Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અપાર સંપત્તિ હોય છે 9 મૂલાંકવાળા પાસે

તમારા મૂલાંકના આધારે અમે તમને ઘણી વાતો જણાવી શકીએ છીએ. તો આવો જાણીએ.

નવી દિલ્લીઃ દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખૂબી કે ઉણપ હોય છે. આમ તો પોતાનાથી સારુ પોતાના વિશે કોઈ નથી જાણી શકતુ પરંતુ સ્વયંને વધુ નજીકથી જાણવા માટે આપણે આંકડાઓની પણ મદદ લઈ શકીએ છીએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ અંક સાથે જોડાયેલો હોય છે. અંકશાસ્ત્ર મુજબ જે કોઈ વ્યક્તિનો જન્મ કોઈ પણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે તે વ્યક્તિનો મૂલાંક 9 હોય છે. જો તમારો જન્મ આમાંથી જ કોઈ તારીખે થયો છે તો તમારા મૂલાંકના આધારે અમે તમને ઘણી વાતો જણાવી શકીએ છીએ. તો આવો જાણીએ.

ઉત્સાહ અને ઉર્જાના ગ્રહ મંગળ છે સ્વામી

ઉત્સાહ અને ઉર્જાના ગ્રહ મંગળ છે સ્વામી

9 મૂલાંકવાળાનો સ્વામી ગ્રહ મંગળ છે. પોતાના સ્વામી ગ્રહની જેમ જ આ મૂલાંકના લોકો પણ ઘણા તેજ અને ઉર્જાવાન પણ હોય છે. તેમની કદ કાઠી ઘણી લાંબી-પહોળી હોય છે. સાથે જ તેમની વાણી પણ ખૂબ ભારે હોય છે. તેઓ ભીડથી અલગ તરી આવે છે. તેમના ચહેરા પર એક અલગ પ્રકારનુ તેજ હોય છે અને તેઓ જીવનમાં ખૂબ જ નામ કમાય છે. મંગળ ગ્રહને ક્રોધનુ પ્રતીક માનવામાં આવે છે માટે તેમનો અનિયંત્રિત ગુસ્સો તેમની સૌથી મોટી કમજોરી હોય છે. ગુસ્સામાં એ કંઈક એવુ કરી બેસે છે જેના માટે તેમને પસ્તાવુ પડે છે.

 જિદ્દી સ્વભાવના હોય છે 9 મૂલાંકવાળા

જિદ્દી સ્વભાવના હોય છે 9 મૂલાંકવાળા

આ મૂલાંકના જાતકો પ્રગતિ માટે પોતાના તરફથી દરેક સંભવ પ્રયત્નો કરે છે પરંતુ ઘણીવાર તેમનો જિદ્દી સ્વભાન તેમના માટે મુસીબત બની જાય છે. જો એ કોઈ કામની શરુઆત કરે તો તેને પૂરી મહેનત, લગન અને હિંમત સાથે પૂરુ કરે છે. જો કે, ઉતાવળમાં ઘણી વાર એ એવુ પગલુ લઈ લે છે જે તેમની મુશ્કેલીઓ વધારી દે છે. જો તેમના મુજબ કામ ના થાય તો એ બહુ જલ્દી ગુસ્સામાં આવી જાય છે.

ખૂબ જ અનુશાસન પ્રિય હોય છે

ખૂબ જ અનુશાસન પ્રિય હોય છે

9 મૂલાંકવાળા લોકો ખૂબ જ અનુશાસન પ્રિય હોય છે અને તેમને પોતાના સિદ્ધાંતો પર ચાલવાનુ ગમે છે. તેમને કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાનુ પસંદ નથી. એ જીવનમાં દરેક કામ પોતાના મુજબ જ કરે છે. આ મૂલાંકના જાતકો ખૂબ જ નીડર અને બહાદૂર માનવામાં આવે છે. તેમનુ જીવન અમુક હદ સુધી સંઘર્ષપૂર્ણ રહે છે પરંતુ તેઓ દરેક મુશ્કેલીનો સામનો બહાદૂરીથી કરે છે અને જીત મેળવીને રહે છે. પોતાની પ્રશંસા સાંભળવાનુ તેમને ખૂબ ગમે છે. ઘણીવાર આ પ્રશંસા અને ચાપલૂસીમાં ફરક કરવામાં તે ભૂલ કરી બેસે છે.

સંપત્તિ મામલે હોય છે રાજા

સંપત્તિ મામલે હોય છે રાજા

આ મૂલાંકના જાતકો પાસે અપાર સંપત્તિ હોય છે. કલા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમને વધુ રુચિ હોય છે. જો એ ખેડૂત હોય તો તેમની પાસે જમીનનો મોટો હિસ્સો હોય છે. આ ઉપરાંત 9 મૂલાંકવાળા જાતકો પાસે એક નહિ પરંતુ ઘણા ઘર હોય છે. જો કે એ ખર્ચા પણ બહુ કરે છે. તેમની પાસે આવકના ઘણા સ્ત્રોત હોય છે. કુલ મળીને પૈસા બાબતે એ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

પ્રેમ સંબંધ સ્થાયી નથી રહેતા

પ્રેમ સંબંધ સ્થાયી નથી રહેતા

આ મૂલાંકના જાતક ભલે પૈસા બાબતે લકી હોય પરંતુ પ્રેમ-મહોબ્બત બાબતે એ ખૂબ જ અનલકી રહે છે. તેનુ સૌથી મોટુ કારણ તેમનો સ્વભાવ છે. નાની-નાની વાતમાં ગુસ્સો કરવાની તેમની આદતના કારણે તે પોતાના પાર્ટનરથી દૂર થઈ જાય છે. તેમનો આવો સ્વભાવ તેમના લગ્નજીવનમાં પણ કલેશનુ કારણ બને છે. જો કે, એ પોતાના સંબંધોને સંભાળવા ઈચ્છતા હોય છે પરંતુ સ્વજનો સાથે મનદુઃખની સ્થિતિઓ બનતી રહે છે.

9 મૂલાંકવાલા માટે શુભ દિવસ, શુભ તારીખ અને શુભ રંગ

9 મૂલાંકવાલા માટે શુભ દિવસ, શુભ તારીખ અને શુભ રંગ

9 મૂલાંકવાળા લોકો માટે રવિવાર, સોમવાર, મંગળવાર અને ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ હોય છે. વળી, તેમના માટે 9, 18 અને 27 તારીખો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો રંગોની વાત કરીએ તો તેમના માટે લાલ અને ગુલાબી રંગ શુભ માનવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X