જાણો નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે મા અંબાનો શૃંગાર?

Posted By:
Subscribe to Oneindia News

નવરાત્રીના નવ દિવસ ભક્તો માતાને રીઝવવા અનેક યુક્તિઓ કરે છે. આ દરમિયાન સપ્તશતીનો પાઠ કરવો, નિયમિત માતાની પૂજા-અર્ચના કરવી, વિવિધ પકવાનો ધરાવો. માતાને ખુશ કરવા અનેક ઉપાયો કરવામાં આવે છે એમાંનો જ એક છે માતાનો શૃંગાર કરવો. માં અંબા દેવીઓની દેવી છે, જેની પાસે અપાર શક્તિ છે. માતા અત્યંત શક્તિશાળી અને સુંદર રહેવાને કારણે ભક્તો તેમનો શૃંગાર કરે છે. માતાનું રૂપ અનોખુ છે. નવરાત્રીના આ નવ દિવસ નવા નવા આભૂષણો, ચુંદડી, ફુલહાર, વસ્ત્રો દ્વારા માતાને સજાવવામાં આવે છે

માતાની સેવામાં તમામ દુઃખ વિસરાઈ જાય છે

માતાની સેવામાં તમામ દુઃખ વિસરાઈ જાય છે

માતાના ચરણોમાં ભક્તો તેમના તમામ દુઃખો ભૂલી જાય છે. માતા તેના બાળકોને જ્યારે મમતાની જરૂર પડે છે તે સમયે માતા પાર્વતી બની જાય છે અને જ્યારે તેના બાળકોના જીવનો સવાલ આવી જાય છે ત્યારે તે માતા કાળકાનું રૂપ ધારણ કરી લે છે. પરિણામે ભક્તો ખુશ થઈ માતાને સજાવે છે અને તેમની ચરણોમાં એટલા વિલિન થઈ જાય છે કે દુનિયાના દરેક દુઃખ, તકલિફોથી તેઓ પાર થઈ જાય છે.

માતા સાથે ભક્તોએ પણ સજવું

માતા સાથે ભક્તોએ પણ સજવું

માતા તેના ભક્તોના દિલમાં વસે છે. પરિણામે માની જેમ તેમના ભક્તોએ પણ સજવું, નવા નવા વસ્ત્રો અને આભુષણો ધારણ કરવા જોઈએ. જેથી તમે પૂરી રીતે માતાને સમર્પિત થઈ જાવ છો. આમ કરવાથી તમે ખુશ અને શાંત રહેશો જે તમારા માટે ખૂબ જરૂરી છે. પરિણામે દુર્ગા સપ્તશતી અને પૂરાણોમાં માતાના શૃંગારનું વર્ણન છે.

આભૂષણો પહેરાવવા

આભૂષણો પહેરાવવા

ઘણી જગ્યાએ જોવા મળે છે કે ભક્તો માતાને ફૂલ-હાર ઉપરાંત મોતીઓ અને આભૂષણો પહેરાવી માતાને સજાવે છે. આ શૃંગાર કરતી વખતે ભક્તો ખૂબ નાચ-ગાન કરે છે. જેથી માતાના શૃંગારનો સમય માતાની ભક્તિનો મોહક હિસ્સો છે.

લીલા-પીળા વસ્ત્રો

લીલા-પીળા વસ્ત્રો

એવું મનાય છે કે માતાને લાલ-પીળા રંગો અત્યંત પ્રિય છે અને તે આવા રંગોના વસ્ત્રો પહેરવું પસંદ કરે છે. આ કારણે લીલા-પીળા વસ્ત્રો પહેરાવી માતાને પ્રસન્ન કરવાના ભક્તો બનતા તમામ પ્રયત્નો કરે છે.

English summary
Navratri 2017: Maa Durga gives us Power, beauty, money and education.Read here more.
Please Wait while comments are loading...