For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળની સામે રક્ષણ કરે છે મા કાળરાત્રી, જાણો પૂજાવિધિ

નવરાત્રીના કરો મા અંબાના નવે રૂપોની પૂજા અને મેળવો ઇચ્છીત ફળ. નવરાત્રીમાં માના સાતમા રૂપ' મા કાળરાત્રી'ની કરો પૂજા. આ અંગે વધુ વાંચો અહીં..

By Desk
|
Google Oneindia Gujarati News

21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિ દાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના સાતમાં રૂપ "કાલરાત્રી" વિશે.

માનું સાતમું રૂપ

માનું સાતમું રૂપ

નવરાત્રીમાં સાતમાં રૂપ તરીકે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે માતા કાલરાત્રીનું રૂપ અત્યંત વિકરાળ છે. તેમને ત્રણ નેત્રો અને વાહક તરીકે ગદર્ભ છે. માં ને પ્રસંન્ન કરવા જાતક ઉપવાસ કરી શકે છે. આથી જાતક ને સિદ્ધિ પ્રપ્ત થાય છે.

કાલરાત્રીનું સ્વરૂપ

કાલરાત્રીનું સ્વરૂપ

માતા દુર્ગાની સાતમી શક્તિ કાલરાત્રીના નામથી ઓળખાય છે. તેમના શરીરનો રંગ અંધકાર જેવો કાળો હોય છે. માથાના વાળ વિખરાયેલા હોય છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા હોય છે. આ દેવીના ત્રણ નેત્ર હોય છે. આ ત્રણે નેત્ર બ્રહ્માંડની સમાન ગોળ છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. તેઓ ગદર્ભની સવારી કરે છે. દરેક પ્રકારના ડરોને દૂર કરનારી મહાકાળની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु मां कालरात्रि रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કાળથી રક્ષે છે મહાકાળ

કાળથી રક્ષે છે મહાકાળ

કાળની સામે વ્યક્તિની રક્ષા કરનારી શક્તિ છે મહાકાળ. અંધકારમય સ્થિતિનો વિનાશ કરનારી શક્તિ છે કાળરાત્રી. માતા કાળરાત્રી અત્યંત શક્તિકાળી અને ફળદાયી છે. આજના દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં પ્રવેશ કરે છે. મા કાળીને શુભકારી પણ કહે છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ડરીને ભાગી જાય છે.

દુર્ગાનું સાતમું રૂપ છે વિકરાળ

દુર્ગાનું સાતમું રૂપ છે વિકરાળ

માતાનું સાતમું રૂપ વિકરાળ છે. પણ મા એ આ રૂપ પોતાના ભક્તોની ભલાઈ માટે લીધુ છે. કાલરાત્રીની ઉપાસના કરવાથી બ્રાહ્માંડની દરેક સિદ્ધિઓના દરવાજા ખુલવા લાગે છે અને તમામ અસુરી શક્તિઓ તેમના નામના ઉચ્ચારણ માત્રથી ડરીને દૂર ભાગવા લાગે છે. તેનાથી ભક્તોને કોઈ પણ પ્રકારનો ડર સતાવતો નથી. તેમના સાક્ષાત્કારથી ભક્તોને પુણ્ય મળે છે.

English summary
The seventh day of Navratri is dedicated to the most fearsome of all avatar Kaalratri, as dark as a moonless night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X