For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૌષ પુત્ર એકાદશી 2020: ઉત્તમ સંતાન સુખની પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી કરો

પૌષ પુત્ર એકાદશી 2020: ઉત્તમ સંતાન સુખની પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશી કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૌષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે પુત્રદા એકાદશી 6 જાન્યુઆરી 2020, સોમવારે આવી રહી છે. આ દિવસે સુદર્શન ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વ્રત વિશે માન્યતા છે કે આ વ્રત કરવાથી ઉત્તમ કોટીના સંતાનની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રભાવથી સંતાનની રક્ષા પણ થાય છે. જે દંપતિઓને સંતાન સુખ પ્રાપ્ત નથી થઈ શકતું, સંતાન સુખ પ્રાપ્તિમાં સમસ્યા આવી રહી છે, અથવા જેમના સતાનો જન્મ લીધા બાદ જીવિન નથી રહી શક્યા, અથવા જે સ્ત્રીઓનો વારંવાર ગર્ભપાત થઈ જાય છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ.

પૌત્ર પુ્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું

પૌત્ર પુ્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું

  • પૌષ પુત્રદા એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
  • પુત્રદા એકાદશીનું વ્રત રાખનાર શ્રદ્ધાઓને દશમીના દિવસે એક સમય સાત્વિક ભોજન ગ્રહણ કરવો જોઈએ. દશમી બાદથી જ વ્રતીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • પ્રાતઃકાળ સૂર્યોદયથી પૂર્વ ઉઠી સ્નાન કરો અને પુત્રદા એકાદશી વ્રતનો સંકલ્પ લો.
  • જે બાદ તમારા ઘરના પૂજા સ્થાનની સાફ-સફાઈ કરી એક ચૌકી પર પીળા વસ્ત્ર પાથરો અને તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરી પૂજા કરો. ગંગાજળ, તુલસી દળ, તલ, ફૂલ પંચામૃતનો પ્રયોગ પૂજામાં કરો.
  • પુત્રદા એકાદશી વ્રતની કથાનું શ્રણ-પઠન અવશ્ય કરો.
  • દિવસભર નિરાહાર રહો. આમ તો આ વ્રતમાં જળ પણ ગ્રહણ ના કરવું જોઈએ, પરંતુ સામર્થ્ય ના હોય તો ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી જળ ગ્રહણ કરવામાં આવી શકે છે. વ્રતી ઈચ્છે તો સંધ્યાકાળમાં દીપદાન પશ્ચાત ફળાહાર કરી શકે છે.
  • આ એકાદશીમાં ગૌ છાછનો ફળાહાર કરવામાં આવે છે. જો ઉપલબ્ધ હોય તો ગૌ છાછનું સેવન જરૂર કરવું.
  • વ્રતના આગલા દિવસે દ્વાદશી પર કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને ભોજન કરાવી, દાન-દક્ષિણા આપી વ્રતનું પારણ કરવું જોઈએ.
સંતાન સુખની કામના માટે આટલું કરો

સંતાન સુખની કામના માટે આટલું કરો

  • સંતાન સુખની પ્રાપ્તિ માટે દંપતીએ સંયુક્ત રૂપે આ વ્રત કરવું જોઈએ.
  • પ્રાતઃ કાળ પતિ-પત્ની બંને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરો.
  • સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો.
  • મંત્ર જાપ બાદ પતિ-પત્ની પ્રસાદ ગ્રહણ કરે.
  • ગરીબ બાળકોને ભોજન કરાવો અને યથાશક્તિ દક્ષિણા આપો.

પુત્રદા એકાદશી વ્રત કથા

પુત્રદા એકાદશીના સંબંધમાં અનેક કથાઓ પ્રચલિત છે. એક સર્વાધિક પ્રચલિત કથા મુજબ કોઈ સમય ભદ્રાવતી નગરમાં રાજા સુકેતુનું રાજ્ય હતું. તેમની પત્નીનું નામ શૈવ્યા હતું. સંતાન ના હોવાના કારણે બંને પતિ-પત્ની દુખી રહેતા હતા. એક દિવસ રાજા અને રાણઈ મંત્રીને રાજપાઠ સોંપી વન ચાલ્યા ગયા. વનમાં ભટકતા એક દિવસે તેમને વેદપાઠના સ્વર સંભળાવી અને તેઓ તે દિશામાં વધતા ગયા. ત્યાં પહોંચવા પર તેમણે જોયું અેક ઋષિ વૈદિક મંત્રથી યજ્ઞ કરી રહ્યા હતા. રાજા-રાણીએ ઋષિને પ્રણામ કર્યું. તેમને દુખી જોઈ ઋષિઓએ જાણી લીધું કે આ રાજ દંપતીની પરેશાનીનું કારણ તેમની સંતાનહીન હોવું છે. ઋષિઓથી આશીર્વાદ મેળવી બંને પતિ-પત્નીએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કર્યું. વ્રતના પ્રભાવથી તેમને સંતાનની પ્તાપ્તી થઈ.

પોષ પુત્રદા એકાદશી ક્યારથી ક્યાં સુધી

પોષ પુત્રદા એકાદશી ક્યારથી ક્યાં સુધી

  • એકાદશી તિથિ પ્રારંભ 6 જાન્યુઆરી સવારે 3.06 વાગ્યાથી.
  • એકાદશી તિથિ પૂર્ણ 7 જાન્યુઆરી સવારે 4.01 વાગ્યા સધી.
  • પારણ મુહૂર્ત 7 જાન્યુઆરીએ બપોરે 1.29 વાગ્યાથી 3.34 વાગ્યા સુધી.
  • હરિ વાસર સમાપ્ત થવાનો સમય 7 જાન્યુઆરીએ સાંતે 10.07 વાગ્યે.

જીતવા માટે જ પેદા થાય છે આ 3 રાશિના લોકોજીતવા માટે જ પેદા થાય છે આ 3 રાશિના લોકો

English summary
Paush Putrada Ekdashi, also known as Pavitropana Ekadashi and Pavitra Ekadashi, is a Hindu holy day, here is importance and puja vidhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X