ફાગણ આયો રે... હેપ્પી હોલી!

Written By:
Subscribe to Oneindia News

હોળી હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. જેમાં પહેલા દિવસે સ્ત્રીઓ હોળીની પૂજા-અર્ચના કરે છે. જેમાં હોળીકાનું દહન કરવામાં આવે છે. તેને બૂરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે ભગવાને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી.

એવી માન્યતા છે કે સ્ત્રીઓ આ વ્રત વિધિ પૂર્વક કરે છે. એવું માનવામાં આવે છે કે, તેમના સંતાનોને જીવનમાં કોઈ મુશ્કેલી ન નડે અને તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ રહે એ માટે આ પૂજા કરવામાં આવે છે. જો તમારા સંતાનોના હિતમાં તમે પણ આ વ્રત કરશો તો તેની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે.

holika dahan

લાકડા, છાણા, જૂના પતંગો, ઘાસ વગેરેથી હોળી સજાવવામાં આવે છે

હોળી દહન માટે દરેક ગલી મોહલ્લામાં છાણા, લાકડા, ઘાસ એકત્ર કરી હોળી સજાવવામાં આવે છે. ત્યારબાદ તેના પૂજન માટે પહેલા હાથમાં ફૂલ, સોપારી અને પૈસા લઈ પૂજન કરી જળને હોળીમાં છોડી દેવું. ત્યારબાદ ચોખા, ચંદન, રોલી, હળદર, ગુલાલ, ફૂલ અને હાર ચઢાવવામાં આવે છે. ત્યારબાદ હોળિકાની ત્રણ પરિક્રમા કરી નાળિયેર, ઘઉં તથા શેરડી, ખજૂર, મકાઈ અને જવારાની ધાણીનો પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે.

સાત પરિક્રમા કરવી

કેટલાક લોકો હોળિકાને હળદર, ચંદન, ગુલાલ અને નારિયેળ પણ ચઢાવે છે. હાથ જોડી હોળિકાથી કુટુંબની સુખ-સમૃધ્ધિની કામના કરવી. હોળિકાની ચારેબાજૂ ફરતા પાંચ કે સાત પરિક્રમા કરવી અને દરેક ફેરામાં લોટાથી પાણી ધરાવતા રહેવું. જ્યાં તમારો છેલ્લો ફેરો પૂરો થાય ત્યાં જળનો લોટો ખાલી કરી દેવો.

સંતાનોને નકારાત્મક શક્તિથી બચવા કામના

હોળીના પૂજનથી દરેક પ્રકારના ડર પર વિજય પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે. માતા પોતાના સંતાનોને નકારાત્મક ઉર્જામાંથી બચાવવા માટે મંગળ કામના કરે છે.

હોળીના અગ્નિથી પોતાના ઘરમાં ધૂપ બતાવવી

હોળીની અગ્નિથી પોતાના ઘરમાં ધૂપ બતાવવી. કેટલાક લોકો આ અગ્નિ પર સવારનો ચા નાસ્તો બનાવવાને શુભ માને છે. હોળીમાં શેકેલા ઘઉંના ફાડા પ્રસાદ રૂપે વડિલો ગ્રહણ કરે છે. ત્યારબાદ એકબીજાના ઘરે જઈ રંગ લગાવી ભાઈચારાનો સંદેશ આપવામાં આવે છે.

English summary
Women perform this puja of Holika for the wellness and bright future of their kids.
Please Wait while comments are loading...