Numerology 2023 : જાણો 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનું માટે કેવું રહેશે 2023
કરિયરની વાત કરીએ તો તમને પ્રમોશન મળવાની પણ શક્યતા છે. વર્ષ 2023માં મૂળાંક 9 ધરાવતા લોકો માટે કરિયરની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં મૂળાંક 9 ધરાવતા લોકોએ પોતાના સહકર્મીઓ સાથે સારો વ્યવહાર જાળવી રાખવો પડશે.
Numerology 2023 : દરેક વ્યક્તિને તેના વ્યક્તિત્વ, નસીબ અને ઉદ્દેશ્યને જાણવા માટે આંકડા દ્વારા જાણી શકાય છે, જેને અંકશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આંકડાશાસ્ત્ર મુજબ જે લોકોના જન્મ કોઇપણ મહિનામાં થયો હોય પણ જો તેમનો જન્મ 9, 18 અને 27 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 5 હોય છે.
વર્ષ 2023માં કારકિર્દી અને પૈસાની બચતની દ્રષ્ટિએ 9 મૂળાંક ધરાવતા લોકો માટે અનુકૂળ છે. તમે તેને સારી રીતે પસાર કરી શકશો અને તેને એક સફળ વર્ષ પણ બનાવી શકશો. આવો જાણીએ કે, કેવું રહેશે 2023 મૂળાંક 9 ધરાવતા લોકોનું કરિયર, લવ લાઈફ, આરોગ્ય અને નાણાકીય પરિસ્થિતિ.

કરિયર
કરિયરની વાત કરીએ તો તમને પ્રમોશન મળવાની પણ શક્યતા છે. વર્ષ 2023માં મૂળાંક 9 ધરાવતા લોકો માટે કરિયરની દ્રષ્ટિએ મિશ્ર પરિણામ મળશે.
કાર્યક્ષેત્રમાં મૂળાંક 9 ધરાવતા લોકોએ પોતાના સહકર્મીઓ સાથે સારો વ્યવહાર જાળવી રાખવો પડશે, અન્યથા વિવાદો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે.
જે લોકો બિઝનેસ વગેરે સાથે જોડાયેલા છે, તેમના માટે વર્ષ 2023 ખૂબ જ શુભ રહેવાનું છે. આ વર્ષે તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો.

નાણાકીય સ્થિતિ
વર્ષ 2023 માં મૂળાંક 9 ધરાવતા લોકો માટે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. મૂળાંક 9 ધરાવતા લોકોને આ વર્ષે લોટરીમાંથી પૈસા મળી શકે છે.
મિલકત સંબંધિત બાબતોમાં પણ તમને સફળતા મળશે, પરંતુ કોઈપણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને ધ્યાનથી વાંચો અન્યથા તમારે લેવા દેવા વગરની ચૂકવણીઓ કરવી પડી શકે છે.

મૂળાંક 9 ધરાવતા વિદ્યાર્થી માટે કેવું રહેશે 2023
મૂળાંક 9 ધરાવતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023 ખૂબ સારું રહેશે. આયોજન અને અભ્યાસ દ્વારા તમને ચોક્કસ સફળતા મળશે. જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા હોવ, તો તેમાં તમને સફળતા મળશે.
મૂળાંક 9 ધરાવતા લોકો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા સરકારી નોકરીઓની તૈયારી કરી રહ્યા છે, તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તેઓએ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવી જોઈએ.

પ્રેમ
વર્ષ 2023 માં મૂળાંક 9 ધરાવતા લોકોની લવ લાઈફમાં ઘણો સુધારો જોવા મળશે. જો તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ જીવનમાંસંતુલન જાળવશો, તો તમારી લવ લાઈફ ઉણી આંચ નહીં આવે.
આ સાથે તમારે નવા વર્ષમાં જીવનસાથીનું ધ્યાન રાખવું જોઇએ, જેનાથી જીવન ખુશહાલ બની જશે. જો તમે એક પરિણીત વ્યક્તિ છો, તો તમારા જીવનસાથીનો આદર કરો અને તેની શક્ય એટલી પ્રશંસા કરો.

આરોગ્ય
સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની વાત કરીએ તો, વર્ષ 2023માં મૂળાંક 9 ધરાવતા લોકોએ વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.
આ વર્ષે ઘૂંટણ અને સાંધા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે સવાર-સાંજ વોક કરો અને યોગ કરો. તેમજ નવાવર્ષથી તમારા જીવનમાં યોગ અને ધ્યાનનો પોતાની દૈનિક ક્રિયામાં સમાવેશ કરો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
