For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાસ્ત્રોમાં વર્ણિત છે શરીર પર તેલ લગાવવાના નિયમ, ખોટા દિવસે લગાવવાથી થાય છે નુકશાન

પ્રાચીન કાળમાં શરીર પર તેલ લગાવવા માટેના દિવસો, તિથિઓ, વાર વગેરે બધા જ નિર્ધારિત હતુ. આ હજુ પણ ઘણા ઘરોમાં અનુસરવામાં આવે છે. જાણો આ અંગેના નિયમો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રાચીન સમયમાં સ્નાન કરતા પહેલા શરીર પર તેલની માલિશ કરવાનો નિયમ હતો. આનાથી શરીરને રોગમુક્ત અને ઉર્જાવાન રાખવામાં મદદ મળે છે. આજકાલ જે ઘરોમાં જૂના જમાનાની દાદી હોય છે ત્યાં આજે પણ આ પરંપરાનુ પાલન કરવામાં આવે છે પરંતુ આધુનિક ઘરોમાં હવે આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે. તેમની જગ્યાએ, હાઈ ક્લાસ મસાજ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જ્યાં લોકો પોતાને ઊર્જાવાન રાખવા માટે મસાજ કરાવવા આવે છે. આ હાઈ ક્લાસ સોસાયટીમાં શામેલ થઈ ગયુ છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રાચીન સમયમાં તેલ માલિશનો સંબંધ શારીરિક સ્વાસ્થ્ય, ધર્મ, સંસ્કૃતિ, પ્રસિદ્ધિ અને નિષ્ફળતા વગેરે સાથે રહ્યો છે. પ્રાચીન કાળમાં શરીર પર તેલ લગાવવા માટેના દિવસો, તિથિઓ, વાર વગેરે બધા જ નિર્ધારિત હતુ. આ હજુ પણ ઘણા ઘરોમાં અનુસરવામાં આવે છે. આને તૈલાભ્યંગ કહે છે.

તેલ લગાવવાના નિયમ

તેલ લગાવવાના નિયમ

નિર્ણયસિંધુ કહે છે કે તૈલાભ્યંગ કિષ્ટિ, એકાદશી, દ્વાદશી, અમાવસ્યા, પૂર્ણિમા, ઉપવાસ અને શ્રાદ્ધ પર ન કરવુ જોઈએ. રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે શરીર પર તેલ ન લગાવવુ જોઈએ. પરંતુ આયુર્વેદની પદ્ધતિ અનુસાર સુગંધિત પુષ્પો, સિદ્ધ ષડવિંદુ અને મહાભૃંગરાજ વગેરેનો ઉપયોગ પ્રતિબંધિત સમયગાળા દરમિયાન પણ કરી શકાય છે. એ જ રીતે, સરસિયાનુ તેલ પણ પ્રતિબંધિત નથી. શાસ્ત્રોમાં મુખ્યત્વે તલના તેલનો નિષેધ જણાવવામાં આવ્યો છે.

કયા દિવસનો શું પ્રભાવ

કયા દિવસનો શું પ્રભાવ

નિર્ણયસિંધુએ કહ્યુ છે કે રવિવારે તેલ લગાવવાથી ગરમી એટલે કે તાવ આવે છે. સોમવારે શોભા વધે છે. મંગળવારે મૃત્યુ સમાન કષ્ટ આવે છે, બુધવારે તેલ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે, ગુરુવારે નુકસાન થાય છે, શુક્રવારે દુ:ખ થાય છે અને શનિવારે શરીર પર તેલ લગાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે.

ઉપાય

ઉપાય

જો નિષિદ્ધ વારોમાં તેલ લગાવવુ હોય તો રવિવારે ફૂલ, મંગળવારે માટી, ગુરુવારે દૂર્વા અને શુક્રવારે ગાયનુ છાણ તેલમાં નાખવાથી કોઈ નુકસાન થતુ નથી. સુગંધયુક્ત ફૂલોથી સુવાસિત, અન્ય પદાર્થોથી યુક્ત અને સરસિયાનુ તેલ દૂષિત નથી.

English summary
Rules of oil massage on the body are described in the scriptures, read details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X