For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mythical Book: મહિલાઓ ચાર પ્રકારની હોય છે, જાણો કયા છે એ ભેદ?

કામશાસ્ત્રના આધારે લખાયેલા અનેક ગ્રંથોમાં મુખ્યત્વે સ્ત્રી જાતિના ચાર પ્રકારના ભેદ જણાવવામાં આવ્યા છે. અહીં જાણો વિગત.

By Desk
|
Google Oneindia Gujarati News

સ્ત્રીઓ અને પુરુષોની પ્રકૃતિ, સ્વભાવ, દેખાવ, રુપ-રંગ, કદ-કાઠી વિશે ઘણા ગ્રંથો લખાયા. તેમાંથી સૌથી વધુ લોકપ્રિય કામશાસ્ત્ર છે. કામશાસ્ત્રના આધારે લખાયેલા અનેક ગ્રંથોમાં મુખ્યત્વે સ્ત્રી જાતિના ચાર પ્રકારના ભેદ જણાવવામાં આવ્યા છે. આ ભેદ પદ્મિની, ચિત્રિણી, શંખિની અને હસ્તિની છે. હસ્તિની કરતાં શંખિની, શંખિની કરતાં ચિટ્ટિની અને ચિટ્ટિની કરતાં પદ્મિની શ્રેષ્ઠ કહેવાય છે.

woman

પદ્મિનીના લક્ષણ

શાસ્ત્રોમાં પદ્મિની સ્ત્રીના અનેક લક્ષણોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તેમના મતે, પદ્મિની સ્ત્રીની આંખો હરણના બાળક જેવી, આંખોના કિનારા લાલ-લાલ, પૂર્ણ ચંદ્ર જેવી તેજસ્વી અને ગોળ મુખ હોય છે. તે થોડુ અને સંતુલિત માત્રામાં ભોજન લે છે. વ્યવહારમાં કુશળ હોય છે. તેની પાસેથી ખીલેલા કમળ જેવી સુગંધ આવે છે. શરમાળ, સ્વાભિમાની, સોના અને ચંપાનાં ફૂલ જેવાં વર્ણવાળી, ધાર્મિક પ્રવૃત્તિની, પાતળી, હંમેશા સુંદર વસ્ત્રો ધારણ કરનાર, શંખ સમાન સુંદર ગરદન ધરાવનાર હોય છે.

ચિત્રિણીના લક્ષણ

ચિત્રિણી સ્ત્રીનુ શરીર દૂબળુ-પાતળુ હોય છે. ધીમી ગતિએ ચાલનારી, આંખો ચંચળ હોય છે. સંગીત અને હસ્તકલામાં રસ ધરાવનાર હોય છે. તેની ઉંચાઈ બહુ ઉંચી કે બહુ ઓછી નથી. પાતળી કમર, મોર જેવો અવાજ, કાળા વાળ, શંખ જેવી ગરદન, ચિત્રકળામાં કુશળ એવી સ્ત્રીને ચિત્રિણી કહેવાય છે.

શંખિનીના લક્ષણ

શંખિની સ્વભાવની સ્ત્રી સ્વભાવે ક્રોધિત હોય છે. તે ઝડપથી ચાલનારી, મધ્યમ માત્રામાં ખોરાક કરનાર, પિત્ત પ્રકૃતિવાળી હોય છે. શંખિની સ્ત્રી લાલ રંગના ફૂલ અને વસ્ત્રોમાં વિશેષ રસ લે છે. તેમના અવાજમાં ઘોંઘાટ હોય છે. કાળા જાડા અને લાંબા વાળ હોય છે.

હસ્તિનીના લક્ષણ

હસ્તિની સ્ત્રીનુ શરીર જાડુ હોય છે. વાળ સોનેરી, બહુ ખાનારી, ગોરો રંગ, ટૂંકી અને ઝૂકેલી ગરદનવાળી, ધીમી ચાલ, જાડા હોઠ હોય છે. આવી સ્ત્રીનો સ્વભાવ નરમ હોય છે અને તે કોઈપણ વ્યક્તિને ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરે છે. તે દરેક સાથે હળી-મળીને વાત કરે છે. તેના વાળની ​​લંબાઈ ઓછી છે.

English summary
Mythical Book: According to Kamashastra book four types of women, Padmini, Chitrini, Shankhini and Hastini.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X