Budh Margi: 3 જૂનથી બુધ થશે માર્ગી, કરિયરમાં મોટી છલાંગ લગાવશે આ 4 રાશિના લોકો, માર્ગી બુધ આપશે પૈસા જ પૈસા

આવો જાણીએ 3 જૂને બુધ માર્ગી થયા બાદ કઈ રાશિઓનુ નસીબ ખુલવા જઈ રહ્યુ છે.

નવી દિલ્લીઃ બુધ 3 જૂનથી માર્ગી થઈ રહ્યા છે. બુધના માર્ગી થવાથી 4 રાશિઓનો ભાગ્યોદય કરાવશે. તેમના કરિયર અને આર્થિક સ્થિતિમાં શુભ ફળ મળશે. તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ 27 દિવસમાં રાશિ બદલે છે પરંતુ જ્યારે કોઈ રાશિમાં વક્રી હોય તો એમાં વધુ સમય સુધી રહે છે. હાલમાં બુધ વૃષભ રાશિમાં છે અને વક્રી ચાલ ચાલી રહ્યો છે. આવો જાણીએ 3 જૂને બુધ માર્ગી થયા બાદ કઈ રાશિઓનુ નસીબ ખુલવા જઈ રહ્યુ છે.

વૃષભ

વૃષભ

બુધ વૃષભ રાશિમાં જ ભ્રમણ કરી રહ્યો છે. બુધની સીધી ચાલ વૃષભ રાશિના લોકોનુ ભાગ્ય તેજસ્વી કરશે. તેમની કારકિર્દી અને જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થશે. મોટી પ્રગતિ થઈ શકે છે. નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. આવકમાં નોંધપાત્ર વધારો થશે. તમને રોકાયેલા પૈસા મળશે. પરિવારમાં ખુશીઓ આવશે.

મિથુન

મિથુન

માર્ગી બુધ મિથુન રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધારશે. નવી નોકરી મળી શકે છે. ઘરમાં સારો સમય પસાર થશે. પૈસાથી ફાયદો થશે. તમને માતા તરફથી વિશેષ પ્રેમ અને સહયોગ મળશે.

કન્યા

કન્યા

3 જૂનથી ગોચર કરી રહેલ બુધ કન્યા રાશિના જાતકોને લાભ આપશે. ખાસ કરીને વેપારીઓને વિશેષ સફળતા મળશે. આવકમાં વધારો થશે. ઘરમાં ધાર્મિક કે શુભ કાર્ય થઈ શકે છે. ધનલાભની તકો મળશે. તમે પારિવારિક પ્રવાસ પર જઈ શકો છો.

મકર

મકર

3 જૂનથી મકર રાશિના લોકો માટે પણ સારા દિવસો શરૂ થશે. વેપારમાં વધારો થશે. નોકરીમાં બદલાવ આવી શકે છે. ટ્રાન્સફરની પણ શક્યતાઓ છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકોની મદદ મળશે. કોઈ તરફથી સરપ્રાઈઝ કે ગિફ્ટ મળી શકે છે. માંગલિક પ્રસંગમાં ભાગ લઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X