હાથમાં રુદ્રાક્ષની માળા પહેરતા પહેલા વાંચી લો આ અહેવાલ, જાણો નિયમ અને લાભ
Rudraksha Mala in Hand: સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું મહત્વ ઘણું વધારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઇ હતી. જે કારણે રુદ્રાક્ષને અતિ શુભ માનવામાં આવે છે.
ધરતી પર હાજર રહેલા રત્ન અને પત્થરો કરતા પણ રુદ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે. જે કારણે રુદ્રાક્ષનો ઉપયોગ જાપ કરતા સમયે પણ કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવની કૃપા અકબંધ રહે છે, અને મન પણ શાંત રહે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો રુદ્રાક્ષનું બ્રેસલેટ પહેરે છે, તો કેટલાક હાથમાં રુદ્રાક્ષની માળા પહેરે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, તમારા હાથમાં રુદ્રાક્ષની માળા પહેરવાથી શું અસર થાય છે?
રુદ્રાક્ષની માળા હાથમાં ધારણ કરવાનો પ્રભાવ - જે વ્યક્તિ રુદ્રાક્ષની માળા અથવા તો હાથમાં રુદ્રાક્ષ ધારણ કરે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે. એવું કહેવાય છે કે, રૂદ્રાક્ષ ધારણ કરવાથી મન શાંત રહે છે, અને કામ કરવાની ક્ષમતા વધે છે.

રોગોથી રાહત મળે છે - જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, અને રોગોથી મુક્ત રહેવા માંગતા હોવ, તો તમારે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી રોગોનો પ્રકોપ દૂર થવા લાગે છે, અને ભોલેનાથ વ્યક્તિને સ્વસ્થ થવાના આશીર્વાદ આપે છે.
ભયને દૂર કરે છે રૂદ્રાક્ષની માળા - ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો રુદ્રાક્ષ હાથમાં ધારણ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને ભયથી મુક્તિ મળે છે. આટલું જ નહીં તેના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
સફળતા અપાવે છે રુદ્રાક્ષ - જો તમારા તમામ પ્રયત્નો કરવા છતાં પણ તમને સફળતા ન મળી રહી હોય અને તમને તમારી મહેનતનું ફળ ન મળી રહ્યું હોય, તો આવા લોકોએ પોતાના હાથમાં રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, તેનાથી સફળતા મળવાની સંભાવના બને છે.
આ રીતે રુદ્રાક્ષ ધારણ કરો - હવે વાત આવે છે કે, તમારે રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવું જોઈએ, તો તમારે પહેલા પંચમુખી રુદ્રાક્ષ લઈને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. રુદ્રાક્ષને ધારણ કરતા પહેલા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, આમ કરવાથી ભગવાન શિવની કૃપા જળવાઈ રહે છે અને પછી આ રુદ્રાક્ષ ધારણ કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
