ગળા પર તલ હોય તેવા લોકો હોય છે કંઈક ખાસ, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર
સામુદ્રિક શાસ્ત્ર મુજબ ગળા પર આવેલા તલના અલગ-અલગ અર્થ હોય છે. અહીં જાણો દરેક તલનો મતલબ.
Mole on Neck: શરીરના કોઈ અંગ પર અલગ-અલગ પ્રકારના તલ હોય છે અને તેના અર્થ પણ અલગ હોય છ. તેમાંય ખાસ કરીને ચહેરા પર તલ હોવા એ માત્ર સુંદરતાનુ જ પ્રતીક નથી પરંતુ આ તલ ભવિષ્ય વિશે પણ અમુક સંકેતો આપે છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પરના તલનુ ખૂબ મહત્વ જણાવવામાં આવ્યુ છે.

વિચારવાની અને સમજવાની શક્તિ વધુ હોય
જે લોકોની ગરદન પર તલ હોય તેમનો અવાજ કોયલ જેવો મધુર હોય છે. કેટલીકવાર લોકો તેમના મધુર અવાજને કારણે તેમના તરફ આકર્ષાય છે. જો આવા લોકો સંગીતના ક્ષેત્રમાં જાય છે તો તેઓ ખૂબ સફળ થાય છે. ગળાના ઉપરના ભાગમાં તલ હોય તેવા વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ વધુ હોય છે. આવા લોકોને તેમના જીવનના તમામ નિર્ણયો માટે વધુ વિચારવાની જરૂર નથી હોતી. આ લોકો પ્લાનિંગ કરવામાં સારા હોય છે.

હિંમતવાળા અને કામુક હોય
જે લોકોની ગરદનની પાછળની બાજુ તલ હોય તેઓ કરોડરજ્જુ સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ હોય છે. આવા લોકોને હંમેશા દુઃખાવો રહે છે અને તેના કારણે તેમને ઉઠવા-બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માનવામાં આવે છે કે જે લોકોની ગરદનની પાછળ તલ હોય છે તે લોકો હિંમતવાળા પણ હોય છે. તેમના જીવનમાં દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હોય છે. જે લોકોની ગરદનના નીચેના ભાગમાં તલ હોય એવા લોકોને કામુક માનવામાં આવે છે. કહેવાય છે કે આ લોકોના ઘણા મિત્રો હોય છે. આવા લોકો લાગણીશીલ પણ હોય છે. તેમને નાની ઉંમરમાં જ લાઈફ પાર્ટનર મળી જાય છે અને તેમના ઘણા અફેર પણ હોય છે.

ગુસ્સાવાળા અને તાર્કિક
ગળાની જમણી બાજુએ તલ હોય એવા લોકો ખૂબ ગુસ્સાવાળા હોય છે. આવા લોકો ભીડમાં પણ પોતાને એકલા અનુભવે છે. આ લોકો ઈચ્છે છે કે લોકો તેમને મળે અને તેમનુ ધ્યાન રાખે. સામુદ્રિક શાસ્ત્રમાં એવુ માનવામાં આવે છે કે જે લોકોની ગરદનની ડાબી બાજુ તલ હોય તેવા લોકો ખૂબ જ તાર્કિક હોય છે. આ લોકો સફળતા મેળવવા માટે ખરાબ લોકોને પણ પોતાના મિત્ર બનાવી લે છે.

તલના આકારનુ પણ મહત્વ
તલના આકારનુ પણ ખૂબ મહત્વ છે. વ્યક્તિના જીવનમાં મોટા તલનુ વિશેષ મહત્વ હોય છે. લાંબા તલ સામાન્ય રીતે સારા પરિણામ આપે છે. જો માથા પર વધુ તલ હોય તો વ્યક્તિને ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. જો કે જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો કોઈ પણ વ્યક્તિના શરીર પર 12થી વધુ તલ સારા માનવામાં નથી આવતા. શરીર પર તલ માટે અલગ-અલગ ધારણાઓ પણ છે. એવુ પણ કહેવાય છે કે શરીરના જે ભાગમાં તલ હોય તે તેના પૂર્વ જન્મમાં થયેલી ઈજા હોય છે.












Click it and Unblock the Notifications
