3થી 12મી ઓક્ટોબર વચ્ચે ઉજવાશે નવરાત્રી 2024, જાણો તારીખ
Navratri 2024: હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે. અન્ય બે નવરાત્રી ચૈત્ર અને આસો મહિનામાં ઉજવવામાં આવે છે.
શરદ ઋતુમાં ઉજવવામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી અથવા માતાજીના નોરતા તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શરદ ઋતુમાં ભાદરવો અને આસો માસનો સમાવેશ થાય છે.
આ વર્ષે આસો સુદ ત્રીજ બે હોવાના કારણે કારણે શારદીય નવરાત્રી 10 દિવસ ઉજવવામાં આવશે. 2024માં નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થશે, જે ગુજરાતી વિક્રમ સંવત કેલેન્ડર મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની એકમની તિથિ છે.
આસો મહિનાનો ત્રીજો દિવસ 5 ઓક્ટોબરના રોજ આવશે. આ સાથે 6 ઓક્ટોબરના રોજ પણ ત્રીજની તિથિ જ રહેશે. તેથી આ વર્ષે નવરાત્રીનો તહેવાર 10 દિવસનો થશે.
નવરાત્રીનો નવમો દિવસ શનિવાર, 12 ઓક્ટોબરના રોજ આસો સુદ નોમ સાથે સાંજે દશેરા અને વિજ્યાદશમીની પણ ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માતાજીના નોરતા એટલે નવરાત્રીના નવ દિવસ માઁઈ ભક્તો માતાજીની આરાધના કરે છે. અને સાંજથી મોડી રાત સુધી ગરબાના તાલે ઝુમે છે. આ નવ દિવસે માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ઘણા લોકો નવરાત્રી દરમિયાન એકટાણા તો ઘણા નકોરડા ઉપવાસ પણ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન ક્યારેય કોઈ પશુ-પક્ષીને
હડકારો કે ભગાડવું ન જોઈએ. આનાથી જે ઉપવાસ છોડી રહેલું માણસ ઉપવાસ છોડી શકશે નહીં. આ સાથે આ 9 દિવસ સાત્વિક આહાર લેવો જોઈએ.
નવરાત્રી 2024 તારીખો
- ગુરુવાર, 3 ઓક્ટોબર - પ્રથમ નોરતું
- શુક્રવાર, 4 ઓક્ટોબર - બીજું નોરતું
- શનિવાર, 5 ઓક્ટોબર - ત્રીજું નોરતું
- રવિવાર, 6 ઓક્ટોબર - ત્રીજું નોરતું
- સોમવાર, 7 ઓક્ટોબર - ચોથું નોરતું
- મંગળવાર, 8 ઓક્ટોબર - પાંચમું નોરતું
- બુધવાર, 9 ઓક્ટોબર - છઠ્ઠું નોરતું
- ગુરુવાર, 10 ઓક્ટોબર - સાતમુ નોરતું
- શુક્રવાર, 11 ઓક્ટોબર - આઠમુ નોરતું (નૈવેદ માટેની આઠમ)
- શનિવાર, 12 ઓક્ટોબર - નવમુ નોરતું અને વિજયા દશમી (દશેરા).
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
