રાત્રે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ શક્તિઓ...

Posted By:
Subscribe to Oneindia News

જે લોકોનો જન્મ સવારના સમયે થયો હોય, તે લોકો સવારે વહેલા ઉઠી જતા હોય છે. ત્યાં જ બપોર, સાંજ અને રાત્રે જન્મતા બાળકો મોડા ઉઠે છે. એટલું જ નહિં સવારે જન્મેલા લોકો દિવસે કામ કરવું પસંદ કરે છે, જ્યારે રાત્રે જન્મેલા લોકો સાંજે અથવા મોડી રાત્રે કામ કરવા પર ભાર મુકે છે. આજે આપણે વ્યક્તિના જન્મ સમય સાથે જોડાયેલ આવી જ કેટલીક ખાસ વાતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. જન્મનો સમય વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી કરવામાં મદદરૂપ છે. વૈજ્ઞાનિકોએ પણ આ વાત સ્વીકારી છે.

રાત અંધારી અને એકલી હોય છે, છતાં તેમાં કંઈક ખાસ હોય છે. રાત ખૂબ જ શાંત અને આરામદાયક હોય છે. આપણે રાત્રે ઘરની બહાર નીકળતા નથી, પરંતુ રાતના સમયે જે બાળકો આ દુનિયામાં જન્મ લે છે, તે વધારે સહનશીલ અને હોંશિયાર હોય છે. જે લોકો રાત્રે જન્મ્યા હોય, તેમની પાસે સમસ્યાઓનો ઉકેલ કરવાની હિંમત હોય છે.

creative

જો તમે રાત્રે જન્મેલા છો અથવા રાત્રે જાગો છો તો તમે હોંશિયાર છો. ઘણા લોકોનું માનવું છે કે રાત્રે જાગનારા લોકો સવારે જલ્દી ઉઠનારા લોકોથી વધુ બુદ્ધિશાળી હોય છે, વિજ્ઞાન પણ આ વાતની પુષ્ટિ કરે છે. રાત્રે જન્મનારા લોકોમાં મુખ્યત્વે આ 7 લાક્ષણિકતાઓ જોવા મળે છે.

તાકાત:

રાત્રે જન્મનારા લોકો વધુ તાકાતવાન હોય છે. એવું કહેવાય છે કે, સવારે જલ્દી ઉઠનારા લોકોમાં એક સમાન ઊર્જા આખો દિવસ વહે છે, જ્યારે રાત્રે જાગનારા લોકોમાં સાંજના સમયે વધુ ઊર્જા હોય છે, જેને કારણે તેઓ થોડા સમયમાં અનેકગણું કામ કરી લેતા હોય છે.

તાણ મુક્ત:

એવું કહેવાય છે કે જે લોકો સવારે જલ્દી ઉઠે છે, તેમનામાં કોર્ટિસોલ હોર્મોન એટલે કે તાણ ઉત્પન્ન કરનાર હોર્મોન દિવસ ઢળતાની સાથે વધવા લાગે છે. જ્યારે રાત્રે જાગનારા લોકોની સાથે આવું નથી થતું. પરિણામે તેઓ તણાવ મુક્ત રહે છે.

સ્થિર બુદ્ધિ:

એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, બની શકે સવારે જલ્દી ઉઠતા લોકો રાત્રે જાગતા લોકો કરતાં વધુ ગુણ લાવે કે સારી નોકરીએ લાગી જાય, પરંતું તેમની સરખામણીએ રાત્રે જાગનારા લોકો વધુ સ્થિર બુદ્ધિના હોય છે.

ઓછી ઊંઘ:

સવારે જાગનારા લોકોને ઓછામાં ઓછી 8-9 કલાકની ઊંઘની જરૂર પડે છે. જ્યારે રાત્રે જાગનારા લોકોને માત્ર 5-6 કલાકની ઊંઘની જરૂર હોય છે અને આમ છતાં, તેમને દિવસ દરમિયાન સુવાની ટેવ નથી હોતી.

સતર્કતા:

રાત્રે જાગનારા લોકો ભલે રાત્રે ઓછી ઉંઘ લે છે, પરંતુ તે દિવસે જલ્દી ઉઠનારા લોકો કરતાં વધારે સતર્ક રહે છે. એટલું જ નહિં એક અધ્યયનથી જાણી શકાયુ છે કે, આ લોકોમાં દરેક વસ્તુને લઈ વધુ સતર્કતા હોય છે.

ખરાબ આદતોના શિકાર:

રાત્રે જાગવાને કારણે તેમની અંદર કેટલીક ખરાબ આદતો પણ આવી જાય છે. જેમકે, જંક ફુડ ખાવુ, ધુમ્રપાન કરવું, દારૂનું સેવન. તેનું કારણ છે કે, તેમનું મગજ એક રીતે 24 કલાક કામ કરે છે. આ કારણે જે તેઓ ખરાબ આદતોના શિકાર જલ્દી બનતા હોય છે.

તીવ્ર બુદ્ધિ:

એક અધ્યયન પ્રમાણે રાત્રે જાગનારા લોકો તીવ્ર બુદ્ધિના હોય છે. તેઓ વધુ પુસ્તકો નથી વાંચતા, પરંતુ ખૂબ જ રચનાત્મક હોય છે. સવારે જાગનારા લોકોમાં આ વાતની કમી હોય છે.

English summary
Person born in the night can be the exact opposite however how true is this and is there a particular time that is considered to be lucky?
Please Wait while comments are loading...