જાણો ઉત્તારાયણનું ધાર્મિક મહત્વ, જાણો ધર્મ શું કહે છે...

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરમાં લોહરી, પૂર્વમાં મકરસંક્રાંતિ અને દક્ષિણમાં પોંગલના નામે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમોરતાની સમાપ્તિ અને નવા વર્ષ અને શુભ દિવસોની શરૂઆત એટલે મકરસંક્રાંતિ.

Read also: 14 જાન્યુઆરી 2017 : આજનું રાશિફળ


સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણાતી નથી. પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે. કદાચ એટલે જ મકર સંક્રાંતિના શુભ અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે. ગુજરાતી પ્રજા આ દિવસે પતંગ ઉડાવી બે દિવસ તહેવાર ધુમધામથી મનાવે છે. ત્યારે ઉત્તરાયણના શુભ મૂર્હત અને તેના ધાર્મિક મહત્વ વિષે વધુ જાણો અહીં....

આ તિથિએ દિવસ અને રાત બરાબર

આ તિથિએ દિવસ અને રાત બરાબર

જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે કર્ક રાશિથી લઈ ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણયાનમાં ભ્રમણ કર છે. એટલે કે સૂર્ય કર્ક રેખાના દક્ષિણ ભાગમાં રહે છે અને મકરથી લઈ મિથુન સુધી સૂર્ય કર્ક રેખાનાઉત્તરી ભાગ (ઉત્તરાયણ) માં ગોચર કરે છે. સૂર્યના દક્ષિણયાનમાં રહેવાને કારણે દિવસ નાના અને રાત મોટી થવા લાગે છે. જ્યારે સૂર્યના ઉત્તરાયણમાં ગોચર કરવાને કારણે દિવસ મોટાઅને રાત નાની થવા લાગે છે. મકર સંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે. ધર્મગ્રંથો જણાવે છે કે સૂર્યના દક્ષિણયાન થતા 6 માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યના ઉત્તરાયણ થતા 6 માસ દેવતાઓના દિવસ ગણાય છે.

ઉત્તરાયણ પર તલનું મહત્વ

ઉત્તરાયણ પર તલનું મહત્વ

વિષ્ણુ ધર્મસૂત્રમાં ઉલ્લેખાયેલા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે તલના 6 પ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃધ્ધિ આવે છે. સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે. જેનું શિયાળા દરમિયાન સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે.

 • તલના તેલથી સ્નાન કરવું.
 • તલનું ઉબટન બનાવવું.
 • પિતૃઓને તલયુક્ત તેલ અર્પણ કરવું.
 • તલની આહૂતિ આપવી અને તલનું દાન કરવું.
 • તલનું સેવન કરવુ.
શુભ મુહૂર્ત અને મહત્વ

શુભ મુહૂર્ત અને મહત્વ

ઉત્તરાયણનો તહેવાર વર્ષ 2017ના દિવસે 14 જાન્યુઆરી ને શનિવારે ઉજવાશે. આ વર્ષે ઉત્તરાયણના શુભ મુહૂર્ત. સવારે 7 વાગ્યેને 50 મિનિટથી લઈ સાંજે 6 વાગ્યાને 8 મિનિટ સુધી રહેશે. આ દિવસે આખો દિવસ દાન-પુણ્ય કરી શકાશે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી વિશેષ લાભ થાય છે.

શુભ કામોની શરૂઆત

શુભ કામોની શરૂઆત

14 જાન્યુઆરીથી મકર સૂર્યમાં પ્રવેશ કરે છે. જેને કારણે આ દિવસથી તમામ શુભ કામો શરૂ થઈ જાય છે. આ દિવસ બાદ બાળકોની બાબરી, છેદન સંસ્કાર, લગ્ન વગેરે શરૂ થઈ જાય છે.

પુણ્ય પ્રાપ્ત કરવા આ વસ્તુઓ કરો

પુણ્ય પ્રાપ્ત કરવા આ વસ્તુઓ કરો

આ દિવસે પુણ્ય પ્રાપ્ત કરવા આમ કરવું. આ દિવસે વહેલા ઉઠી જળમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી 12 લોટા જળ સૂર્યને ચઢાવો. સાથે ગાયત્રી મંત્રનો જાપ કરજો.

 • તમારા પૂર્વજોને તલનું તેલ તર્પણ કરો, જેનાથી તમારી વંશ વૃધ્ધિ અને સમૃધ્ધિ જળવાઈ રહે.
 • તલથી બનેલી વસ્તુઓનું સેવન કરો, ખિચડીનું દાન કરો.
 • સંતાન પ્રાપ્તિ ઈચ્છાના જાતકો આ દિવસે ઉપવાસ કરે અને આદિત્ય હદય સ્ત્રોતનો પાઠ કરો.

શું દાન કરવું / શું નહીં?

શું દાન કરવું / શું નહીં?

 • આ દિવસે શારીરિક વ્યાધિઓથી ગ્રસ્ત લોકો સવારે સૂર્યને નમસ્કાર કરી તેમની આરાધના કરે.
 • પિતા-પુત્રમાં મતભેદ હોય તો આ દિવસે એકબીજાને લાલ વસ્તુ ઉપહારમાં આપે, સંબંધોમાં મિઠાસ આવશે.
 • આ દિવસે ઉબટન લગાવી તીર્થ જળથી સ્નાન કરવું. જો તીર્થનું જળ ઉપલબ્ધ ન હોય તો દૂધ અને દહીંથી સ્નાન કરવુ.
 • શું ન કરવું-પુણ્યકાળમાં દાંત સાફ ન કરવા. કટું શબ્દો કે અસત્ય ન બોલવું, ઝાડ ન કાપવું, ગાય, ભેસનું દૂધ કાઢવું અને મૈથુન વિષયક કર્મ ન કરવું.

English summary
Makar Sankranti / Uttrayan significance read the importance in Gujarati.
Please Wait while comments are loading...