નવરાત્રીઃ ત્રીજા દિવસે થાય છે મા ચંદ્રઘંટાની પૂજા
મા દૂર્ગાના ત્રીજા સ્વરૂપનુ નામ ચંદ્રઘંટા છે. સિંહ પર સવાર આ દેવીની મુદ્રાભરથી જ અત્યાચારી દાનવ-દૈત્ય અને રાક્ષક કાંપી જાય છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા થાય છે.
- નવરાત્રિનો ત્રીજો દિવસઃ ચંદ્રઘંટા
- રૂપઃ સુંદર, મોહક અને અલૌકિક
- ભૂજાઓઃ દસ
- વાહનઃ સિંહ
- પૂજા કરવાથી દરેક સમસ્યાનો અંત આવે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. માનુ આ સ્વરૂપ ખૂબ જ સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્ર સમાન સુંદર માના આ રૂપથી દિવ્ય સુગંદીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે. માનુ આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટાનો આકારનો અર્ધચંદ્ર છે માટે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.

આ શ્લોકથી શરૂ કરો પૂજન
શરીરનો રંગ સોના સમાન ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથમાં ખડગ વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર વિભૂષિત છે. તેમનુ વાહન સિંહ છે. તેમની પૂજા નિમ્નલિખિત મંત્રથી શરૂ કરવી. या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।। ચંદ્રઘંટા દેવીની આરાધનાથી સાધકમાં વીરતા અને નિર્ભયતા સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે.

ભક્ત થાય છે બધા કષ્ટોમાંથી મુક્ત
સૌએ મન, વચન અને કર્મ સાથે કાયાને સૂચિત વિધિ-વિધાન અનુસાર પરિશુદ્ધ-પવિત્ર કરીને ચંદ્રઘંટાને શરણાગત થઈને તેમની ઉપાસના કરવી જોઈએ. તેનાથી બધા કષ્ટોમાંથી મુક્ત થઈને સહજ પરમ પદના અધિકારી બની શકો છો.












Click it and Unblock the Notifications
