જાણો કેવી રીતે તિથિમાં થાય છે વધ ઘટ

ભારતમાં બે પ્રકારની તિથિ પ્રચલિત છે. સૂર્ય તિથિ અને ચંદ્ર તિથિ. સૂર્યની ગતિ અનુસાર માન્ય તિથિ સૌર તિથિ તરીકે ઓળખાય છે, જ્યારે ચંદ્રની ગતિ પ્રમાણે માન્ય તિથિ ચંદ્ર તિથિ કહેવાય છે.

ભારતમાં બે પ્રકારની તિથિ પ્રચલિત છે. સૂર્ય તિથિ અને ચંદ્ર તિથિ. સૂર્યની ગતિ અનુસાર માન્ય તિથિ સૌર તિથિ તરીકે ઓળખાય છે, જ્યારે ચંદ્રની ગતિ પ્રમાણે માન્ય તિથિ ચંદ્ર તિથિ કહેવાય છે. સૂર્ય અને ચંદ્ર જે દિવસે એક સાથે આવે છે, તે સ્થિતિને અમાસ કહે છે. અમરકોશની ટીકામાં ક્ષીરસ્વામી કહે છે,'અમા સહ સવતોસ્યાં ચંદ્રાકૌ'. આ જ રીતે જ્યારે સૂર્ય અને ચંદ્ર સામસામે આવે છે તે દિવસ પૂનમ કહેવાય છે. સામાન્ય રીતે અમાસ કે પૂનમ વચ્ચે 1 દિવસનું અંતર હોવું જોઈએ. પરંતુ પ્રત્યેક તિથિ દિવસ રાત 24 કલાક અથવા0 ઘડીમાં સમાપ્ત નથી થતી. એટલે અમાસથી પૂનમ અને પૂનમથી અમાસ વચ્ચે ક્યારેક 15 તો ક્યારેક 14 દિવસ તો ક્યારેક 13 દિવસનું અંતર હોય છે.

આ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે મૂડી, તેમને સમજવા છે મુશ્કેલ

સૂર્ય અને ચંદ્રમાની ગતિ

સૂર્ય અને ચંદ્રમાની ગતિ

સૂર્ય અને ચંદ્રની ગતિને કારણે આ અંતર બદલાયા કરે છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની ગતિ વચ્ચેનું વધે ત્યારે ચંદ્ર 15 દિવસના બદલે 14 દિવસમાં જ સૂર્યની સામે આવે છે. જો ચંદ્રની ગતિ ધીમી હોય તો તેમાં 16 દિવસનો સમય લાગે છે. આ જ ઘટનાને તિથિનો ક્ષય કે વ્રુદ્ધિ કે વધઘટ કહે છે.

તિથિ ઓછી થવી

તિથિ ઓછી થવી

જો ચંદ્ર ફાસ્ટ ચાલે તો અને તેની ગતિમાંથી 2 2 કલાકનો સમય ઘટે તો 12 દિવસમાં 24 કલાક ઓછા થઈ જાય છે. આ જ રીતે અહોરાત્રિ પૂર્વે એટલે કે 12મા દિવસે જ ચંદ્રની ગતિના 13 ભાગ પૂરા થઈ જાય. આ ઘટનાને તેરસનો ક્ષય કહે છે. કારણ કે સામાન્ય ગણતરી પ્રમાણે તો દરેક બારસે ચંદ્રની ગતિના 12 અંશ જ પૂરા થવા જોઈએ. અને તેરસના દિવસે ચંદ્રના 12 અંશ પૂરા થવા જોઈએ. આ રીતે તેરસે તેરમો અંશ આવવો જોઈએ. પરંતુ જ્યારે તેરમા અહોરાત્રમાં તેરસનું સ્થાન નથી. જો કે તે જ દિવસે પ્રાત:કાળે ચૌદમો ભાગ શરૂ થયો છે, તો આ પ્રકારે 12મા અહોરાત્રમાં જે તેરમો ભાગ સમાપ્ત થાય તો તેને તેરસનો ક્ષય કહે છે.

તિથિ વધવી

તિથિ વધવી

જો ચંદ્ર ધીમે ચાલે તો 12 અંશનો ભાગ 24 કલાકના બદલે 26 કલાકમાં પૂરા થાય તો 2 2 કલાક વધતા વધતા તે નક્કી અહોરાત્ર કરતા વધુ આગળ વધી જશે. જો 12 12 અંશના ચતુર્થ ભાગ નક્કી અહોરાત્રમાં સમાપ્ત ન થાય અને પાંચમાં અહોરાત્રના સૂર્યોદયનો સમય પણ એ જ રહે. એટલે પહેલા સૂર્યોદયના દિવસે પણ ચોથ અને બીજા સૂર્યોદયના દિવસે પણ ચોથ જ ગણાશે. એટલે કે 15 દિવસના ગાળામાં 2 ચતુર્થી ગણાશે. તેને ચતુર્થીની વ્રુદ્ધિ કહેવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X