બુધ અને શુક્રની યુતિથી બની રહ્યો છે મહા રાજયોગ, આ 3 રાશિઓ થશે માલામાલ!
3 રાશિઓને આ મહા રાજયોગથી ઘણો ફાયદો થશે. આ રાશિઓની ગોચર કુંડળીમાં ડબલ રાજયોગ બની રહ્યો છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક જ રાશિમાં બે ગ્રહોના મિલનને યુતિ કહેવામાં આવે છે. 13 જુલાઈના રોજ, શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં બુધ ગ્રહ પહેલેથી જ બેઠો છે. આ બંને એક જ રાશિમાં સાથે હોવાથી મહારાજયોગ બની રહ્યો છે. જો કે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓને આ મહા રાજયોગથી ઘણો ફાયદો થશે. આ રાશિઓની ગોચર કુંડળીમાં ડબલ રાજયોગ બની રહ્યો છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિમાં જ મહા રાજયોગ બની રહ્યો છે જે આ રાશિના લોકો માટે ખાસ લાભદાયી રહેશે. તેમની ગોચર કુંડળીમાં 2 રાજયોગ બની રહ્યા છે. બુધ પોતાની રાશિમાં હોવાને કારણે ભદ્રા નામનો રાજયોગ બની રહ્યો છે. શુક્ર ગ્રહ સાથે હોવાને કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પણ બની રહ્યો છે. આ બેવડા રાજયોગથી ભૌતિક સુખો પ્રાપ્ત થશે. સાથે જ દશમા સ્થાનમાં ગુરુ હોવાના કારણે હંસ નામનો રાજયોગ બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન વેપારમાં સારો ફાયદો થશે. ભાગ્ય તમારો સાથ આપશે. આ સમયગાળા દરમિયાન નવી નોકરીની ઑફર થવાની સંભાવના છે અને જો તમે પહેલાથી જ ક્યાંક નોકરી કરતા હોવ તો પ્રમોશન થઈ શકે છે.

કન્યા
આ રાજયોગ આ રાશિ માટે પણ શુભ સાબિત થશે. આ રાશિની ગોચર કુંડળીમાં પણ બુધ ગ્રહ ભદ્રા નામનો રાજયોગ બનાવી રહ્યો છે. આ યોગ વેપારમાં લાભ આપશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે બુધાદિત્ય યોગ પણ બને છે. તેથી નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર માન-સન્માન મળી શકે છે. આ દરમિયાન ભાગ્યેશ, કર્મેશ, ધનેશ સાથે રહેવાના કારણે વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. નવી નોકરીની ઑફર આવી શકે છે. આ દરમિયાન ઓપલ કે હીરો પહેરવાનુ લકી સાબિત થશે.

મકર
આ રાશિના લોકોની ગોચર કુંડળીમાં બે રાજયોગ બની રહ્યા છે. આમાં રૂચક અને શશ નામનો રાજયોગ રચાઈ રહ્યો છે. આ બંને રાજયોગ અચાનક ધન લાભ કરાવશે. જો તમે કોઈ નવુ કામ કરવા ઈચ્છો છો તો આ સમય અનુકૂળ છે. જો તમે ધંધામાં કેટલાક પૈસા રોકાણ કરવા માંગો છો તો તમે કરી શકો છો. નવી નોકરીની ઑફર આવી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરો, રાશિ પર સાડા સતી ચાલી રહી છે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
