For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે ચૈત્રિ નવરાત્રિએ દરેક જાતકોને મળશે શુભ-લાભ

|
Google Oneindia Gujarati News

આજથી ચૈત્રિ મહાનવરાત્રિનો શુભારંભ થઇ ગયો છે. દરેક વખતની જેમ આ વખતે પણ ચૈત્રિ નવરાત્રિ ખૂબ જ આશાઓ લઇને આવી છે પરંતુ આ વખતની નવરાત્રિની એક ખાસ વાત છે અને તે એ છે કે તે દરેક જાતકો માટે ખૂબ જ શુભ છે. જેની શરૂઆતના પાંચ દિવસ ખૂબ જ શુભકારી છે. એવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે આ વખતે નવમી પુષ્ય નક્ષત્રમાં છે.

રાયપુરના જ્યોતિષાચાર્ય ચૂડામણિ તિવારીએ જણાવ્યું કે પ્રતિપદાથી નવમી સુધી દેવીના વિભિન્ન સ્વરૂપોની પૂજાનું વિધાન છે. નવરાત્રિના પાંચ દિવસ ખાસ યોગ-સંયોગના કારણે આ વખતે પર્વ ખૂબ જ શુભ થઇ ગયું છે. આ દિવસોમાં શ્રદ્ધાળુ પૂજા-અર્ચના, સાધનાની સાથે પુણ્યલાભ લઇ શકે છે.

તેમણે જણાવ્યું કે ચૈત્રિ નવરાત્રિની નવમી પર પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસ વિશેષ શુભ બની રહેશે. 8 એપ્રિલના રોજ પુષ્ય નક્ષત્રનો યોગ છે. આ સવારે 10.30 વાગ્યાથી બીજા દિવસે 9 એપ્રિલના બપોર 12.59 વાગ્યા સુધી રહેશે. તેમાં વાહન, આભૂષણ, ભૂમિ વગેરેની ખરીદી કરવી વિશેષ ફળદાયી છે.

આ દિવસે સુકર્મા યોગ પણ બની રહેશે. ભગવાન શ્રીરામનો જન્મોત્સવ પણ મનાવવામાં આવશે. 1 એપ્રિલના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધ યોગ બની રહ્યો છે. બંને સંયોગ સવારે 6.33થી રાત્રે 12.59 વાગ્યા સુધી રહેશે.

આગળની માહિતી જુઓ સ્લાઇડરમાં....

નવ સંવત્સર

નવ સંવત્સર

નવરાત્રિના પહેલા દિવસે ગુડી પડવા એટલે કે નવ સંવત્સર છે. આ દિવસે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના થશે. આ ઉપરાંત એક એપ્રિલના રોજ ચેટીચાંદ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત યોગ, 2 એપ્રિલના રોજ સૌભાગ્ય સુંદરી યોગ, 4ના રોજ શ્રીરામ રાજ્યોત્સવ અને 8 એપ્રિલના રોજ નવમીની સાથે પુષ્ય નક્ષત્ર યોગ છે.

શુદ્ધતા અને એકાગ્રતા

શુદ્ધતા અને એકાગ્રતા

પંડિત ચૂડામણિએ જણાવ્યું કે દેવીનું આહ્વાન લાલ ફૂલ અને અક્ષતથી કરવું શ્રેષ્ઠ બની રહેશે. ધરાનો ઉપયોગ કરવો નહી. દેવીને લાલ કનેરના ફૂલ, લાલ ઝંડા અને લાલ ચુંદડી વિશેષ પ્રિય છે. દુર્ગા સપ્તશતીના પાઠ સમયે શુદ્ધતા અને એકાગ્રતા પર ધ્યાન આપવાની જરૂરત છે.

જ્યોતિ કળશ

જ્યોતિ કળશ

નવરાત્રિમાં મનોકામના જ્યોતિ કળશનું વિશેષ મહત્વ છે. સ્થાપના પૂજામાં અને પાઠ, અનુષ્ઠાન અને હવન રાત્રિના સમયે વિશેષ ફળદાયક હોય છે. ચૈત્રિ નવરાત્રિની નવમી પર પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસ વિશેષ શુભ બની રહેશે.

સુકર્મા યોગ

સુકર્મા યોગ

8 એપ્રિલના રોજ સુકર્મા યોગ પણ બની રહેશે. ભગવાન શ્રીરામનો જન્મોત્સવ પણ મનાવવામાં આવશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ

સર્વાર્થ સિદ્ધિ યોગ

1 એપ્રિલથી સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. બંને સંયોગ સવારે 6.33થી રાત્રે 12.59 વાગ્યા સુધી રહેશે.

English summary
The festival of Navratri lasts for 9 days with three days each devoted to worship of Maa Durga, the Goddess of Valor, Ma Lakshmi, the Goddess of Wealth and Maa Saraswati, the Goddess of Knowledge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X