Q અક્ષરવાળા સર્જનાત્મક શક્તિઓના માલિક હોય છે
'Q' અક્ષરથી શરૂ થતા લોકો સર્જનશીલ હોવાને લીધે ચિત્રકાર, કવિ કે લેખક સ્વરૂપે ઉભરી આવે છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'P' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'Q' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો!
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'Q' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

- જેમનું નામ અંગ્રેજી અક્ષર 'Q' થી શરૂ થતું હોય તેવા લોકો સર્જનાત્મક શક્તિના માલિક હોય છે.
- તેઓ હંમેશા કોઈને કોઈ કામ કરતા જ રહે છે, નકામા બેસી રહેવું તેમને ગમતું નથી.
- દરેક વસ્તુને અલગ રીતે કરનારા આ લોકોનો પોતાના જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ ઘણો દાર્શનિક હોય છે.
- તેઓ દરેક નાની નાની વાતમાં ખુશી શોધી જ લે છે.
- તેમની કાલ્પનિક દુનિયા જ તેમનું સર્વસ્વ હોય છે.
- પોતાના જીવનમાં તેઓ કંઈ ખાસ મેળવવાની અપેક્ષા રાખતા નથી, તેમ છતાં સામાન્ય રીતે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમને મળી રહે છે.
- તેમની અપેક્ષાઓ મર્યાદિત હોય છે.
- પોતાની જ દુનિયામાં રહેનારા આ લોકોને કોઈને નુકશાન પહોંચાડવું ગમતું નથી.
- તેઓ જીવનસાથી રૂપે ઘણાં સારા કહી શકાય, તેઓ સેક્સલાઈફમાં રસ ધરાવે છે અને તેને માણે પણ છે.
- અત્યંત લાગણીશીલ હોવાને લીધે તેમના જીવનમાં લાગણીઓનું સ્થાન સર્વોપરી હોય છે.
- તેમને ગુસ્સો ઘણો ઓછો આવે છે, પણ જ્યારે આવે છે ત્યારે તેઓ નિયંત્રણ બહાર થઈ જાય છે.
- દરેક કામ મનથી કરે છે, પરિણામે તેઓ ચિત્રકાર, કવિ કે લેખક રૂપે ઉભરી આવે છે.
- પૈસા, પ્રેમ અને નામ મેળવનારા આ લોકોને મળવા દરેક લોકો આતુર રહે છે.
- નજીકના તમામ લોકોને ખુશ કરવા તેઓ પ્રયત્નશીલ રહે છે.
- તેમની એક ખામી છે, તેઓ જલ્દી પોતાની વાત કોઈની સાથે શેર કરતા નથી.
- અંતે કહેવું જોઈએ કે, આવા લોકો સાથે હંમેશા મિત્રતા રાખવી જોઈએ. તેમની સાથે હળતા-ભળતા રહેવાથી હંમેશા કંઈક ને કંઈક નવું શીખવા મળે છે.
More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
