મૂળાંક પ્રમાણે કરો કરિયરની પસંદગી, મળશે સફળતા

જીવનમાં સફળતા મેળવવી એ દરેકની પ્રાથમિક્તા હોય છે. કોઈને નોકરીમાં સફળ થવું હોય છે, તો કોઈને બિઝનેસ વિક્સાવવો હોય છે.

જીવનમાં સફળતા મેળવવી એ દરેકની પ્રાથમિક્તા હોય છે. કોઈને નોકરીમાં સફળ થવું હોય છે, તો કોઈને બિઝનેસ વિક્સાવવો હોય છે. આ માટે કેટલાક લોકો પોતાની તમામ તાકાત લગાવી દે છે, અને તેમને ધાર્યું પરિણામ પણ મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ હોય છે, જેમને લાંબા પ્રયત્નો છતાંય સફળતા નથી મળતી.

મૂળાંક એટલે તમારી જન્મ તારીખનો સરવાળો. જે તમને એ જાણવામાં મદદગાર સાબિત થશે કે કઈ કરિયર તમને સફળતા અપાવશે. તો ચાલો જાણીએ કે કયા ક્ષેત્રમાં કરિયર બનાવવી તમારા માટે સારી સાબિત થશે.

આ પણ વાંચો: આ રાશિના લોકોનું ખુબ જ ઝડપી બ્રેકઅપ થઇ જાય છે

1

1

મૂળાંક 1 વાળા લોકો સારા ટીમલીડર સાબિત થઈ શકે છે. તમે જીવનમાં આવતા પડકારોથી ડરો તો છો, પરંતુ સાથે જ જોખમ ઉઠાવવામાં તમે શ્રેષ્ઠ છો. જો તમે બિઝનેસ કરવા ઈચ્છો છો, તો અહીં તમે સફળ થઈ શકો છો. આ ઉપરાંત તમે જો નોકરીમાં કિસ્મત અજમાવવા ઈઅછો છો તો તમે મેનેજમેન્ટનું ક્ષેત્ર પસંદ કરી શકો છો.

2

2

મૂળાંક 2 વાળા લોકો કલાપ્રેમી હોય છે, જો તમે ડાન્સ, પેઈન્ટિંગ કે ફેશનના ક્ષેત્રમાં કરિયર બનાવશો તો સફળતા જરૂર મળશે.

3

3

મૂળાંક 3 વાળા લોકો હિસાબ કિતાબમાં હોંશિયાર હોય છે. સાથે જ તેમનો સ્વભાવ પણ મજબૂત હોય છે. જો તમે નોકરી કરવા ઈચ્છો છો તો બેન્કિંગ ક્ષેત્રમાં જઈ શકો છો. આ ઉપરાંત જો તમારે ધંધો શરૂ કરવો હોય તો અહીં પણ તમારી સફળતાના ચાન્સિસ છે.

4

4

4 મૂળાંક વાળા લોકોની નિર્ણય લેવાની ક્ષમતા સારી નથી હોતી એટલે હંમેશા તમારા નિર્ણયો ખોટા સાબિત થાય છે. તેઓ પોતે તો મુશ્કેલીમાં મૂકાય જ છે, બીજા માટે પણ મુશ્કેલી તૈયાર કરે છે. પણ જો તમે ઈચ્છો તો કલાના ક્ષેત્રમાં જોડાઈ શકો છો.

5

5

5 મૂળાંક વાળા વ્યક્તિઓ વાતચટીતમાં કુશળ હોય છે, આ તમારું જમાપાસું છે. આ ઉપરાંત તમે સમજી વિચારીને તમામ નિર્ણયો લો છો. આ મૂળાંકવાળા લોકો સ્પોર્ટ્સમાં આગળ હોય છે. સ્પોર્ટસ ઉપરાંત તમે ટેક્નોલોજીના ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો.

6

6

6 મૂળાંક વાળા વ્યક્તિઓનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તમે હોટેલ મેનેજમેન્ટ, સિનેમા વગેરે ક્ષેત્રમાં તમારું કરિયર બનાવશો તો તમે સફળ થશો.

7

7

આ મૂળાંક વાળા વ્યક્તિઓ ખૂબ જ તેજ હોય છે. તેમને નવી ચીજો શીખવી અને જુદી રીતે વિચારવી એ તેમની ખાસિયત હોય છે. તમારે એવા ક્ષેત્રમાં કરિયર બનાવવું જોઈએ જ્યાં તમારું મગજ વપરાય અને તમને ક્રિએટિવિટી દર્શાવવાની તક મળે.

8

8

8 મૂળાંકવાળા લોકો મહેનતુ હોય છે, પરંતુ તમને સફળતા ખાસ્સા સંઘર્ષ બાદ જ મળે છે. તમે સ્પષ્ટવક્તા છો. જો તમે રાજકારણ કે પ્રોપર્ટી અંગેના કામમાં કિસ્મત અજમાવવા ઈચ્છશો તો તમને સફળતા મળશે.

9

9

9 મૂળાંકવાળા લોકો રમત ગમતમાં આગળ હોય છે. જો તેઓ આ ક્ષેત્રમાં જવા ઈચ્છે તો તમારી કિસ્મત ચમકી શેકકે છે. આ ઉપરાંત ડિફેન્સ કે ધંધામાં પણ તમે પ્રયત્ન કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X