For Quick Alerts
For Daily Alerts
જાણો વર્ષ 2017ના શુભ લગ્ન મુહૂર્ત
આ સમય ખરમાસનો સમય ચાલી રહ્યો છે, આ સમયે વિવાહ જેવા માંગલિક કામો વર્જિત હોય છે. જો કે નવરાત્રીમાં નવ દિવસ માતા અંબાની વિશેષ કૃપા રહે છે. જેને કારણે ઘણા ખરા જાતકો વિના મુહૂર્ત લગ્ન કાર્યક્રમો પૂરા કરી લે છે. જો કે આ એક વ્યક્તિગત પસંદ છે. અમે તેમને રોકી નથી શકતા પણ તેમને સજાગ જરૂર કરી શકીએ છીએ.
Read also : જાણો બજરંગ બલીને પ્રસન્ન કરવાના ઉપાય
14 એપ્રિલ સવારે 7 વાગ્યાને 35 મિનિટે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે જેનાથી ખરમાસ પૂરા થશે અને માંગલિક કામો કરવા માટે શુભ સમય શરૂ થઈ જશે. આવો જાણીએ વર્ષ 2017 એપ્રિલથી 2018 માર્ચ વચ્ચે કયા કયા શુભ લગ્ન મુહૂર્તો આવી રહ્યા છે.
- એપ્રિલ-આ મહિને પાંચ તારીખો લગ્ન માટે શુભ છે. 18, 19, 28, 29, 30 એપ્રિલ
- મે-આ મહિને આ તારીખો લગ્ન માટે શુભ છે. 4, 6, 7, 8, 9, 11, 12, 16, 21, 22, 23, 26, 27, 31 મે.
- જૂન-લગ્ન માટેની શુભ તારીખો આ પ્રમાણે છે. 1, 2, 3, 5, 6, 7, 8, 17, 18, 19, 27, 28, 30 જૂન
- જુલાઈ-આ મહિને આ તારીખો શુભ છે. 1, 2, 3 જુલાઈ
- નવેમ્બર- 11, 12, 13, 14, 19, 23, 24, 25, 28, 29, 30 નવેમ્બર.
- ડિસેમ્બર-આ મહિને આ તારીખો શુભ રહેશે 1, 3, 4, 9, 10, 11 ડિસેમ્બર.
- 2018 ફેબ્રુઆરી માસ -ફેબ્રુઆરીમાં આ ત્રણ તારીખોમાં લગ્ન માટેના શુભ મુહૂર્ત છે 6, 18, 19, 20, 21 ફેબ્રુઆરી
- 2018 માર્ચ મહિનામાં આ તારીખો શુભ રહેશે 2, 3, 5, 6, 7, 8, 12 માર્ચ.