Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rise of Mangal Dev: 28 નવેમ્બરે મંગળનો ઉદય થશે, ધન આગમનના માર્ગ ખુલશે

Rise of Mangal Dev: 28 નવેમ્બરે મંગળનો ઉદય થશે, ધન આગમનના માર્ગ ખુલશે

ભૂમિ, ભવન, સ્થાયી સંપત્તિ અને ધન પ્રદાતા તથા સાહસ, બળ, પરાક્રમ પ્રદાન કરનાર મંગળ 28 નવેમ્બર 2021ના રોજ રવિવારે સાંજે 9.31 વાગ્યે ઉદય થઈ રહ્યો છે. કોઈપણ ગ્રહનું અસ્ત થવાનો અર્થ છે કે તેના પૂર્ણ પ્રભાવથી વંચિત રહી જવું અને ઉદય થવાનો અર્થ છે કે જાતકને તે ગ્રહનો પ્રભાવ સંપૂર્ણપણે મળશે. મંગળ 16 ઓગસ્ટ 2021થી ઓસ્ત ચાલી રહ્યો હતો. મંગળના અસ્ત થવાથી તેની સાથે જોડાયેલા પ્રભાવોમાં કમી આવી. જે જાતકોની કુંડળીમાં શુભ અવસ્થામાં હશે તેને અસ્ત થતી વખતે અનેક પ્રકારની ધન અને પરાક્રમ સાથે જોડાયેલી પરેશાનીઓ આવી હશે અને જેની કુંડળીમાં મંગળ ક્રૂર ફળ આપી રહ્યો હશે તેમને મંગળના અસ્ત થવાની અવધિમાં તેના ખરાબ પ્રભાવથી રાહત મળી હશે.

mangal

28 નવેમ્બરે મંગળનો ઉદય તુલા રાશિમાં થઈ રહ્યો છે

હવે મંગળ 28 નવેમ્બરે તુલા રાશિમાં ઉદય થઈ રહ્યો છે. માટે જેમની કુંડળીમાં મંગળ શુભ હશે તેમને તેનું શુભ ફળ મળવા લાગશે અને જેમની કુંડળીમાં મંગળ અસુફ ફળકારક હશે તેમને ફરી એકવાર ધન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બધી રાશિઓ પર મંગળ ઉદય થવાનો પ્રભાવ

  • મેષઃ મંગળ સપ્તમ ભાવમાં ઉદય થઈ રહ્યો છે. વૈવાહિક કાર્યોની સમસ્યાઓ દૂર થશે. ભાગીદારીના કામમાં લાભ થશે.
  • વૃષભઃ છઠ્ઠા ભાવમાં મંગળનો ઉદય થવાથી રક્ત સંબંધી રોગો આવી શકે છે. આર્થિક સંકટ પણ પરેશાન કરી શકે છે.
  • મિથુનઃ પાંચમા ભાવમાં મંગળનો ઉદય થશે. સંતાન અને શિક્ષણ સાથે જોડાયેલા કાર્ય સારી રીતે થશે. ધન લાભ થશે.
  • કર્કઃ આ મંગળની નીચ રાશિ છે. ચોથા ભાવમાં મંગળનો ઉદય થવાથી ધન પ્રાપ્તિમાં સમસ્યા આવશે. માતાની ચિંતા રહેશે.
  • સિંહઃ પરાક્રમમાં વધારો થશે. સાહસિક કાર્યોમાં રૂચિ વધશે. ધનનું આગમન થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે.
  • કન્યાઃ દ્વિતીય ભાવમાં મંગળનો ઉદય થવાથી વ્યાજ મુક્તિ થશે. પૈસાનું આગમન થશે. વાણીમાં કટુતા આવી શકે છે.
  • તુલાઃ સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સુખોમાં વધારો થશે. નેત્ર સંબંધી પીડા ઉદ્ભવી શકે છે.
  • વૃશ્ચિકઃ ખર્ચમાં વધારો થશે. અચાનક ક્યાંકની યાત્રા કરવી પડી શકે છે. માનસિક પીડા થઈ શકે છે.
  • ધનઃ આવકમાં વધારો થશે. ભૂમિ, સંપત્તિ ખરીદવાના યોગ બનશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વૈવાહિક સુખ પ્રાપ્ત થશે.
  • મકરઃ કાર્ય વ્યવસાયમાં ઉન્નતિ થશે. આવકના સાધન મળશે. ઉત્તમ સ્વાસ્થ્ય મળશે. શુભ કાર્યોથી યાત્રાઓ થશે.
  • કુંભઃ ભાગ્યોદય થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભૂમિ, ભવન, સંપત્તિની પ્રાપ્તિ થશે. કાર્યોમાં ઉન્નતિ પ્રાપ્ત થશે.
  • મીનઃ ક્રોધમાં વધારો થશે. માનસિક પીડાઓ આવી શકે છે. પરાક્રમ વધશે. ઉંમર અને આરોગ્યમાં વધારો થશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X