Navratri 2023 : નવરાત્રી દરમિયાન થશે સૂર્ય ગોચર, 5 રાશિને કરિયર અને ધંધામાં થશે લાભ
Navratri 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, સૂર્યને પિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય મજબુત રહેવાને કારણે કરિયર અને ધંધામાં ઇચ્છિત પરિણામ અને સફળતા મળે છે. કુંડળીમાં સૂર્ય કમજોર થવાના કારણે જાતકના જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવે છે.
કરિયર અને બિઝનેસમાં પણ અડચણો આવે. તેથી કુંડળીમાં સૂર્યનું બળવાન રહેવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષીઓ અનુસાર, સૂર્ય ભગવાન 30 દિવસમાં તેમની રાશિ બદલી નાખે છે.

હાલમાં સૂર્ય ભગવાન કન્યા રાશિમાં બિરાજમાન છે, અને નવરાત્રિ દરમિયાન 18 ઓક્ટોબરના રોજ તે કન્યા રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં ગોચર કરશે. આ તમામ રાશિઓ પર અનુકૂળ અને પ્રતિકૂળ અસરો કરશે. તેમાંથી 5 રાશિના લોકોને મહત્તમ લાભ મળશે.
સૂર્ય સંક્રાંતિ સમય - જ્યોતિષ કેલેન્ડર અનુસાર, સૂર્ય ભગવાન 18 ઓક્ટોબરના રોજ સવારે 01:29 કલાકે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તે 24 ઓક્ટોબરના રોજ સ્વાતિ નક્ષત્ર અને 7 નવેમ્બરના રોજ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પછી તે 17મી નવેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.
5 રાશિઓને થશે લાભ - રાશિ પરિવર્તન દરમિયાન સૂર્ય ભગવાન ધન રાશિના આવક ગૃહમાં, મકર રાશિના કરિયર ગૃહમાં, કુંભ રાશિના ભાગ્ય ઘર, કન્યા અને તુલા રાશિના ધન ગૃહમાં ગોચર કરશે. આ ઘરોમાં સૂર્યની હાજરી કે, દશાને કારણે વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં ઇચ્છિત સફળતા મળે છે.
કરિયર ગૃહમાં સૂર્યની હાજરી રોજગાર મળવાની શક્યતાઓ વધારે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય. આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. એકંદરે કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકોને સૂર્ય રાશિના પરિવર્તનથી ઘણો ફાયદો થશે.












Click it and Unblock the Notifications
