For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિના લોકોનું ખુબ જ ઝડપી બ્રેકઅપ થઇ જાય છે

શું તમને ક્યારેય એ વિચારી આશ્ચર્ય થતો નથી કે દરેક વ્યક્તિ એકબીજાથી કેટલા અલગ હોય છે? ધારો કે કોઈને તેમનો સમય કોઈ સાથે વહેંચવાનું નથી ગમતું, તો કેટલાક લોકો એકલા રેહવાની વાતથી ડરતા હોય છે.

|
Google Oneindia Gujarati News

શું તમને ક્યારેય એ વિચારી આશ્ચર્ય થતો નથી કે દરેક વ્યક્તિ એકબીજાથી કેટલા અલગ હોય છે? ધારો કે કોઈને તેમનો સમય કોઈ સાથે વહેંચવાનું નથી ગમતું, તો કેટલાક લોકો એકલા રેહવાની વાતથી ડરતા હોય છે.

કેટલાક લોકો સંબંધમાં આવે છે પરંતુ તેઓ લાંબા સમય સુધી સાથે રહી શકતા નથી. તેમના સંબંધોના સ્ટેટસ બદલાતા રહે છે. શું તમે ક્યારેય આવા લોકોને મળ્યા છો અથવા તો તમારા મિત્રનો આવો જ હાલ છે? શું તમારી સહેલી અને મિત્ર રિલેશનશિપમાં આવે છે પરંતુ ખૂબ જલ્દી તે ઘુટણ અનુભવવા લાગે છે? અને જો તેઓ આમ કરે તો તેમને દોષ આપવાની જરૂર નથી.

આ પણ વાંચો: રિલેશનશિપમાં આ રાશિના લોકોને સુપર રોમેન્ટિક માનવામાં આવે છે

જ્યોતિષવિદ્યા અનુસાર, કેટલાક લોકોને દરેક જગ્યાએ તે સુસંગતતા નથી મળી શકતી. તેઓ સંબંધ સુધારવા માટે સમય લે છે, પરંતુ સમય પસાર થતાં, તેઓ સારું અનુભવતા નથી અને તેઓ બ્રેકઅપ કરી લે છે. આજે, આ લિસ્ટમાં અમે એ રાશિઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જે ખૂબ જ ઝડપથી બ્રેકઅપ કરી લે છે.

મેષ

મેષ

મેષ રાશિના લોકો ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે, પરંતુ તેઓ સમજદાર પણ એટલા જ હોય છે. વાત વાત પર ગુસ્સે થવાની તેમની આદતથી તમે સમજી રહ્યા હસો કે બ્રેકઅપ થવાનું આ જ કારણ છે પરંતુ તે નથી. હકીકતમાં, સંબંધ સમાપ્ત કરતા સમયે તેમનો સમજદાર પક્ષ હાવી રહે છે. આ રાશિના લોકો ખૂબ ઝડપથી સંબંધ શરૂ કરે છે અને સમાપ્ત પણ કરે છે. જો તેઓને ખબર પડે કે સંબંધ આગળ વધી શકતો નથી, તો પછી તે ચાલુ રાખી શકતા નથી.

તુલા

તુલા

તમને આશ્ચર્ય થતું હશે કે તુલા રાશિનું નામ આ લિસ્ટમાં કઈ રીતે, ઈમોશનલ લોકો માટે કોઈથી અલગ થવું ખુબ જ દુઃખદ હોય છે. કદાચ તેમનો ઈમોશનલ સ્વભાવ જ તેમને રિલેશનશિપમાં કોઈની સાથે વધુ સમય સુધી રહેવા દેતો નથી. તુલા રાશિના લોકો ક્યારેક ખૂબ જ ગુસ્સો અને અણઘડ વર્તન કરે છે. તેઓ બ્રેકઅપ માટે પોતાને ખુબ જ સારી રીતે તૈયાર કરી લે છે. જ્યારે વસ્તુઓ તેમના મુજબ ન ચાલે ત્યારે તે ઝગડો કરવાને બદલે બ્રેકઅપ કરવાનું વધુ સારું સમજે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી ત્યારે તેમની સાથે ચાલવાનું પણ સારું હોતું નથી અને વૃશ્ચિક રાશિના લોકો આ વસ્તુને માને છે. આ સંબંધ છોડતા પહેલા, તેઓ તેને સુધારવા માટે કામ કરે છે. પરંતુ જ્યારે તેઓ સમજી જાય છે કે આ બાબત આગળ વધી શકે તેમ નથી, ત્યારે તેઓ સંબંધ સમાપ્ત કરવા માટે એક મિનિટ પણ લગાવતા નથી. આવા સંજોગોમાં, તેઓ તેમના સાથી સાથે ગાળેલા સુખદ ક્ષણો ભૂલી જવા માટે તૈયાર થઇ જાય છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો દિલ તૂટવાથી ઘભરાય છે.જ્યારે સંબંધ સારી રીતે ચાલી રહ્યો નથી અને તેઓ માને છે કે તેમના ભાગીદાર તેમને છોડી દેશે અથવા તેનાથી પણ કંઇક ખરાબ થશે તો તે ડરથી કુંભ રાશિના લોકો પોતાની જાતે જ બ્રેકઅપ કરી લે છે. જો પાર્ટનર તેમને પહેલા છોડે તો તેમના માટે તે દુઃખને સહન કરવું મુશ્કેલ છે. આ કારણે તેઓ સેફ ગેમ રમે છે અને પોતે જ પહેલા બ્રેકઅપ કરે છે.

મીન

મીન

મીન રાશિના લોકો મોટે ભાગે તેમના અંતર્જ્ઞાનના આધારે કાર્ય કરે છે. તેમની ગટ ફીલિંગ જે કહે છે, તેઓ તે જ કરે છે. તેઓ આધ્યાત્મિકતા પણ ધરાવે છે. જ્યારે પણ તેઓ સંબંધમાં નકારાત્મક લાગે છે, ત્યારે તેઓ તેને આગળ વધારી શકતા નથી.

English summary
Zodiac Signs That Are Most Likely To Break Up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X