જો સાચો હોય તમારો પ્રેમ તો આ ઉપાયોની મદદથી મેળવો પાર્ટનરનો સાથ
શાસ્ત્રોમાં અમુક ઉપાય એવા બતાવવામાં આવ્યા છે જેની મદદથી સાચા પ્રેમની ભાવના રાખનાર પાર્ટનરને એકબીજાનો સાથ જીવનભર માટે મળી શકે છે.
પ્રેમ એક એવો ભાવ છે જેને તમે સામેવાળા માટે અનુભવી તો શકો છો પરંતુ તમે તેને જબરદસ્તી પોતાના પ્રત્યે પ્રેમ કરાવી નથી શકતા. પ્રેમનો અર્થ જ છે કે તમે સ્વયં માટે નહિ પરંતુ તમે જેને પસંદ કરો છો તેની ખુશી માટે જીવવાનુ શીખી જાવ છે. જ્યારે વ્યક્તિ પ્રેમમાં ડૂબી જાય છે ત્યારે તે ખુદમા સકારાત્મક ફેરફાર અનુભવે છે.

શાસ્ત્રોમાં બતાવ્યા છે અમુક ઉપાય
જો તમે કોઈ વ્યક્તિને પસંદ કરતા હોય અને સામેવાળાના મનમાં તમારા માટે સારી ભાવના હોય તો થોડા ઉપાયોની મદદથી તમને તેનો પ્રેમ મળી શકે છે. શાસ્ત્રોમાં અમુક ઉપાય એવા બતાવવામાં આવ્યા છે જેની મદદથી સાચા પ્રેમની ભાવના રાખનાર પાર્ટનરને એકબીજાનો સાથ જીવનભર માટે મળી શકે છે. જે લોકો જબરદસ્તી કોઈને પોતાનુ બનાવવા ઈચ્છતા હોય તેમના માટે આ ઉપાય કામ નહિ કરે.

વાંસળી ચડાવો
ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં જાવ અને તેમની વાંસળી તેમજ પાન ચડાવો. ભગવાનને પોતાના પ્રેમ માટે પ્રાર્થના કરો.

કાળા રંગની વસ્તુથી બચો
તમે એકબીજાને કોઈ કાળા રંગની કે કોઈ અણિયાળી વસ્તુ ન આપો. એકબીજાને ગિફ્ટમાં પણ કોઈ કાળા રંની વસ્તુ ન આપો. આનાથી સંબંધોમાં અંતર આવી જાય છે. તમે તમારા પાર્ટનરને હીરા કે અમેરિકન ડાયમંડ ભેટમાં આપી શકો છે. આ ઘણુ શુભ માનવામાં આવે છે. આનો રંગ તમે કાળો કે વાદળી પસંદ ન કરો. તમે લાલ, પીળો, ગુલાબી કે ગોલ્ડન રંગની વસ્તુઓ ગિફ્ટમાં એકબીજાને આપી શકો છો.

મુલાકાત માટે કયો દિવસ છે શ્રેષ્ઠ અને કયો છે ખરાબ
કહેવાય છે કે પ્રેમી જોડાએ શનિવાર કે અમાસના દિવસે ન મળવુ જોઈએ. આ દિવસે મળવાથી વાદ-વિવાદ થવાનો ખતરો વધી જાય છે. પ્રેમ સંબંધોમાં સફળતા મેળવવા પર શંકા રહે છે. વળી, મળવા માટે શુક્રવાર અને પૂર્ણિમાનો દિવસ ખાસ જણાવવામાં આવ્યો છે. એટલુ જ નહિ જે માસની પૂર્ણિમા શુક્રવારના દિવસે હોય તે તિથિ વધુ ખાસ માનવામાં આવે છે. આનાથી પાર્ટનર્સ વચ્ચે એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે.

કરો આ મંત્રનો જાપ
તમે રાધાકૃષ્ણના ફોટા સામે અથવા તેમના મંદિરમાં જઈને પોતાના પ્રેમી કે પ્રેમિકાને મનમાં રાખીને ‘ॐ ક્લીં કૃષ્ણાય ગોપીજન વલ્લભાય સ્વાહાઃ' મંત્રનો જાપ કરો. ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરીને સાચા મનથી આ મંત્રનો જાપ 108 વાર કરો.

દર શુક્રવારે કરો આ કામ
પ્રેમ લગ્નમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે દર શુક્રવારે રાધા કૃષ્ણના મંદિરે જઈને દર્શન કરો. ફૂલોની માળા ચડાવીને તેમને મિશરીનો ભોગ ચડાવો, તમને જરૂર સફળતા મળશે.

કન્યા પહેરે લીલી બંગડી
પ્રેમ લગ્નને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યુવતીઓએ પોતાના હાથમાં લીલા રંગની બંગડીઓ પહેરવી જોઈએ. સાથે જ ગુરુવારે પીળા અને શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ. યુવકો જો પોતાના પાર્ટનરના મનમાં આકર્ષણ જાળવી રાખવા માંગતા હોય તો તેમણે સફળ લવ લાઈફ માટે પન્નાની વીંટી પહેરવી જોઈએ.

કરો મા દૂર્ગાની પૂજા
તમે કોઈને પસંદ કરો છો અને પોતાનુ બનાવવા ઈચ્છો છો તો મા દૂર્ગાની પૂજા કરો. તમે તેમને લાલ રંગની ધ્વજા ચડાવો, પ્રેમ જીવનમાં જરૂર સફળતા મળશે.












Click it and Unblock the Notifications
