શા માટે ક્યારેય એક સાથે 3 રોટલી નથી પીરસાતી? જાણો

શા માટે ક્યારેય એક સાથે 3 રોટલી નથી પીરસાતી? જાણો

ઘરનું ભોજન સૌકોઈને પસંદ હોય છે. આ વાતને ઘરથી દૂર રહેતા લોકો વધુ સારી રીતે જાણતા હોય છે. ઘર પર મહિલાઓ ભોજન તૈયાર કર્યા બાદ થાળીમાં પીરસીને પરિવારને ખવળાવે છે. ત્યારે તમે આ વાત પર જરૂર ધ્યાન રાખ્યું હશે કે થાળીમાં ક્યારેય એક સાથે ત્રણ રોટી રાખવામાં નથી આવતી. શું તમને ક્યારેય આનું કારણ માલૂમ છે? આ લેખના માધ્યમથી જાણીએ કે આખરે થાળીમાં એકસાથે ત્રણ રોટી કેમ નથી પીરસાતી?

3 નંબરને અશુભ માનવામાં આવે છે

3 નંબરને અશુભ માનવામાં આવે છે

પ્રાચીન સમયથી 3 રોટલીઓ એક સાથે ન પીરસવાની માન્યતા ચાલી આવી છે. પરંપરા અનુસાર 3 નો અંક અશુભ માનવામાં આવે છે. 3 નંબર વિશેની આ માન્યતાને લઈને જ કોઈપણ શુભ કાર્યમાં 3 નંબરને દુર રાખવાનો પ્રયાસ કરાય છે. પુજાની થાળી કે હવન જેવા કાર્યોમાં 3 વસ્તુઓને એક સાથે નથી રાખવામાં આવતી. આ ઉપરાંત 3 અંક આવતી તિથિઓમાં શુભ કાર્યો કરવામા આવતા નથી. આ જ કારણ છે કે થાળીમાં ક્યારેય એક સાથે 3 રોટલીઓ પીરસવામાં આવતી નથી.

ત્રણ રોટલીઓનો સબંધ મૃત વ્યક્તિ સાથે હોવાની માન્યતા

ત્રણ રોટલીઓનો સબંધ મૃત વ્યક્તિ સાથે હોવાની માન્યતા

માન્યતા છે કે 3 રોટલીનો સબંધ મૃત વ્યક્તિ સાથે છે. કહેવાય છે કે 3 રોટલી એક સાથે આપવી એ કોઈ મૃત વ્યક્તિને ભોજન દેવા સમાન છે. માન્યતા અનુસાર કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ ત્રીજા દિવસે મૃતકને ભોજન તરીકે 3 રોટલીઓ અર્પણ કરાય છે. આ રોટલીઓને માત્ર બનાવનાર જ જોવે છે. આમ, ભારતીય સંસ્કૃતિ અનુસાર 3 રોટલીને મૃતકોનું ભોજન માનવામા આવે છે.

એક સાથે 3 રોટલી આપવાની પરિસ્થિતી ઉભી થાય તો શું કરવું?

એક સાથે 3 રોટલી આપવાની પરિસ્થિતી ઉભી થાય તો શું કરવું?

જો ક્યારેય એક સાથે 3 રોટલી આપવાની પરિસ્થિતી ઉભી થાય તો એનો ઉપાય એ છે કે એ રોટલીઓને તોડીને પીરસવામાં આવે. આ વડીલોએ સુચવેલો માર્ગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X