બુધનો ધન રાશિમાં પ્રવેશ, જાણો શું થશે તમારા પર અસર
17 ડિસેમ્બરે બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે જેની તમામ રાશિઓ પર શું અસર થશે તે વાંચો અહીં.
Mercury enters Sagittarius: 15 ડિસેમ્બરે સૂર્યએ ધન રાશિમાં પ્રવેશ કર્યા બાદ હવે 17 ડિસેમ્બરે બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે. બૌદ્ધિક કાર્ય, બુદ્ધિ, ચિંતન-મનન, વેપાર-વ્યવસાય, કાર્યમાં અનુકૂળતા વગેરેના પ્રતિનિધિ ગ્રહ બુધનુ ધન રાશિમાં ગોચર બધી રાશિના લોકોને પ્રભાવિત કરશે. 17 ડિસેમ્બરે સવારે બુધ 11 વાગીને 36 મિનિટે બુધના ધન રાશિમાં પ્રવેશ કરવા સાથે જ તે ધંધા-વેપાર પર મોટી અસર કરશે. જે લોકો માટે બુધ અનુકૂળ છે તેમને વેપાર કરવાનુ સરળ બની જશે પરંતુ જેમના માટે બુધ ખરાબ છે તેમને થોડી મુશ્કેલી અનુભવાઈ શકે છે.

કઈ રાશિ પર શું અસર થશે
- મેષ: ભાગ્યકારક, નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ, પરિવારિક સુખ-શાંતિ.
- વૃષભ: નેત્ર રોગ, માનસિક પીડા, સુખમાં ઘટાડો, આર્થિક સ્થિતિ સામાન્ય.
- મિથુન: ક્રોધમાં વૃદ્ધિ, શારીરિક સુખ, પરિવારમાં સામંજસ્ય, ધનનુ આગમન.
- કર્ક: શત્રુમાં વૃદ્ધિ, માનસિક રોગોની સંભાવના, શારીરિક પીડા, પૈસાની કટોકટી.
- સિંહ: સંતાન, શિક્ષણમાં વિકાસ, ધન આગમન, વેપારમાં લાભ, માનસિક શાંતિ.
- કન્યા: સુખોમાં વૃદ્ધિ, સમ્માન, વેપારમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રમોશન, સંતાન સુખ.
- તુલા: ભાઈ-બહેનોથી સુખ, સંપત્તિની પ્રાપ્તિ, નવીન કાર્ય શરૂ કરવાના યોગ, ધન સુખ.
- વૃશ્ચિકઃ ધન લાભ, માનસિક લાભ, નેત્ર પીડા, વેપારમાં વૃદ્ધિ દાંપત્ય સુખ.
- ધન: માનસિક પીડા, નેત્ર રોગ, ધન લાભ, વેપારમાં લાભ, નોકરીમાં પ્રમોશન.
- મકર: ખર્ચમાં વધારો, બૌદ્ધિક કાર્યોથી લાભ, લેખનમાં રુચિ, નોકરીમાં પ્રમોશન.
- કુંભ: આવકના સ્ત્રોતમાં વધારો, વેપારમાં વૃદ્ધિ, નિર્ણય ક્ષમતામાં મજબૂતી, સુખમાં વધારો.
- મીન: નવા કાર્ય-વ્યવસાયનો પ્રારંભ, ધન લાભ, સંપત્તિની પ્રાપ્તિ, દાંપત્ય સુખ.

આ ઉપાય કરો
જે લોકો માટે બુધનુ ધન રાશિમાં ગોચર ઠીક નથી તેમણે બુધના પુરાણોક્ત મંત્રની નિયમિત રીતે એક માળા કરવી.
प्रियंगुकलिकाश्यामं रूपेणाप्रतिमंबुधम् ।
सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् ।।

જરૂર કરો આ ઉપાય
બુધવારના દિવસે ભગવાન ગણેશજીને 108 દૂર્વા અર્પિત કરો.
બુધવારના દિવસે ગાયને લીલા ચારા સાથે ધાણા ખવડાવો.
બુધવારના દિવસે લીલા મગ અને લીલી શાકભાજી ખાવી વર્જીત રહેશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
