
Makar Sankranti 2024 : ભગવાન સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ સાથે સૂર્ય ઉત્તર દિશા તરફ ગતી કરે છે, જેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આ પર્વ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
આ સાથે પોંગલ અને સંક્રાંતિ પણ 14 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આવા સમયે લોકોને ઉત્તરાયણની તારીખ વિશે અસમંજસમાં છે.

હિંદુ કેલેન્ડર મુજબ 14 જાન્યુઆરીના રોજ સૂર્ય ભગવાન રાત્રે 8.14 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ઉદિયા તિથિના કારણે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે આપણે એવા કેટલાક કામો વિશે જાણી લેવું જોઇએ કે, આ કામ તમારે ન કરવા જોઈએ.
મકરસંક્રાંતિની તારીખ - મકરસંક્રાંતિ પોષ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે એટલે કે 15મી જાન્યુઆરીએ આવે છે. આ દિવસે, શુભ સમય સવારે 07:15 થી સાંજ 05:46 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ પૂજા, જાપ અને દાન કરી શકે છે.
આવા સમયે, મહા પુણ્ય કાળ સવારે 07.15 થી 09 કલાકે સુધી છે. આ સમયગાળામાં પૂજા અને દાન કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
દારૂનું સેવન ન કરવું જોઈએ - મકરસંક્રાંતિના દિવસે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તામસિક ભોજનથી દૂર રહેવું - મકરસંક્રાંતિના દિવસે વ્યક્તિએ તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. મહા મહિનામાં કોઈપણ રીતે તામસિક, માંસાહારી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આવા પ્રકારના સેવન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી.
સાત્વિક ભોજન લેવું - મકરસંક્રાંતિના દિવસે શુદ્ધ ભોજન કરવું શ્રેષ્ઠ છે. સવારથી સાંજ સુધી સાત્વિક ભોજન જ ખાવું. આ સાથે લસણ અને ડુંગળીનો પણ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ. લસણ અને ડુંગળી તામસિક આહારમાં સમાવેશ થાય છે.
યથા શક્તિ અનુસાર દાન આપો - આ શુભ દિવસે જો કોઈ જરૂરિયાતમંદ અથવા ભિખારી ઘરમાં આવે તો તેને ખાલી હાથે પરત ન કરો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે. તેમને તેમની યથા શક્તિ અનુસાર દાન આપીને ઘરેથી વિદાય આપો.
ગરીબ અને અસહાય લોકોને ન કરો પરેશાન - મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને અસહાય વ્યક્તિને ભૂલથી પણ પરેશાન ન કરવા જોઈએ. જો શક્ય હોય, તો આવા લોકોને મદદ કરો. ગરીબોને મુશ્કેલી આપીને તમે તમારી જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
