Posh Month Vrat Festival 2022: પોષ મહિનાનો આરંભ, સૂર્યની પીડા દૂર કરવા આ રીતે કરો રવિવારનુ વ્રત
પોષ મહિનાની શરુઆત 9 ડિસેમ્બરે થઈ ચૂકી છે. આ મહિનામાં સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી શારીરિક રોગોનો નાશ થાય છે અને સૂર્યની પીડા દૂર થાય છે. આવો જાણીએ કેવી રાખશો વ્રત.
Posh Month Vrat Festival 2022: ભગવાન સૂર્યના પ્રિય અને આરાધના પાત્ર પોષ મહિનાનો 9 ડિસેમ્બરથી આરંભ થઈ ચૂક્યો છે. પોષ મહિનામાં ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી અનેક રોગોનો નાશ થાય છે અને સૂર્યની પીડા દૂર થાય છે. માટે આ મહિનામાં આવતા દર રવિવારે વ્રત રાખવામાં આવે છે. જેને પોષ રવિવાર વ્રત કહેવામાં આવે છે. આ વખતે પોષ મહિનામાં ચાર રવિવાર આવશે.

કેમ કરવામાં આવે છે પોષ રવિવાર વ્રત
પોષ રવિવારનુ વ્રત મુખ્યત્વે સૂર્યને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. જો જન્મકુંડળીમાં સૂર્ય અશુભ હોય અને સૂર્યની મહાદશા ચાલી રહી હોય. સૂર્ય અશુભ હોય ત્યારે માન-પ્રતિષ્ઠા પર આંચ આવે છે. સૂર્ય અશુભ હોય ત્યારે શારીરિક રોગો, માનસિક કષ્ટ, બિનજરૂરી ચિંતાઓ, આંખના રોગો, મગજના રોગો આવે છે. આ બધાના નિવારણ માટે અને સૂર્યની શાંતિ માટે પોષ રવિવાર વ્રત કરવામાં આવે છે. જે પરિવારોમાં સંતાન સુખ નથી, તેમણે પણ સંકલ્પ સાથે પોષ રવિવારનુ વ્રત કરવું જોઈએ. વ્રત કરનારના ઘરમાં સુખ-સમૃદ્ધિ, ધન-ધાન્ય વગેરે સરળતાથી પ્રાપ્ત થાય છે.
કેવી રીતે કરશો વ્રત
પોષ મહિનાના પહેલા રવિવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યોદય સમયે જ તાંબાના કળશમાં લાલ ફૂલ મૂકીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. પૂજા સ્થાને બેસીને પોષ રવિવારે ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો. આ પછી સૂર્ય ભગવાનની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કર્યા પછી ગોળના હલવાનુ નૈવેદ્ય ચઢાવો. વ્રતની કથા સાંભળો. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને મીઠાનુ સેવન કરવામાં આવતુ નથી. આ ઉપરાંત, સૂર્યાસ્ત પહેલા ભોજન લેવામાં આવે, સૂર્યાસ્ત પછી નહીં. આ વખતે પોષ મહિનામાં ચાર રવિવાર આવશે. આ 11, 18, 25 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ આવશે. ચારેય વ્રતની પૂર્ણાહુતિ પછી, છેલ્લા પોષ રવિવારે ઉપવાસ કરવામાં આવે છે. આમાં બ્રાહ્મણ-પૂજારીને બોલાવીને વિધિ-વિધાન મુજબ વ્રતનુ ઉત્થાપન કરાવવુ.












Click it and Unblock the Notifications
