For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2022: નવરાત્રિમાં કુળદેવીની પૂજા કેમ જરુરી છે? અહીં જાણો મહત્વ

આજકાલ લોકો જાણતા નથી કે કુળદેવીની પૂજા કરવી કેટલુ મહત્વનુ છે. અહીં જાણો તેનુ મહત્વ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પારિવારિક પરંપરા મુજબ દરેક પરિવારમાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા હિંદુ પરિવારોમાં પેઢીઓથી ચાલી આવે છે પરંતુ આજકાલ ઘણા પરિવારોમાં કુળદેવીની પૂજા ઘટી રહી છે. ઘણા યુવાનો તેને નકારવા લાગ્યા છે પરંતુ કદાચ તેઓ જાણતા નથી કે કુળદેવીની પૂજા કરવી કેટલુ મહત્વનુ છે. અહીં જાણો તેનુ મહત્વ.

puja

વર્ષમાં બે નવરાત્રી આવે છે, શારદીય નવરાત્રી અને વાસંતિક નવરાત્રી. વાસંતિક નવરાત્રી ચૈત્ર મહિનામાં આવે છે અને શારદીય નવરાત્રી આસો મહિનામાં આવે છે. આ બંને નવરાત્રીઓમાં પરંપરા અનુસાર અષ્ટમી અને નવમીના દિવસે કુળદેવીની પૂજા કરવામાં આવે છે. ઘણા પરિવારોમાં અષ્ટમીના દિવસે અને ઘણા પરિવારોમાં નવમીના દિવસે કુળદેવીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા મોટાભાગના લોકોના ઘરોમાં કરવામાં આવે છે તેથી ઘણા લોકો તેમના કુળદેવીના મંદિરમાં પણ જાય છે અને તેની પૂજા કરે છે.

કેમ જરુરી છે કુળદેવીનુ પૂજન?

વંશ પરંપરા આગળ વધારવા, પરિવારની સુખ-સમૃદ્ધિ અને વૃદ્ધિ માટે વર્ષમાં બે વાર કુળદેવીની પૂજા કરવી જોઈએ. કુળદેવીની પૂજા કરવાનો અર્થ એ છે કે આપણે આપણા કુટુંબ, પેઢીઓ, આપણા પૂર્વજોની પારિવારિક પરંપરામાં વિદ્યમાન છીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

કુળદેવીનુ પૂજન ન કરવાની અસર

જે ઘરોમાં કુળદેવીની પૂજા થતી નથી તે પરિવારનો વંશ આગળ વધતો નથી, તે પરિવારમાં કોઈને કોઈ સંકટ આવે છે. પરિવારમાં કોઈ સ્વસ્થ રહેતુ નથી. તે પરિવારનો કોઈ સભ્ય હંમેશા કોઈને કોઈ રોગથી ઘેરાયેલો રહે છે. કુળદેવીની પૂજા ન કરવાથી પિતૃદોષ પણ અસરકારક બને છે.

કુળદેવીનુ પૂજન કરવાના લાભ

જે પરિવારોમાં વર્ષની બંને નવરાત્રીઓમાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખ અને સમૃદ્ધિ પ્રવર્તે છે. તેમનો વંશ આગળ વધે છે. કુળદેવીની પૂજા કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે.

સમયના અભાવમાં શું કરશો

આમ તો કુળદેવીની પૂજા કરવી જરૂરી છે અને દરેક પરિવારે કરવી જોઈએ પરંતુ અમુક ખાસ સંજોગોમાં, રોગની સ્થિતિમાં કે કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં જો કુળદેવીની પૂજા કરવી શક્ય ન હોય તો સાચા હૃદયથી અષ્ટમી કે નવમી જે દિવસે તમારા પરિવારમાં કુળદેવીની પૂજા થતી હોય એ દિવસે તમારા કુળદેવીનુ ધ્યાન ધરો અને તેમના નિમિત્ત મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો અથવા કન્યાને વસ્ત્ર વગેરે ભેટ આપો.

English summary
Navratri 2022: Read the importance of Kuldevi Puja. Know the connection between Kuldevi puja and Navratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X