Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navratri 2021: નવમાં દિવસે થાય છે મા સિદ્ધિદાત્રીની પૂજા

મા દુર્ગાના નવમા રુપનુ નામ સિદ્ધિદાત્રી છે. તે બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે.

નવરાત્રિનો 9મો દિવસઃ મા સિદ્ધિદાત્રી
રૂપઃ ખૂબ જ મોહક, ચાર ભુજાઓ
આસનઃ કમળ
વાહનઃ સિંહ
પૂજાઃ સિદ્ધિ માટે પૂજન

ma durga

મા દુર્ગાના નવમા રુપનુ નામ સિદ્ધિદાત્રી છે. તે બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રિ પૂજનના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનુ આસન કમળ અને વાહન સિંહ છે. ડાબા અને જમણા હાથમાં એક ચક્ર, ઉપરવાળા હાથમાં ગદા, જમણી બાજુ નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ પુષ્પ છે. ભગવતીના આ સ્વરૂપની જ આપણે નવરાત્રિના અંતિમ દિવસે આરાધના કરીએ છીએ. મા દુર્ગાના આ રૂપને શતાવરી અને નારાયણી પણ કહેવામાં આવે છે.

શતાવરી અને નારાયણી

દરેક પ્રકારની સિદ્ધિઓ આપનાર મા દુર્ગાનો આરંભ નિમ્ન લિખિત શ્લોકથી કરવી જોઈએ.

देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

અર્થાત હે મા! સર્વત્ર વિરાજમાન અને સિદ્ધિદાત્રી રૂપે પ્રસિદ્ધ અંબે, તમને મારા વારંવાર પ્રણામ છે અથવા આપને વારંવાર પ્રણામ કરુ છુ. હે મા, મને તમારી કૃપાને પાત્ર બનાવો.

મા સિદ્ધિદાત્રી અંતિમ

મા સિદ્ધિદાત્રી દરેક પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી અંતિમ છે. નવરાત્રિ પૂજનના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનાર સાધકને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કંઈ પણ તેના માટે મુશ્કેલ નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનુ સામર્થ્ય તેમાં આવી જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X