• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rahu-Ketu Effect: રાહુ-કેતુનુ મહાપરિવર્તન 23 સપ્ટેમ્બરે, જાણો શું થશે અસર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક રાશિમાં 18 મહિના ભ્રમણ કરનાર રાહુ અને કેતુ 23 સપ્ટેમ્બર 2020 બુધવારે પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. રાહુ અને કેતુ બંને ગ્રહ વિપરીત દિશામાં ગોચર કરે છે માટે આ જ્યારે પણ રાશિ પરિવર્તિત કરે છે ત્યારે પાછલી રાશિમાં જતા રહે છે. આ રીતે રાહુ મિથુનથી વૃષભ રાશિમાં જશે અને કેતુ ધનથી વૃશ્ચિક રાશિમાં જતા રહેશે. આ બંને ગ્રહોના રાશિ પરિવર્તનથી બધી રાશિઓ પ્રભાવિત થશે. રાહુ વૃષભમાં ઉચ્ચનો થાય છે માટે અહીં આ બમણો પ્રભાવ આપશે. અર્થાત જો કોઈ રાશિ માટે તે શુભ હોય તો તેને બમણુ શુભ ફળ આપશે અને જો કોઈના માટે વિપરીત હોય તો તેના જીવનમાં બમણી મુશ્કેલીઓ આવી શકે છે.

તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે

તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે રાહુનુ ગોચર બીજા ભાવમાં થવા જઈ રહ્યુ છે. આ ધન સ્થાનમાં હોય છે. અહીં રાહુ આવવાથી તમને ધન સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારી અને નોકરિયાત લોકોને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. અચાનક ક્યાંકથી મોટી ધનરાશિ ખર્ચ કરવાની આવી શકે છે. અહીં રાહુના આવવાથી તમારી વાણીમાં કઠોરતા આવશે જે પરિવાજનો, મિત્રો સાથે તમારા સંબંધો બગાડશે.

ઉપાયઃ રાહુની પીડાથી બચવા માટે રાહુના મંત્રોનો જાપ કરવો.

વૃષભ રાશિઃ

રાહુ આ રાશિમાં લગ્ન ભાવમાં આવી રહ્યા છે. લગ્ન ભાવમાં રાહુ આવવાથી તમારા શારીરિક આરોગ્ય પર અસર પડી શકે છે. આરોગ્યમાં ઉતાર-ચડાવ રહેશે પરંતુ તમારા પ્રભાવ ક્ષેત્રમાં વધારો થવાનો છે. તમારી નિર્ણય ક્ષમતા પ્રભાવિત થવાથી તમે સટીક નિર્ણય લેવાથી ચૂકી શકો છો. એટલા માટે જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો પરિવારના અનુભવી લોકોની મદદ જરૂર લેવી. આ દરમિયાન તમારે ચારિત્ર શુદ્ધતા રાખવી જરૂરી છે નહિતર કોઈ લાંછન તમારા પર લાગી શકે છે.

ઉપાયઃ રાહુની પીડાથી બચવા માટે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે રાહુનુ ગોચર દ્વાદશ ભાવમાં થવાનુ છે. બારમુ ભાવ વ્યય સ્થાનનુ હોય છે અને અહીં રાહુનો પ્રભાવ શુભ માનવામાં નથી આવતો. ગોચરના દોઢ વર્ષ દરમિયાન તમારા કાર્યમાં પરિવર્તન, સ્થાનાંતરણ અને રાજકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓના કાર્યમાં શિથિલતા આવશે. કામમાં મન નહિ લાગે. જૂના રોગ સામે આવી શકે છે. આકસ્મિક કોઈ મોટા ખર્ચની સ્થિતિ બની શકે છે. સ્વયં અને પરિવારજનોના આરોગ્યનુ વિશેષ ધ્યાન રાખવુ.

ઉપાયઃ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા, સંકટનાશક સ્તોત્રનો પાઠ નિયમિત રીતે કરવો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે રાહુનુ ગોચર એકાદશ ભાવમાં થવાનુ છે. અગિયારમુ ભાવ આવકનુ સ્થાન હોય છે. અહીં રાહુનુ આવવુ અમુક બાબતોમાં શુભ માનવામાં આવે છે. ગોચર દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. જૂના કાર્યોને નવી રીતે પ્લાન બનાવીને કરશો તો લાભ થશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્યોમાં લાભ અને સફળતા મળવાથી ઉત્સાહથી ભરેલા રહેશો. વિચારેલા બધા કાર્યો સરળતાથી થશે.

ઉપાયઃ રાહુની શાંતિ માટે ફળદાર છોડ લગાવીને તેની સેવા કરવી.

રાહુનુ ગોચર સંબંધોમાં કડવાશ પેદા કરશે

રાહુનુ ગોચર સંબંધોમાં કડવાશ પેદા કરશે

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે રાહુનુ ગોચર દશમ ભાવમાં થવાનુ છે. આ કર્મ સ્થાન હોય છે અને આનાથી આજીવિકાની માહિતી લેવામાં આવે છે. અહીં રાહુનુ ગોચર તમને નોકરીમાં પદ અને પૈસા બંને અપાવશે. બિઝનેસમાં પણ લાભદાયક સ્થિતિઓ બનશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જો કે આ દરમિયાન તમારી વાણી કઠોર થઈ શકે છે. ક્રોધ પર કાબુ રાખવો. આર્થિક સમસ્યાઓ આવશે પરંતુ તમે તેને સૂઝબૂઝથી ઉકેલી લેશો.

ઉપાયઃ પ્રતિદિન સૂર્યને જળનુ અર્ધ્ય આપવુ. ગાયત્રી મંત્રનો જાપ કરવો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે રાહુનુ ગોચર નવમ ભાવમાં થશે. અહીં રાહુ સીધી રીતે ભાગ્યને પ્રભાવિત કરે છે. તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે. વેપારીઓને સીધો લાભ નહિ મળે. કાર્યોમાં અડચણની સ્થિતિ બનશે. પારિવારિક જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે માટે સંયમથી કામ લેવુ. રાહુ તમને ધર્મ-અધ્યાત્મ તરફ પ્રવૃત્ત કરી શકે છે.

ઉપાયઃ ભગવાન ગણેશને પ્રત્યેક બુધવારે દૂર્વા અર્પિત કરવી.

તુલા રાશિ

તુલા રાશિના અષ્ટમ ભાવમાં રાહુનુ આવવુ શુભ ન કહી શકાય. અહીં રાહુ નીત નવી મુશ્કેલીઓ ઉભી કરે છે. નવા પડકારો, નવા ખર્ચની સ્થિતિ બનાવે છે. પારિવારિક વિવાદ, પોતાનાથી અલગાવ, જીવનસાથી સાથે કટુ વ્યવહાર જેવી સ્થિતિઓ બને છે. કાર્યક્ષેત્રમાં પડકારોને સામનો કરવો પડે છે. સલાહ છે કે હાલમાં ત્રણ મહિના સુધી કોઈ નવુ કામ આરંભ ન કરવુ, લાભની સંભાવના નથી. આરોગ્યનુ ધ્યાન રાખવુ જરૂરી રહેશે. બેદરકારી ભારે પડી શકે છે.

ઉપાયઃ રાહુની પીડા શાંત કરવા માટે મહામૃત્યુંજય મંત્રોનો જાપ કરતા રહેવુ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનુ ગોચર સપ્તમ ભાવમાં થવાનુ છે. આ ભાવ વિવાહ અને બિઝનેસમાં પાર્ટનરશિપનો ભાવ છે. અહીં રાહુના ગોચરમાં સંબંધોમાં કડવાશ પેદા કરશે. જીવનસાથી સાથે અલગાવ જેવી સ્થિતિ રહેશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરી રહ્યા હોય તો સતર્ક રહેવુ, છેતરપિંડીનો શિકાર બની શકો છો. આ દરમિયાન નોકરિયાત અને વેપારી વર્ગને સફળતા તો મળશે પરંતુ અહીં પણ તમને પાછા ખેંચનારા ઘણા લોકો રહેશે. આરોગ્ય ઉત્તમ રહેશે.

ઉપાયઃ ભગવાન શિવના મંગલનાથ સ્વરૂપના નિત્ય દર્શન કરવા.

નોકરિયાત લોકોને લાભ મળવાની સંભાવના

નોકરિયાત લોકોને લાભ મળવાની સંભાવના

ધન રાશિ

ધન રાશિ માટે રાહુનુ ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં થશે. આ રોગ અને શત્રનુ સ્થાન હોય છે. અહીં રાહુ શુભ પરિણામ આપે છે. અર્થાત સંભવ છે કે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી લો. કોર્ટ-કચેરીના કેસોમાં લાભ મળે અથવા સંપત્તિ માટે ચાલી રહેલ વિવાદનો ઉકેલ તમારા પક્ષમાં થાય. અહીં રાહુના આવવાથી આરોગ્ય લાભ પણ મળી શકે છે. જો કે તમારે તમારા કાર્ય સ્થળ પર સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ ષડયંત્રના શિકાર બની શકો છો.


ઉપાયઃ ભગવાન કાળ ભૈરવના મંદિરમાં પ્રત્યેક શનિવાર અથવા સોમવારે દર્શન કરવા.

મકર રાશિ

તમારી રાશિ માટે રાહુનુ ગોચર પંચમ ભાવમાં થશે. આ સ્થાન પ્રેમ અને સંતાનનો ભાવ હોય છે. તમને બંને પ્રકારના પરિણામ મળશે. તમને સંતાન તરફથી શુભ સમાચાર મળશે. પ્રેમ સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે પરંતુ જલ્દી મામલા ઉકેલાઈ જશે. જીવનસાથી સાથે તાલમેલ ઠીક રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવવાની સંભાવના છે, સતર્ક રહેવુ. આ દરમિયાન આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. બિઝનેસ પ્રભાવિત થશે.

ઉપાયઃ પ્રત્યેક શનિવારે ગરીબોને અન્નદાન કરવુ.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે રાહુનુ ગોચર ચતુર્થ ભાવમાં થવાનુ છે. આ સુખનુ સ્થાન છે. રાહુના આવવાથી તમારા સુખોમાં ઘટાડો આવી શકે છે. ચાલતા કામ ઠપ્પ થઈ જશે. આ દરમિયાન તમે માનસિક તણાવ અનુભવશો. ધનની કમી અનુભવશો. નોકરિયાત અને બિઝનેસમાં મનમુજબ સફળતા નહિ મળે. માતાનુ આરોગ્ય બગડી શકે છે. સંતાન સાથે સંબંધિત સમસ્યાઓ સામે આવી શકે છે. સ્વયંના સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખવુ.

ઉપાયઃ પ્રત્યેક શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો.

મીન રાશિ

રાહુનુ ગોચર મીન રાશિના જાતકો માટે સામાન્ય છે. તમારી કુંડળીમાં ત્રીજા ભાવમાં રાહુનુ ગોચર પારિવારિક જીવન સુખદ બનાવશે. પરિવારનો સહયોગ મળવાથી તમે પ્રત્યેક કાર્યમાં સફળતા મેળવશો. નિર્ણય ક્ષમતા મજબૂત થવાથી સ્વયં અને પરિવારના હિતમાં સારા નિર્ણય લઈ શકશો. આ દરમિયાન તમારા સુખોમાં વૃદ્ધિ થવાની છે. આરોગ્ય સામાન્ય રહેશે. નવો બિઝનેસ પ્રારંભ કરવા ઈચ્છતા હોય તો જરૂર કરવો, લાભ થશે. નોકરિયાત લોકોને લાભ મળવાની સંભાવના છે.

ઉપાયઃ પ્રતિદિન દેવી દૂર્ગા સમક્ષ દીપક પ્રગટાવીને ચાલીસાના પાઠ કરવા.

13 સપ્ટેમ્બરથી ગુરુ માર્ગી થશે, આ રાશિઓ થઈ જશે માલામાલ13 સપ્ટેમ્બરથી ગુરુ માર્ગી થશે, આ રાશિઓ થઈ જશે માલામાલ

English summary
Rahu-Ketu Transit on 23rd September 2020 at 07:38 AM, Read the effect on all the astro signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X