25 ઓગસ્ટે શનિ થશે માર્ગી, બદલાશે તમારી કિસ્મત!

શનિ ફરી થઈ થઈ રહ્યો છે માર્ગી. જેની અસર તમામ રાશિઓ પર થશે. તમામ રાશિઓ પર શનિના માર્ગીની દશા રહેશે શુભ

ન્યાયના દેવ કહેવાતા શનિ 25 ઓગસ્ટ 2017 શુક્રવાર સાજે 5 વાગ્યાને 19 મિનિટે વૃશ્ચિક રાશિમાં માર્ગી થઈ રહ્યા છે. શનિ 6 એપ્રિલ 2017એ વક્રી થયો હતો. લગભગ 141 દિવસ વક્રી રહેવા દરમિયાન શનિની દરેક રાશિઓ ઉપરાંત પૃથ્વીના સમસ્ત પર્યાવરણને અસર કરી છે. શનિના આ વક્રકાળ દરમિયાન લગભગ દરેક રાશિના જાતકોએ પોતાના જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, પણ 25 ઓગસ્ટે શનિ પુનઃમાર્ગી થવાથી દરેક રાશિઓને રાહત મળશે. વૃશ્ચિક રાશિમાં માર્ગી થયા બાદ શનિ ફરી ધન રાશિમાં 26 ઓક્ટોબર 2017 ના રોજ સાંજે 6 વાગ્યાને 11 મિનિટે ફરી પાછા જતો રહેશે. આજે અમે તમને જણાવીશું કે શનિના માર્ગી થવાથી તમામ રાશિઓ પર શું અસર પડશે?

મેષ

મેષ

મેષ રાશિના અષ્ટમભાવમાં શનિ માર્ગી થશે. આ રાશિના જાતકોની નોકરીમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તેમની પદમાં બઢતી થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉન્નતિ આવશે. લગ્નનો યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોને શનિની ઢૈયા તો રહેશે પણ માર્ગી રહેવાને કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. 26 ઓક્ટોબર શનિના ધન રાશિમાં પ્રવેશ સાથે આ રાશિના જાતકોને પૂરતી રાહત મળશે.

વૃષભ

વૃષભ

વૃશ્ચિક રાશિના સપ્તમભાવમાં શનિ માર્ગી થશે. આ જાતકોના લગ્ન જીવનમાં મધુરતા વધશે. જે લોકોને છૂટાછેડાની નોબત આવી ગઈ છે તેમને રાહત મળશે. પ્રેમીઓની ગાડી ફરી પાટે આવી જશે. ભાગ્યોદયનો યોગ બનશે. આર્થિક મુશ્કેલીઓ ખતમ થશે. ભાગીદારીના વેપારમાં લાભ થવાની શક્યતા છે. કૌટુંબિક મદદ મળી રહેશે. નવું મકાન ખરીદી શકો છો.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે શનિની સ્થિતિ છઠ્ઠા ભાવમાં છે. આ ભાવ રોગ, શત્રુ, કોર્ટ-કચેરીનો ભાવ છે. શનિના માર્ગી થતા જ બિમારીઓથી છૂટકારો મળશે. બિમારીઓ પાછળ થતા ખર્ચા ઘટી જશે. તમારા પર જે દુશ્મનો ભારે પડતા હતા તે અચાનક ગાયબ થઈ જશે. રોકાયેલું ધન પાછુ મળશે. વેપારમાં લાભ થવાની શરૂઆત થશે. માન-સન્માનમાં વધારો થશે.

કર્ક

કર્ક

કર્ક રાશિ માટે શનિ પંચમ સ્થાનને અસર કરશે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. આવકના નવા સાધનો મળશે. તમારા ઈષ્ટદેવની કૃપા તમારા પર રહેશે, જેથી તમારા દરેક કામ પૂરા થશે. સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. વેપાર અને નોકરીમાં સ્થાયીત્વ આવશે. અટકેલા તમામ કામો પૂરા થશે.

સિંહ

સિંહ

શનિ સિંહ રાશિના ચતુર્થ સ્થાનમાં રહેશે. સુખના સાધનોમાં વધારો થશે. જમીન, મકાન સ્થાયી સંપતિ અને વાહનનું સુખ પ્રાપ્ત થશે. કુટુંબમાં ચાલતા વિવાદો અને તનાવમાં રાહત અનુભવાશે. લાંબા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ હવે ખરીદી શકશે. મકાનનું સમારકામ કરશો. આ રાશિના હૃદય રોગીઓને રાહત મળશે.

કન્યા

કન્યા

આ રાશિના ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ ભાવમાં શનિ માર્ગી થઈ અત્યંત લાભ કરાવશે. ભાઈ-બહેનોનું સુખ પ્રાપ્ત થશે, તેમના સંબંધોમાં ચાલતી કડવાશ દૂર થશે. તમારા બળ અને પરાક્રમમાં વધારો થશે. નોકરી કરનાર જાતકોનું પદ મોટુ થશે. આર્થિક બાબતોમાં લાભ થવાના યોગ છે. દુશ્મનો ખતમ થઈ જશે. શ્વાસ અને ફેફસાના રોગોમાં રાહત મળશે.

તુલા

તુલા

તુલા રાશિના દ્રિતિય સ્થાન એટલે કે ધનભાવમાં શનિદેવ માર્ગી થઈ લાભ કરાવશે. અત્યાર સુધી તમને ભયાનક માનસિક, શારીરિક મુશ્કેલી અને ખર્ચા થતા હતા તેમાં 25 ઓગસ્ટથી રાહત જણાશે અને 26 ઓક્ટોબરથી દરેક મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જશો. નોકરીમાં બઢતી થશે. સંપતિ પ્રાપ્ત થશે, અવિવાહિતોના વિવાહ થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના લગ્ન સ્થાનમાં વક્રી શનિ છે જે 25 ઓગસ્ટે માર્ગી થઈ જશે. તેનાથી મુશ્કેલીના દિવસો વીતી જશે અને દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જશે. શનિના વક્રકાળ દરમિયાન તમે ભયાનક શારીરિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા, જેમાં તમને રાહત લાગશે. ખર્ચા ઘટશે, આર્થિક મુશ્કેલીઓ ખતમ થશે અને સંબંધોમાં સુધારો આવશે. તમારા જ્ઞાન, બળમાં વધારો થશે.

ધન

ધન

ધન રાશિના જાતકોના જીવનમાં શનિનું માર્ગી થવું સૂર્યોદય લઈને આવી રહ્યુ છે. જે આ રાશિના જાતકોનું જીવન બદલી નાખશે. તેમનો ભાગ્યોદય થશે અને અચાનક ક્યાંકથી મોટી ધનરાશિ પ્રાપ્ત થશે. ખર્ચામાં રાહત મળશે. બચત વધશે. આંખના રોગો સારા થઈ જશે. નોકરીમાં બઢતી થશે.

મકર

મકર

મકર રાશિ માટે માર્ગી શનિ એકાદશ સ્થાન લાભ ભાવમાં રહેશે. જે આવકનું સ્થાન છે. પરિણામે મકર રાશિના આવકના સાધનો વધશે. ધનલાભનો પ્રબળ યોગ છે. વાહન સુખની પ્રાપ્તિ થશે. નવું મકાન ખરીદવા ચાહો તો તે માટે સ્થિતિ અનુકૂળ છે. ભાઈ-બહેનના સંબંધોમાં સુધારો આવશે અને લાભ પણ થશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો માટે શનિ દશમ ભાવમાં માર્ગી થશે. જે રાજ્યથી લાભ, પિતા, કર્મ અને પદ-પ્રતિષ્ઠા પ્રદાન કરશે. ખોવાયલુ સન્માન ફરી પાછુ મળશે. નોકરી કરનારા જાતકોનું બઢતીના કારણે સ્થળાંતર થશે, પિતા સાથે સંબંધ સુધરશે.

મીન

મીન

25 ઓગસ્ટે માર્ગી શનિ મીન રાશિના ભાગ્યને ચમકાવશે. ભાગ્યમાં આવતી અડચણો ખતમ થઈ જશે અને તેમને સતકર્મ કરવા પ્રેરશે. તીર્થ યાત્રા પર જઈ શકો છો. જો તમે વિદ્યાર્થી છો તો શિક્ષણમાં સફળતા મળશે. અવિવાહિતોના વિવાહ થશે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X