પંચક કેલેન્ડર 2020: જાણો વર્ષ 2020માં ક્યારે ક્યારે આવશે ‘પંચક'
વૈદિક જ્યોતિષમાં પાંચ નક્ષત્રોના વિશેષ મેળથી બનતા યોગને પંચક કહેવામાં આવે છે. જ્યારે ચંદ્રમાં કુંભ અને મીન રાશિ પર રહે તે સમયને પંચક કહેવામાં આવે છે. ચંદ્રમાં એક રાશિમાં લગભગ અઢી દિવસ રહે છે આ રીતે આ બે રાશિઓમાં ચંદ્રમાં પાંચ દિવસ સુધી ભ્રમણ કરે છે. આ પાંચ દિવસ દરમિયાન ચંદ્રમા પાંચ નક્ષત્રો ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતીમાંથી પસાર થાય છે. માટે આ પાંચ દિવસને પંચક કહેવામાં આવે છે.

સૌથી મહત્વપૂર્ણ છે ‘પંચક'
હિંદુ સંસ્કૃતિમાં પ્રત્યેક કામ મૂહૂર્ત જોઈને કરવાનુ વિધાન છે. આમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચક. જ્યારે પણ કોઈ કામનો પ્રારંભ કરવામાં આવે છે તો તેમાં શુભ મુહૂર્ત સાથે પંચકનો પણ વિચાર કરવામાં આવે છે. નક્ષત્ર ચક્રમાં કુલ 27 નક્ષત્ર હોય છે. આમાં અંતિમ પાંચ નક્ષત્ર દૂષિત માનવામાં આવ્યા છે. આ નક્ષત્ર ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી હોય છે. પ્રત્યેક નક્ષત્ર ચાર તબક્કામાં વિભાજિત રહે છે. પંચક ઘનિષ્ઠા નક્ષત્રના તૃતીય તબક્કાથી પ્રારંભ થઈને રેવતી નક્ષત્રના અંતિમ તબક્કા સુધી રહે છે. રોજ એક નક્ષત્ર હોય છે માટે આ રીતે ઘનિષ્ઠાથી રેવતી સુધી પાંચ દિવસ થયા. આ પાંચ દિવસ પંચક હોય છે.

આ માટે જોવુ જરૂરી છે ‘પંચક'
પંચક એટલે પાંચ. માનવવામાં આવે છે કે પંચક દરમિયાન જો કોઈ અશુભ કાર્ય થાય તો તેની પાંચ વાર આવૃત્તિ હોય છે. એટલા માટે તેનુ નિવારણ કરવુ જરૂરી છે. પંચકનો વિચાર ખાસ કરીને કોઈના મૃત્યુના સમયે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનુ મૃત્યુ પંચક દરમિયાન થાય તો ઘર પરિવારમાં પાંચ લોકો પર મૃત્યુ સમાન સંકટ રહે છે. એટલા માટે જે વ્યક્તિનુ મૃત્યુ પંચકમાં થાય છે તેના દાહ સંસ્કાર સમયે લોટ-ચોખાના પાંચ પૂતળા કે પિંડ બનાવીને સાથે તેનુ પણ દાહ કરવામાં આવે છે. આનાથી પરિવાર પર પંચક દોષ સમાપ્ત થઈ જાય છે.
પંચકમાં વર્જિત કાર્ય
શાસ્ત્રોમાં પંચક દરમિયાન અમુક કાર્યો કરવાની મનાઈ છે. તેમને ભૂલથી પણ આ દરમિયાન ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં વર્ણિત છે કે પંચક સર્વાધિક દૂષિત દિવસ હોય છે એટલા માટે પંચક દરમિયાન દક્ષિણ દિશા તરફ યાત્રા ન કરવી જોઈએ. ઘરનુ નિર્માણ થઈ રહ્યુ હોય તો પંચકમાં ધાબુ ન ભરવુ જોઈએ. ઘાસ, લાકડી કે અન્ય પ્રકારના ઈંધણનુ ભંડારણ પંચકના સમયે કરવામાં નથી આવતુ. શય્યાનુ નિર્માણ એટલે કે પલંગ બનાવવો, પલંગ ખરીદવો, બેડ ખરીદવો, બેડ દાન કરવો પંચક દરમિયાન વર્જિત રહે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના કાર્ય પંચકમાં વર્જિત નથી.
આ પણ વાંચોઃ Welcome 2020: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી વર્ષ, જાણો

વર્ષ 2020માં પંચક ક્યારે ક્યારે
30 ડિસેમ્બર 2019 સવારે 9.33થી 4 જાન્યુઆરી 2020 સવારે 10.05 વાગ્યા સુધી
26 જાન્યુઆરી સાંજે 5.39 થી 31 જાન્યુઆરી સાંજે 6.11 વાગ્યા સુધી
22 ફેબ્રુઆરી મધ્યરાત્રિ 1.29 થી 27 ફેબ્રુઆરી મધ્યરાત્રિ 1.07 વાગ્યા સુધી
21 માર્ચ સવારે 6.20 થી 26 માર્ચ સાંજે 7.15 વાગ્યા સુધી
17 એપ્રિલ સવારે 12.16 થી 22 એપ્રિલ બપોરે 1.18 વાગ્યા સુધી
14 મે સાંજે 7.20 થી 19 મે સાંજે 7.53 વાગ્યા સુધી
10 જૂન મધ્યરાત્રિ બાદ 3.40 થી 15 જૂન મધ્યરાત્રિ બાદ 3.18 વાગ્યા સુધી
8 જુલાઈ બપોરે 12.31 થી 13 જુલાઈ સવારે 11.15 વાગ્યા સુધી
4 ઓગસ્ટ રાત્રે 8.47 થી 9 ઓગસ્ટ સાંજે 7.05 વાગ્યા સુધી
31 ઓગસ્ટ મધ્યરાત્રિ બાદ 3.48 થી 5 સપ્ટેમ્બર મધ્યરાત્રિ બાદ 2.22 વાગ્યા સુધી
28 સપ્ટેમ્બર સવારે 9.39 થી 3 ઓક્ટોબર સવારે 6.37 વાગ્યા સુધી
25 ઓક્ટોબર બપોરે 3.24 થી 30 ઓક્ટોબર બપોરે 2.56 વાગ્યા સુધી
21 નવેમ્બર રાત્રે 10.24 થી 26 નવેમ્બર રાત્રે 9.20 વાગ્યા સુધી
19 ડિસેમ્બર સવારે 7.16 થી 23 ડિસેમ્બર સવારે 4.32 વાગ્યા સુધી
નોંધઃ પંચક પ્રારંભ અને પૂર્ણ થવાનો સમય ઉજ્જૈનના પંચાંગો અનુસાર છે. દેશભરમાં પ્રચલિત પંચાંગોમાં સ્થાનિક સૂર્યોદય, સૂર્યાસ્ત અનુસાર આ સમયમાં અમુક સેકન્ડનુ પરિવર્તન સંભવ છે માટે પંચકનો વિચાર કરતી વખતે સ્થાનિક પંચાંગો અને જ્યોતિષીઓની સલાહ જરૂરી છે.