Maha Navami 2023: મહાનવમી પર આ રીતે કરો મા સિદ્ધિદાત્રિની પૂજા, જાણો કન્યા પૂજન માટે સૌથી ઉત્તમ મુહૂર્ત
Maha Navami 2023: શારદીય નવરાત્રિની નોમના દિવસે મા દુર્ગાની નવમી શક્તિ માતા સિદ્ધિદાત્રિની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રિ નવ દુર્ગાઓમાંની છેલ્લી દેવી છે. માતા સિદ્ધિદાત્રિ એ દેવી છે જે તમામ પ્રકારની સિદ્ધિઓ આપે છે.
નવરાત્રિના નવમા દિવસે તેમની પૂજા દરમિયાન કન્યાઓની પૂજા કરવાનો પણ રિવાજ છે. આ દિવસે 9 કન્યાઓને દેવી માનીને તેમની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિમાં ઉપવાસ કરનારા ભક્તો મહાનવમીના દિવસે કન્યા પૂજા પછી ઉપવાસ તોડે છે. માન્યતાઓ અનુસાર નવમી તિથિ પર કન્યાઓની પૂજા કરવાથી માતા સિદ્ધિદાત્રિ ઈચ્છિત ફળ આપે છે.
આ દિવસે, શાસ્ત્રીય વિધિ અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવાથી, માતા સિદ્ધિદાત્રિ ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. માતા સિદ્ધિદાત્રિ ચાર હાથવાળી દેવી છે. સિંહ તેમનું વાહન છે. તે કમળના ફૂલ પર બેસે છે. તેમના જમણા હાથમાં કમળનું ફૂલ છે.
મા સિદ્ધિદાત્રિનો મંત્ર
ह्रीं क्लीं ऐं सिद्धये नम: या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
કન્યા પૂજનનુ શુભ મુહૂર્ત
મહાનવમી તિથિ 22 ઓક્ટોબરે રાત્રે 8 વાગે શરૂ થશે. 23મી ઓક્ટોબરે ઉદયા તિથિમાં નવમી તિથિ છે, તેથી મહાનવમી 23મીએ છે. સોમવારે 23 ઓક્ટોબરે કન્યા પૂજા કરવામાં આવશે. નવમી તિથિ 23 ઓક્ટોબરે સાંજે 5.45 વાગ્યા સુધી રહેશે. આ દિવસે શ્રવણ નક્ષત્રનો પણ શુભ સંયોગ થઈ રહ્યો છે. ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં રહેશે.
કન્યા પૂજા માટેના શુભ સમયની વાત કરીએ તો 23 ઓક્ટોબરના રોજ સવારે 6.26 થી 7.51 સુધી અમૃત યોગમાં કન્યા પૂજા કરવી ખૂબ જ શુભ છે. આ પછી તમે સવારે 9.16થી 10.40 સુધી કન્યા પૂજા કરી શકો છો.












Click it and Unblock the Notifications
