Mangal Gochar 2024: મંગળ કરશે મકર રાશિમાં ગોચર, આ રાશિનો થશે ભાગ્યોદય
Mangal Gochar 2024: ફેબ્રુઆરીના મહિના ગ્રહોના ગોચર માટે અતિ શુભ રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. હાલ મંગળ ધન રાશિમાં બિરાજમાન છે. 5 ફેબ્રુઆરી, 2024ની રાત્રે 9 કલાક અને 7 મીનિટે પર મંગળ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે.
ગ્રહોના ગોચરને કારણે માનવ જીવનમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. મંગળના રાશિ પરિવર્તનથી 12 રાશિઓ પર શુભ અને કેટલીક અન્ય રાશિઓ પર અશુભ અસર પડે છે. આ અહેવાલમાં જાણીશું કે, કઈ રાશિના જાતકોને મંગળ ગોચરથી ફાયદો થશે.

મેષ રાશિ પર મંગળ ગોચરની અસર : મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનામાં મકર રાશિમાં મંગળનું ગોચર ખૂબ જ શુભ રહેશે. યુવાનોને કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની સંભાવના છે. જો તમે વેપાર કરી રહ્યા છો, તો તમને ધનલાભ થવાની સંભાવના છે. જેઓ અપરિણીત છે, તેમના માટે સંબંધ બનવાની સંભાવના છે. ઘરમાં મહેમાનોના આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે.
કર્ક રાશિ પર મંગળ ગોચરની અસર : કર્ક રાશિવાળા લોકો માટે મંગળનું ગોચર સારું રહેશે. કર્ક રાશિવાળા લોકો ભાગીદારીમાં વેપાર કરવાની યોજના બનાવી શકે છે. વેપારના સંબંધમાં તમારે બહાર જવું પડી શકે છે. તમારા જીવનસાથી તરફથી કોઈ ખાસ ભેટ મળવાની સંભાવના છે.
તુલા રાશિ પર મંગળ ગોચરની અસર : તુલા રાશિના જાતકોને મંગળ ગોચરથી વિશેષ લાભ મળવાના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે. કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે.
મકર રાશિ પર મંગળ ગોચરની અસર : ફેબ્રુઆરીમાં મંગળ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, તેથી મકર રાશિના લોકોને શુભ ફળ મળશે. જે લોકો વેપાર કરી રહ્યા છે, તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને પદ, પ્રતિષ્ઠા અને સન્માન મળવાની સંભાવના છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
