વાસ્તુ પ્રમાણે જાણો, મકાનનો પાયો નાખવા માટેની સંપૂર્ણ પૂજન વિધિ

Posted By:
Subscribe to Oneindia News

શિક્ષણ મેળવ્યા બાદ વ્યક્તિ નોકરીની શોધમાં લાગી જાય છે, નોકરી મળ્યા બાદ પૈસાની બચત કરી વ્યક્તિ સૌ પહેલા પોતાનું મકાન વસાવવા વિશે વિચારે છે. મકાન બનાવતી વખતે અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે, પરંતુ એ પહેલા જ્યારે મકાનના પાયા ખોદાય ત્યારે તેના પૂજનનું આપણા શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. આ પૂજન કઈ રીતે કરવું, એ અંગે આજે અમે તમને જણાવીશું.

જ્યારે પાયાનું ખોદકામ પૂરું થઈ જાય અને જમીન સપાટ થઈ ચણતર માટે તૈયાર હોય ત્યારે મકાન બનાવવા માટેનો પહેલો પાયો મુકાય છે, જેનું પૂજન અને શિલાન્યાસ કરવો જોઈએ.

bhumi pujan
  • આ માટે સૌ પહેલા શિલાન્યાસના સ્થાને ચોક પૂરો કરી ગૌરી, ગણેશ, કળશ, નવગ્રહ વગેરેની પૂજા માટે સ્થાપના કરો. ત્યારબાદ નહાઈને શુદ્ધ અને સફેદ વસ્ત્રો ધારણ કરી પૂર્વ દિશા તરફ મુખ રાખી કળશ દ્વારા પોતાની અને પૂજન સામગ્રી પર જળનો છંટકાવ કરી પવિત્ર કરો.
  • ત્યારબાદ સ્વસ્તિક વાચન અને ગણપતિ ભગવાનનું સ્મરણ કરી ગૃહારંભનો સંકલ્પ કરો. ત્યારબાદ ગણેશ, ગૌરી, કળશ, નવગ્રહ વાસ્તુ અને અન્ય દેવોનું મંત્રોચ્ચાર દ્વારા પૂજન અને પુષ્પાંજલી કરી પ્રાથના કરવી.
  • આમ કર્યા પછી ચાર પાનમાં એક વાસ્તુ ચિહ્ન રૂપે થોડા ચોખા, બીજા પાન પર સોનું અથવા ચાંદીનો નાગ, ત્રીજા પાન પર કાચબો અને ચોથા પાન પર પંચરત્ન રાખી ક્રમથી વાસ્તોષ્પતિ કચ્છપ અથવા કાચબા વારાહનું આહવાન, પ્રતિષ્ઠા અને પૂજન વગેરે કરી તાંબાના લોટામાં નાખી દો.
  • લોટામાં લાવેલ દૂધ પણ નાખી દો. ત્યાર બાદ સ્તુતિ કર્યા પછી પાંચ શિલાઓ અથવા ઈંટો પાણીથી ધોઈ સામે અલગ-અલગ રાખી પંચામૃતથી સ્નાન કરાવી તેના પર સ્વસ્તિકનું નિશાન બનાવી કુમકુમ, ચંદન વગેરે લગાવી વસ્ત્રથી ઢાંકી દો અને નંદા, ભદ્રા, જયા રિક્તા તથા પૂર્ણાના નામથી આહવાન અને પૂજન કરી શિલાઓ ઉપર ચોખા છાંટી પાંચ શિલાઓને ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું આહવાન કરી ऊॅ ब्रम्हणे नमः, ऊॅ विष्णवे नमः, ऊॅ ईश्वराय नमः, ऊॅ सदाशिवाय नमः આ મંત્રોનું ઉચ્ચારણ કરી પૂજન અને જળથી અભિષેક કરો. 
  • ત્યાર બાદ ચોખા લઈ જમીનનું આહવાન અને પૂજન કરો. એક ખેરના ખુંટાની સામે પૂજન કરી વચ્ચો વચ્ચ પ્લોટમાં દાબી દો. ખૂંટાની ઉપર તાંબાના લોટાને ઢાંકણા સાથે ઉઠાવી મુકી દો. કળશની ઉપર દીપક પ્રગટાવો. ચૂનો, સિમેન્ટ વગેરેથી તેને ઢાંકી તેના ઉપર અને ચારે બાજુ પાંચ ઈંટોને ચણી દો. જરૂરિયાત પ્રમાણે ઈંટો લઈ જોડી તેના પર સિમેન્ટ લગાવી ચોરસ ચબૂતરો બનાવી તેના પર સ્વસ્તિક બનાવો.
  • ત્યાર બાદ સ્વસ્તિક પર વિશ્વકર્માજીનું પૂજન કરી ચોખા, ફૂલ લઈ પ્રાથના કરો. અંતે આરતી કરી દેવ-વિસર્જન અને તિલક લગાવી આશીર્વાદ લો. બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને દક્ષિણા આપો. પાયાનું પૂજન કરવાના દિવસે ઓછામાં ઓછા પાંચ બ્રાહ્મણોનો જરૂર જમાડો.
English summary
Designing home office is an interesting idea and but could be an expensive undertaking. Its design should be according to Vastu in order to get affordable.
Please Wait while comments are loading...