Rahukaal: શુભ કાર્ય કરતા પહેલા રાહુકાળ જરુર જુઓ, જાણો કારણ
ઘણા એવા અશુભ સમય હોય છે જેમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી. જાણો વિગત.
શુભ કાર્ય કરતા પહેલા મુહૂર્ત ચોક્કસપણે જોવુ જોઈએ. સનાતમ ધર્મમાં મુહૂર્તનુ ઘણુ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. ઘણા એવા અશુભ સમય હોય છે જેમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી. ત્રણ સૌથી અશુભ સમય છે રાહુકાળ, ગુલિક કાળ અને યમગંદ કાળ. આ ત્રણેય સમયગાળાને ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વધુ મહત્વ આપવામાં આવે છે. શુભ કાર્યો માટે આ સમયનો ત્યાગ કરવામાં આવે છે.

આ ત્રણેય સમયગાળો દરરોજ જુદા જુદા સમયે આવે છે. તેમના વિશેની માહિતી પંચાંગમાં જોવા મળે છે. સુગમતા માટે દરેક દિવસના જુદા જુદા સમયગાળાની માહિતી અહીં રજૂ કરવામાં આવી રહી છે.
રાહુકાળ
- રવિવાર - સાંજે 4.30થી 6 વાગ્યા સુધી
- સોમવાર - સવારે 7.30થી 9 વાગ્યા સુધી
- મંગળવાર - બપોરે 3થી 4.30 વાગ્યા સુધી
- બુધવાર - બપોરે 12થી 1.30 વાગ્યા સુધી
- ગુરુવાર - બપોરે 1.30થી 3 વાગ્યા સુધી
- શુક્રવાર - સવારે 10.30થી 12 વાગ્યા સુધી
- શનિવાર - સવારે 9થી 10.30 સુધી વાગ્યા સુધી
ગુલિક કાળ
- રવિવાર - બપોરે 3.40 વાગ્યા સુધી
- સોમવાર - બપોરે 1.30થી 3 વાગ્યા સુધી
- મંગળવાર - બપોરે 12થી 1.30 વાગ્યા સુધી
- બુધવાર - સવારે 10.30થી 12 વાગ્યા સુધી
- ગુરુવાર - સવારે 9થી 10.30 વાગ્યા સુધી
- શુક્રવાર - સવારે 7.30થી 9 વાગ્યા સુધી
- શનિવાર - સવારે 6થી 7.30 વાગ્યા સુધી
યમગંટ અથવા યમઘંટકાળ
- રવિવાર - બપોરે 12થી 1.30 વાગ્યા સુધી
- સોમવાર - સવારે 10.30થી 12 વાગ્યા સુધી
- મંગળવાર - સવારે 9થી 10.30 વાગ્યા સુધી
- બુધવાર - સવારે 7.30થી 9 વાગ્યા સુધી
- ગુરુવાર - સવારે 6થી 7.30 વાગ્યા સુધી
- શુક્રવાર - બપોરે 3થી 4.30 વાગ્યા સુધી
- શનિવાર - બપોરે 1.30થી 3 વાગ્યા સુધી












Click it and Unblock the Notifications
