Pitru Paksha 2022: સૌભાગ્યવતી પિતૃઓનુ શ્રાદ્ધ કેવી રીતે કરવુ

જો પરિવારમાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનુ મૃત્યુ થયુ હોય તો તેનુ શ્રાદ્ધ કેવી રીતે કરવુ તે જાણો અહીં.

નવી દિલ્લીઃ જો પરિવારમાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનુ મૃત્યુ થયુ હોય તો તેનુ શ્રાદ્ધ પિતૃ પક્ષની નવમીના દિવસે કરવામાં આવે છે. પિતૃ પક્ષની નવમી 19 નવેમ્બર 2022ના રોજ હતી. આ દિવસે એકોદિષ્ઠ અને પર્વણ શ્રાદ્ધ બંને કરી શકાય છે. સૌભાગ્યવતી પિતૃઓ માટે પિંડ દાન, તર્પણ, જલાંજલિ, બ્રાહ્મણ ભોજન, અન્નકૂટ અર્પણ કરીને આશીર્વાદ મેળવો. પરંતુ કેટલાક કારણોસર તમે આ કરી શક્યા ના હોય તો પછી તમે આ દિવસને તમે અમાસ પહેલા ગમે ત્યારે કરી શકો છો.

pitru

બે પ્રકારના શ્રાદ્ધ

સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે શ્રાદ્ધ બે રીતે કરી શકાય છે. એકોદિષ્ટ શ્રાદ્ધમાં, એક સ્ત્રી માટે પિંડ દાન, સ્ત્રીને ભોજન આપવામાં આવે છે. જ્યારે પાર્વણ શ્રાદ્ધમાં મૃત માતા, દાદી, પરદાદી, નાની, પરનાની વગેરે માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

શું કરવુ

કોઈ સૌભાગ્યવતી સ્વજનના મૃત્યુ પર નવમીના દિવસે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. તેમના મૃત્યુની તિથિએ પંડિતને બોલાવીને વિધિ વિધાનથી શ્રાદ્ધ ક્રિયા સંપન્ન કરાવો. મૃત સૌભાગ્યવતી સ્ત્રીને નિમિત્ત એક કે ત્રણ બ્રાહ્મણ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવુ જોઈએ. યોગ્ય દાન-દક્ષિણા આપીને સંતુષ્ટ કરો અને આશીર્વાદ મેળવો.

સૌભાગ્યવતીના શ્રાદ્ધથી લાભ

  • પિતા પ્રસન્ન થઈને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
  • કુળમાં વધારો થાય છે.
  • પરિવારમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહે છે.
  • પિતૃદોષ સમાપ્ત થાય છે.
  • પરિવારમાં કોઈને અકારણ હાનિ નથી થતી.
  • ધન સંપત્તિમાં વધારો થાય છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X